Breaking News

તું મારા માટે પરફેક્ટ છે.

ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો... ના ગમે તો લાઈક પાછા .. આપડી ગેરંટી .
.
એક યુવકે તેની પ્રેમિકા સાથે ખૂબ જ ભવ્ય રીતે લગ્ન કર્યા. ઘણા બધા સગાં તથા મિત્રો તેમનાલગ્ન માણવા આવ્યા હતા. વર અને કન્યા તેમના 

લગ્ન પોશાકમાં ખૂબ જ સુંદર લાગતાં હતા. દરેક જણ તેમણે જોઈને કહી શકતું હતું કે તેમનો પ્રેમ સાચો છે.

થોડાક મહિનાઓ બાદ, પત્ની એના પતિ સમક્ષ એક પ્રસ્તાવ લઈને આવી -

"મેં થોડાક સમય પહેલા એક મેગેઝિનમાં વાચ્યું કે આપણે લગ્નજીવન કેવી રીતે મજબૂત કરી શકીએ."

પત્નીએ કહ્યું, " આપણે બંને એક બીજા પ્રત્યેની અણગમતી ટેવોની યાદી બનાવીશું, ત્યારબાદ આપણે સાથે મળીને એ કુટેવોને સુધારવાનો 

પ્રયાસ કરીશું જેથી આપણું લગ્ન જીવન વધુ સારી રીતે જીવી શકીએ."

પતિએ વાત માની અને બંને જણા ઘરના અલગ અલગ રૂમમાં જઇ યાદી બનાવવા લાગ્યા. તેઓ બાકીનો પૂરો દિવસ તેના પર વિચાર કરીને
કાગળમાં લખવા લાગ્યા.

બીજી સવારે બંને નાસ્તો કરતી વખતે નક્કી કર્યું કે હવે આપણે બંનની યાદી જોઈએ. પત્નીએ કહ્યું કે પહેલા તેણીએ બનાવેલી યાદી વાંચશે. 

ખરેખરમાં તેણીએ બનાવેલ યાદી પૂરા ત્રણ પાનાઓથી ભરાઈ ગઈ હતી.

જેવું તેણે યાદી વાંચવાનું શરૂ કર્યું કે તેનું ધ્યાન ગયું કે તેના પતિની આંખમાંથી આંસુ નીકળતા હતા. એટલે તેણે પૂછ્યું કે "શું થયું". એમાં એના 

પતિએ જવાબ આપ્યો કે "કઈ નથી થયું, તું વાંચવાનું ચાલુ રાખ " એટલે પત્નીએ પતિના કહ્યા મુજબ વાંચવાનું આગળ વધારી ત્રણેય પાનાં 

વાંચી નાખ્યા અને યાદી ટેબલ પર મૂકી દીધી.

"હવે તમે તમારી બનાવેલી યાદી વાંચો અને પછી આપણે એના પર ચર્ચા કરીશું. " પત્નીએ ખુશ થઈને કહયું.

પતિએ એકદમ શાંત થઈને કહ્યું, " મારી યાદીમાં કશું જ નથી. મને લાગે છે કે તું જેવી છે તેવી જ મારા માટે પરફેક્ટ છે. મને મારા માટે કરીને તારી 

કોઈ ટેવ બદલાવી નથી. તું ખૂબ જ પ્રેમાળ અને સુંદર છો તો શા માટે હું તને મારા ખાતર બદલું ?"

પત્ની તેના પતિની પ્રમાણિકતાથી ખૂબ જ લાગણીશીલ થઈ ગઈ અને પતિના તેના પ્રત્યેના ખૂબ જ ઊંડા પ્રેમ તથા તેનું સ્વીકારવાની ભાવના 

જોઈ ખૂબ જ રડવા લાગી.

યાદ રાખો મિત્રો :

કોઈ જ પરફેક્ટ નથી હોતું પણ આપણે તેમને જે રીતે જોવા માગીએ છીએ એ રીતેની પરફેક્ટનેસ તેમનામાં શોધવી પડે છે. મિત્રો, આપણને 

જેટલું 

મળ્યું છે તેમાં સંતોષ માની લેવો જોઈએ. આપણે જેટલી આશાઓ વધારે રાખીશું એટલા જ આપણે વધારે દુ:ખી થઈશું. માટે જીવનમાં સુખી થવા
ઈચ્છાઓ અલ્પ પ્રમાણમાં રાખવી જોઈએ

1 ટિપ્પણી:

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો