- ફૂડ સેફ્ટીના નામે ‘ખાવાના’ ખેલ - શહેરમાં ખાણી-પીણીની લારીઓ, હોટલ, રેસ્ટોરન્ટ અને ઠેલાઓ પર પિરસાતી વાનગીઓની ગુણવતા પર મોનિટરિંગની કોઇ નક્કર વ્યવસ્થા જ નથી
નવા ફૂડ સેફ્ટી એક્ટનાં અમલના દસ મહિના બાદ પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દસ માસમાં નામ પુરતા વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશના નામે સેમ્પલો લેવાયા છે.પરંતુ પાલિકાના ફુડ વિભાગે હજુ સુધી એક પણ કેસ દાખલ કર્યો નથી,પાલિકાના અધિકારીઓ કહે છે કે નવી જોગવાઇ મુજબ સરકારનું ફુડ વિભાગ અમને સુચના આપે પછી જ અમે ફુડ સેફટી એક્ટ હેઠળ કેસ દાખલ કરી શકીયે તેમ હોવાથી નવા કેસ નોંધાતા નથી.

બજારમાં મળતી ખાધ ચીજ-વસ્તુઓ ગુણવતા સભર અને ચોખ્ખી મળી રહે તે માટે અમલમાં લવાયેલા નવા ફુડ સેફટી એક્ટને કારણે ફુડ વિભાગે જાણે ફુડ ચેકિંગની કામગીરી જ ઠપ્પ કરી નાંખી છે. સરકાર પર આંગળી ચિંધતા આરોગ્ય ખાતાના અધિકારીઓ કેટલા ચોખ્ખા છે તે આ શહેરના લારીવાળાથી માંડીને હોટલ-રેસ્ટોરન્ટવાળા સારી રીતે જાણે છે.

અગાઉનાં ફુડ એક્ટમાં ઘણા છીંડા હતા. જેથી ખાણીપીણીનાં વેપારીઓ ગ્રાહકોને નબળી ગુણવતાની ચીજો પધરાવીને છટકી જતા હતા પરંતુ નવા એક્ટમાં ખાણી પીણીની લારીઓથી માંડીને હોટેલોને આવરી લેતી અનેક જોગવાઇઓ છે. આ એક્ટનું કડક પાલન થાય તો શહેરવાસીઓને લારીઓ પર પણ સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ મળી રહે. પણ સુરતમાં કડક પાલનની વાત તો દુર પણ એક્ટનો જ ઉલાળિયો થઈ ગયો હોય તેવી સ્થિતિ છે જેના કારણે પ૦ લાખની વસતિમાંથી એટલીસ્ટ ૩૦ લાખ લોકો તેમના પેટમાં કદાચ ટેસ્ટી ખોરાક પધરાતા હશે પરંતુ હેલ્ધી નહીં.
ફૂડ શેફ્ટી એક્ટનો ઉલાળિયો: માત્ર ૧૦ ઈન્સ્પેકટરોના હવાલે લાખો લોકોનું આરોગ્ય
શહેરની વસ્તી ૪૦ લાખની છે. અહીં ૫૦૦૦થી વધુ લારીઓ પર ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. પણ ધારાધોરણ જળવાતા નથી.
શહેરમાં ૨૫થી વધુ જગ્યા પર જાહેર રસ્તા પર ખાઉધરા ગલીઓ ધમધમે છે. જ્યાંની તમામ લારીઓ પર સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળે છે.
હોટલ અને નાના મોટાં રેસ્ટોરન્ટ મળી ૧૦૦૦ જેટલી સંસ્થાઓમાં ખાણીપીણીનો ધંધો ચાલે છે. મોટાભાગની રેસ્ટોરાંમાં નિયમો પળાતા નથી.
બેકરી, ડેરી અને કરિયાણા સ્ટોર્સ વગેરે સહિત ૧૨ હજારથી વધુ સંસ્થાઓ ખાણીપીણીને લગતા વ્યવસાય સાથે જોડાયેલી છે.
આ તમામના મોનિટરીંગ માટે પાલિકાના ફુડ વિભાગમાં માત્ર એક ચીફ ફુડ ઈન્સ્પેકટર અને માત્ર ૯ ફુડ ઈન્સ્પેકટરો કામ કરી રહ્યા છે.
આ ઈન્સ્પેકટરો કોઈની ફરિયાદ મળે ત્યારે અથવા તો પોતાના મૂડ પ્રમાણે ચેકિંગ કર્યા કરે છે. તેમાં વાસ્તવિક કામગીરી ક્યાંય દેખાતી નથી.
૫૦ હજારની વસ્તીએ એક ફૂડ ઈન્સ્પેકટર જરૂરી
ખરેખર તો પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ, ૧૯પ૪ની જોગવાઈ મુજબ પ૦ હજારની વસ્તીએ એક ફુડ ઈન્સ્પેકટર હોવો જોઈએ. પરંતુ શહેરની સ્થિતિ જોઈએ તો ચાર લાખની વસ્તીએ એક ફુડ ઈન્સ્પેકટર છે અને સરેરાશ એક ઈન્સ્પેકટરના ભાગે ૧૨૦૦ જેટલી સંસ્થાઓના મોનિટરિંગની જવાબદારી છે.
લારી-ગલ્લાઓ પર મળતા વડાપાઉં, દાબેલી જેવી ફાસ્ટફુડ આઈટમોમાં ૧૨૫ના પ્રતિ કિલોના ભાવે મળતા બટરનો ઉપયોગ થાય છે.
ડેરીઓમાં ૧૫૦થી માંડીને ૨૦૦ રૂપિયા કિલો ભાવે મળતું ઘી ભેળસેળયુકત હોય છે. આ બાબતે તંત્ર ક્યારેય કડક બન્યું નથી. કેરીની સિઝનમાં ઠેકઠેકાણે શરૂ થતા કેરીના ગોડાઉનોમાં કાર્બાઇડથી પકવાયેલી કેરીઓ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે.
રસ્તાઓ પર જયુસ સેન્ટરોમાં ૫ રૂપિયાનો ભાવે એક ગ્લાસ ભરીને કેરીનો રસ મળે છે તે ભેળસેળયુકત હોય છે.શહેરમાં બહારના રાજ્યમાંથી આવતું દૂધ પણ સિન્થેટીકથી બનાવાયેલું હોય છે. તેમ છતાં તેની પર નજર રાખનાર કોઈ નથી.મરચામાં અને મરી મસાલાઓમાં પણ કલર કેમિકલ અને લાકડાની ભૂકી નાંખીને વર્ષોથી ભેળસેળ થઈ રહી છે છતાં તંત્ર લાપરવાહ. લોકોમાં જાગૃત્તિ માટેના કોઈ જ પ્રયાસો નહી...
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટની જોગવાઈઓથી લોકો માહિતગાર થાય એ જરૂરી છે. જોકે, આ દિશામાં મહાનગરપાલિકા દ્વારા અધૂરા જ પ્રયાસ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં માંડ ત્રણ વર્કશોપ થયા છે.
દસ માહિનામાં ૧૧૧ સેમ્પલો ફેલ, છતાં સરકારે એક પણ કેસ દાખલ કર્યો નથી
આમ પણ સુરત મહાનગર પાલિકાના ફુડ વિભાગની કામગીરી પર હંમેશા આક્ષેપો થતા રહ્યા છે. ચાલીસ લાખની વસ્તી ધરાવતા શહેરમાં દર વર્ષે ફુડના ૧પ થી ૨૦ કેસો જ મ્યુનિસપિલ કોર્ટમાં દાખલ થાય છે. પરંતુ નવો ફુડ સેફ્ટી એક્ટ પ/૮/૨૦૧૧થી અમલમાં આવ્યા બાદ તો હજી સુધી એક પણ કેસ કોર્ટમાં દાખલ થયો નથી. આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ નવા એક્ટના અમલ બાદ પ્રથમ છ માસ તો કાયદાને સમજવામાં ગયા અને ત્યારબાદ ત્રણ માસમાં વિવિધ વિસ્તારોમાંથી ૬૯૧ ખાદ્ય ચીજ વસ્તુના સેમ્પલ લેવાયા. તેમાંથી ૧૧૧ સેમ્પલો ફેઈલ હોવાનું જણાયું. નવા નિયમ પ્રમાણે આ સેમ્પલોની વિગત ગાંધીનગર ફુડ સેફ્ટી કમિશનરને મોકલવાની હોય છે. પાલિકાના ફુડ વિભાગે અત્યાર સુધીમાં આ ૧૧૧ પૈકી માત્ર ૩૦ નમૂનાની વિગતો ગાંધીનગર મોકલી છે અને હજી સુધી એક પણ કિસ્સામાં કેસ દાખલ કરવા નિર્ણય લેવાયો નથી. લો... ફૂડ વિભાગની સૂચના મળે પછી જ અમે કેસ કરી શકીશુંમનપાના ચીફ ફુડ ઈન્સ્પેકટર કે.જી.પટેલ સાથે વાત  શહેરમાં ધમધમતી ખાણીપીણીની સંસ્થાઓ સામે કેસ કેમ થતા નથી
અમે વખતો વખત ચેકિંગ કરીએ છીએ, નમૂના ફેઈલ થાય તેની જાણ હવે ગાંધીનગર ખાતે કરવી પડે છે.
છેલ્લા દસ મહિનામાં એક પણ કેસ દાખલ કેમ કરવામાં નથી આવ્યો
અમે લીધેલાં નમૂનાઓ પૈકી ૧૧૧ સેમ્પલ ફેઈલ થયા છે તેમાંથી ૩૦ ની વિગતો ગાંધીનગર ખાતે ફુડ સેફ્ટી કમિશનરને મોકલી દીધી છે. તેમની સુચના મળે પછી જ અમે કેસ દાખલ કરી શકીએ.
ફૂડ સેફ્ટી એક્ટની જોગવાઈઓ કાગળ પર જ ...ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ અમલમાં આવ્યો એ પહેલાં પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ, ૧૯૫૪ અમલમાં હતો. આવા જુદા જુદા આઠ કાયદા હતા. જેને એક કરીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો. આ કાયદાની જોગવાઈઓ ...
૧ ૧૨ લાખથી વધારે ટર્નઓવર ધરાવતાં ફૂડ સેન્ટર્સે લાઇસન્સ મેળવવાનું રહે છે.
૨ આ કાયદામાં લારી-ગલ્લાં પેટી ફૂડ આ‹પરેટર તરીકે ઓળખાશે.
૩ ભોજન બનાવનારે હાથમાં ગ્લોવ્ઝ, કેપ અને એપરન પહેરવું પડશે.
૪ બનાવનારો બિમાર ન હોવો જોઈએ. તેને કોઈ ચેપી રોગ તો ન જ હોવો જોઈએ.
૫ ભોજન સ્વચ્છ વાતાવરણમાં બનાવવું જોઈએ.
૬ ધૂળ ઊડતી હોય કે ગટર હોય તો એની આસપાસ ભોજન ન બનાવવું.
૭ લારી-ગલ્લા પાસે કેબિન હોવી જોઈએ અને એમાં જ ગ્રાહકોને જમાડવા જોઈએ.
૮ વેસ્ટને સોલિડ વેસ્ટ વેહિકલમાં નાંખવો પડે.
૯ ૧૨ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા લારી-ગલ્લાઓએ ફરજિયાત પાલિકામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે.
૧૦ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પણ હાઇજેનિક હોવી જોઈએ.
૧૧ ફૂડ બનાવનારા ગમે ત્યાં થૂંકી શકશે નહીં, ખંજવાળી શકશે નહિ કે ધૂમ્રપાન પણ નહિ કરી શકે.
૧૨ તમામ કાચો માલ સ્ટાન્ડર્ડ હોવો જોઈએ.
૧૩ બોરિંગના પાણીથી ભોજન ન બનાવવું જોઈએ.
૧૪ ર્કોપોરેશનના પાણીમાં કલોરિનની ટેબ્લેટ હોવી જોઈએ.

૧૫ વેસ્ટ ગમે ત્યાં ન ફેંકવો જોઈએ. આ તમામ બાબતોના ધારાધોરણો યોગ્ય અમલ થવો જોઈએ.
સજાની જોગવાઈ
આ કાયદાના ભંગ બદલ એક રૂપિયાથી માંડીને ત્રણ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. ભેળસેળયુકત ભોજનથી કોઈનું મૃત્યુ થાય તો જનમટીપ પણ થઈ શકે છે.
અમલ કોણે કરાવવાનો છે?
રાજ્ય સરકારે અત્યારે મહાનગરપાલિકાને કામગીરી સોંપી છે. સરકારે ડેપ્યુટી કમિશનર (હેલ્થ એન્ડ હા‹સ્પિટલ) હેમંત દેસાઈની ડેઝિગ્નેટેડ ઓફિસર તરીકે નિમણૂક કરી છે.

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top