દુર્ભાગ્યવશ, સમાજમાં દસ પ્રકારના માણસોને,મેં હંમેશાં "બહુમતિ"માં જોયા છે :
(1) બોલીને આબાદ થનારા કરતાં, બોલીને બરબાદ થનારા !
(2) પ્રયાસોમાં નિષ્ફળ ગયેલા કરતાં, પ્રયાસોના અભાવે જ નિષ્ફળ ગયેલા !
(3) પકડાઈ ગયેલા ગુનેગારો કરતાં, નહીં પકડાયેલા ગુનેગારો !
(4) શારીરિક અપંગતા ધરાવનારા કરતાં, માનસિક અપંગતા ધરાવનારા !
(5) વિજ્ઞાનશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવનારા કરતાં, વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવનારા !
(6) દીકરીને મહત્વ આપનારા કરતાં, દીકરાને મહત્વ આપનારા !
(7) જ્ઞાનવાન માણસોનો આદર કરનારા કરતાં, ધનવાન માણસોનો આદર કરનારા
(8) બંદૂકધારી ત્રાસવાદીઓ કરતાં, સત્તાધારી ત્રાસવાદીઓ
(9) પોતાના દોષો શોધનારા કરતાં, બીજાના દોષો શોધનારા !.....અને
(10) સમજીને વિરોધ કરનારા કરતાં, સમજયા વગર જ વિરોધ કરનારા !!
THANKS TO COMMENT