Workshop / Conference on bloggers by UNICEF
Happy to share my experience on my blog

Recap on second day begin 

ગુજરાત યુનિસેફ દ્વારા તારીખ ૨૨-૨૩ એપ્રિલના દિવસોમાં રાજ્યના જુદી-જુદી ફિલ્ડ સાથે જોડાયેલા બ્લોગર્સ માટે કોન્ફરન્સનું આયોજન હાથ ધરાયેલ. અમદાવાદ સ્થિત હોટલ ફર્નમાં બે દિવસ ગુજરાત અને રાજ્ય બહારના કેટલાંક બ્લોગર્સ એક બીજા સાથે સહ ચિંતન કરી બ્લોગ દ્વ્રારા સમાજમાં અવેરનેસનું કાર્ય સુયોગ્ય રીતે કરે તેમજ ટેકનોલોજીના ઉપયોગથી સારી બાબતોનો ઝડપી પ્રચાર અને પ્રસાર થઇ શકે તે આ વર્કશોપનો ઉદ્દેશ્ય હોઈ શકે !
ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ અર્થાત ૨, ઓક્ટોમ્બર ૨૦૦૮ રાત્રે ધોરણ સાત અંગ્રેજી પાઠ્યપુસ્તક લેખન કાર્ય શિબિરમાં GCERT, ગાંધીનગર ખાતે મળેલ. રાત્રે હલાવી પળોમાં ભાઈ શ્રી રાકેશભાઈ પટેલ, શિક્ષક શ્રી nvndsrસાથે રાત્રે એમજ ચર્ચા કરતાં-કરતાં બ્લોગ અંગે ચર્ચા ખુલી. તેઓએ તે સમયગાળામાં જ તેમનો બ્લોગnvndsr.blogspot.com પબ્લીશ કરેલ. કદાચ રાજ્ય ખાતે શિક્ષક માટે કે કોઈ શાળાનો આ પ્રથમ બ્લોગ હશે. તેમણે મને પણ બ્લોગ બનાવવા કહ્યું. એ સમયે હું ટેકનીકલ સાઉન્ડ નહોતો. મેં તેઓને જ મારો બ્લોગ બનાવી આપવા કહ્યું. તેમણે મારો બ્લોગ બનાવ્યો. અને મારી સફર એક નવીજ દુનિયામાં શરુ થઇ. મેં સમયાંતરે કેટલાંક ઉદ્દેશ્યો જેવાંકે, અમારા ક્લસ્ટરની શાળાઓ દ્વારા
કરવામાં આવતાં પ્રયોગો, શિક્ષક - વિદ્યાર્થીના શ્રેષ્ઠ કાર્યનોપરિચય,
મારી શાળાકીય માસિક મુલાકાત અને અહેવાલ,
પ્રોજેક્ટ-પ્રયોગને અનુસંધાનિક બાબતો, મારી શાળા મુલાકાત દરમિયાન જોયેલ બાબતો,
રાજ્ય, જીલ્લા કે બ્લોક કક્ષાએથી કરવામાં આવતા નવતર પ્રયોગો,
સંપર્કમાં આવેલ આગવા અનોખા વ્યક્તિત્વ વિષે અભિપ્રાય અથવા પરિચય લેખ,
જોવા મળેલ શૈક્ષણિક બદલાવ, ક્લસ્ટર કક્ષાએથી મળેલ પ્રેરણા પ્રોત્સાહન,
તાલીમના અનુભવો, શિક્ષકદ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ કે સહયોગ,
પસંદિત વિડીઓ ક્લિપ્સ, સ્વાનુભવ બાબતો વિગેરે જેમાંથી મને શીખવા મળે છે
તે બધું બ્લોગમાં અપડેટ કરવાનું શરુ કર્યું. હું માનું છું કે જે જીવંત છે તે જ શિક્ષક છે. શિક્ષક હંમેશા જીવંત જ હોય અને તોજ તે શિક્ષક કહી શકાય. જીવંત વ્યક્તિ જ હંમેશા શીખતા રહે છે. આથી જ મેં મારા બ્લોગનું નામ આપ્યું, જીવંત શિક્ષક. આ બ્લોગ શરુ કર્યો ત્યારે કલ્પના પણ નહોતી કે મારો આ નવતર પ્રયોગ મને યુનિસેફ દ્વારા પસંદિત શ્રેષ્ઠ બ્લોગર્સની યાદીમાં મૂકી શકશે.!! આ માટે હું યુનિસેફ સાથે સાથે મને સતત પ્રોત્સાહિત કરનાર મારા સૌ શિક્ષક મિત્રો, ભાઈ શ્રી રાકેશભાઈ પટેલ અને ભાઈ શ્રી ભાવેશભાઈ પંડ્યાનો આભારી છું.
યુનિસેફ દ્વારા યોજાયેલ આ કોન્ફરન્સમાં અમને બ્લોગની ટેકનોલોજી અંગે સમજણ આપવામાં આવી. એક એવું ક્રિયેટીવ ગૃપ યુનિસેફના માધ્યમે બન્યું જેના કારણે સારી બાબતોનો પ્રચાર-પ્રસાર સરળતાથી કરી શકાશે.
આ વર્કશોપમાં જુના મિત્રો પૈકી શ્રી ભાવેશભાઈ પંડ્યા, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ ઝાપડિયા અને શ્રી મિનેશભાઇ વાણંદ સાથે બે દિવસ ગાળવાનો મોકો મળ્યો તો શ્રી મૌલિકભાઈ (પાટણ), શ્રી મનીષભાઈ (ખેડા), શ્રી સુખદેવભાઈ (ભાવનગર), શ્રી બળદેવભાઈ પરી (જુનાગઢ) જેવાં શિક્ષણક્ષેત્રના મિત્રો, ડૉ મૌલિકભાઈ શાહ (બાળકોના ડોકટર), શ્રી મનીષભાઈ (જર્નાલીસ્ટ) , શ્રી દિનેશભાઈ સોલંકી (ડોક્યુમેન્ટરી ડાયરેક્ટર) જેવાં અન્ય ક્ષેત્રના મિત્રો મળવાનું સદભાગ્ય સાંપડ્યું. આ વર્કશોપમાં જરૂરી કેટલીક ટેકનીકલ બાબતો જાણી. સાથે સાથે શ્રી ભાવેશભાઈ દ્વારા RTE અંગે બારીકાઇથી જાણ્યું. શ્રી રાકેશભાઈએ તેમની શાળામાં થતાં નવતર પ્રયોગો અંગે માહિતગાર કર્યા તો મને મારા બ્લોગ અગે તમામ બાબતો રજુ કરવાની તક મળી. મારા બ્લોગ અંગેના અનુભવો, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના અંતે થયેલ પ્રશ્નોત્તરી મારા બ્લોગ-બ્લોગનું કન્ટેન્ટ અને મારા સાથી શિક્ષક મિત્રોનો પુરુષાર્થ યોગ્ય દિશામાં છે તે અંગે આત્મ સંતોષ આપતો. સતત કાર્યરત રહેનાર, સતત વ્યસ્ત રહેનારને એક બ્લોગ લખવા માટે વધારાનો ૨૫મો કલાક શોધવો અઘરો છે પરંતુ આ ૨૫મા કલાકનો ઉપયોગ યોગ્ય દિશામાં જ છે તે UNICEFના માધ્યમે સાર્થક થતું જણાયું. સાચું કહું તો હું મારા બ્લોગને આ બે દિવસોમાં વધુ નજીકથી જાણી શક્યો. આ બંને દિવસોમાં સોસીયલ મીડિયા દ્વારા પ્રચાર અને પ્રસાર અંગે જાણવા મળ્યું. છેલ્લાં બે-ત્રણ વર્ષોથી Twitter અંગે સંભાળતા, કેટલાંક મિત્રો ટ્વીટ કરવા પણ કહેતાં પરંતુ Twitter નું મહત્વ સમજી ટ્વીટર પર ટ્વીટ કરવાનું શરુ કર્યું આ વર્કશોપથી. Twitter એ એક મજાની સોસીયલ મીડિયા એપ્લીકેશન છે તે અનુભવના અંતે સમજી શકાયું. આપ Twitter પર હોવ તો જરૂરથી આપણે Twitter માધ્યમે જોડાઈ શકીશું, આ માટે આપ Twitter પર જઈ મારી સાથે જોડાઈ શકો છો.
UNICEF Gujarat State Office, Communication Officer, Moumita Dastidar દ્વારા સરળતાથી સૌને સાથે રાખી સફળ વર્કશોપનું આયોજન કેવી રીતે કરાય તે શીખી શક્યો. સરકારી તંત્રમાં રહીને પણ શ્રેષ્ઠ કાર્ય કરી શકાય તે ડૉ મૌલિક શાહ (બાળકોના ડોક્ટર, જામનગર) દ્વારા શીખી શક્યા તો પત્રકારત્વમાં રહી નિષ્પક્ષ, નીડરતાથી પોતાના અનુભવો સમાજ સમક્ષ કેવી રીતે પહોંચાડવા, સમાજમાં નવચેતના, જન જાગૃતિ માટે કરી શકાય તેવા કાર્યો આ બે દિવસમાં શીખી શક્યા.
મારા બ્લોગમાં Innovative bloggers page પર આપ મુલાકાત લઇ અન્ય બ્લોગર્સ વિષે જાણી શકો છો, અન્ય બ્લોગ્સની મુલાકાત મેળવી આપ જ્ઞાન વૃદ્ધિ કરી શકો છો.
UNICEF દ્વારા આયોજયેલ આ કોન્ફરન્સ દ્વારા ઘણા નવા અનુભવો મળ્યા જેના દ્વારા આગામી સમયમાં સારું બ્લોગીંગ કરી શકાશે.
અહી કેટલાંક ફોટોગ્રાફ્સ આ કોન્ફરન્સને ફરી જીવંત બનાવવા માટે...

Posted 26th April by Ketan Thaker

Quality Assured

૨૨-૨૩ એપ્રિલ એક નવાજ પ્રકારના અનુભવ આપતા દિવસો રહ્યા. ગુજરાત યુનિસેફ દ્વારા રાજ્યના જુદી-જુદી ફિલ્ડ સાથે જોડાયેલા બ્લોગર્સ માટે કોન્ફરન્સનું આયોજન હાથ ધરેલ. અમદાવાદ સ્થિત હોટલ ફર્નમાં બે દિવસ ગુજરાત અને રાજ્ય બહારના કેટલાંક બ્લોગર્સ એક બીજા સાથે સહ ચિંતન કરી બ્લોગ દ્વ્રારા સમાજમાં અવેરનેસનું કાર્ય સુયોગ્ય રીતે કરે તેમજ ટેકનોલોજીના ઉપયોગથી સારી બાબતોનો ઝડપી પ્રચાર અને પ્રસાર થઇ શકે તે આ વર્કશોપનો ઉદ્દેશ્ય હોઈ શકે ! આ વર્કશોપ વિષે અલગથી#UNICEFbloggersconnect પોસ્ટ લખેલ છે. અહી અમને જે હોટલમાં નિવાસ વ્યવસ્થા કરેલ તે અંગે મારા કેટલાંક અનુભવો આપની સાથે શેર કરું.
યુનિસેફ દ્વારા અમારા સૌની રહેવાની વ્યવસ્થા પ્રહલાદનગર રોડ પર આવેલ હોટલ ફોર્મુલા 1 માં કરેલ. હોટલમાં પ્રવેશતાં તેના નામ સાથે એક પંચ લાઈન અર્થાત હોટલનું સ્લોગન લખેલ જે હતું, “Rest Assured”. હોટલની દીવાલો,લીફ્ટ, પેસેજ કે લગેજ ટ્રોલી હોટલના નામ સાથે “Rest Assured” લખેલ આપણને જરૂર જોવા મળે. આ હોટલમાં રીસેપ્શન પર કામ કરતાં ભાઈને અમે પૂછ્યું તો તેઓએ સસ્મિત અમને જવાબ આપ્યો કે, ‘સર,અમારા ગ્રાહક અહી આરામ માટે આવે છે અને તેઓને આરામ આપવો તે જ અમારુ લક્ષ્ય છે. અમે હંમેશા અમારા ગ્રાહકોને તેઓ જ્યાં હોય ત્યાં કમ્ફર્ટ મળી રહે તેવા પ્રયત્નો કરીએ છીએ.’ તેઓની વાત પણ સાચી હતી. હોટલનો રૂમ, વેઈટીગ લોન્જ, રીફ્રેસમેંટ પ્લેસ, બધું જ કમ્ફર્ટેબલ. જમવાના ટેબલ પર કેરમ, ચેસ કે અન્ય ટેબલટોપ ગેમ્સ મુકેલ જેથી આવનાર વ્યક્તિ હળવા બની શકે.

અમારા આ વર્કશોપમાં અમારી સાથે પાઠ્યપુસ્તક લેખન સાથે સંકળાયેલ શ્રી ભાવેશભાઈ પંડ્યા અને શ્રી રાકેશભાઈ પટેલ અને EDUSAFAR NA કમલેશભાઈ પણ ઉપસ્થિત હતાં. આગામી સત્રથી નવા પાઠ્યપુસ્તકો અમલી થનાર છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાઠ્યપુસ્તક, પદ્ધતિ કે અન્ય રીતે આપણે નવતર પ્રયોગો કરીએ છીએ પરંતુ પરિણામ આજે પણ ...!!!???
આપણે પુસ્તક પર ક્વોલીટી એસ્યોર્ડ, એજ્યુકેશન એસ્યોર્ડ ન લખી શકીએ ? જે વાલી આપણા પુસ્તકો હરખથી પોતાના સંતાનોને શિક્ષણ અર્થે આપે છે તે પુસ્તકોમાં એવું તેજ ણ પૂરી શકાય કે જેના ઉપયોગથી ગુણવત્તા મળેજ...મળે...!!
આપણે આપણી શાળાઓના દરવાજા પર ‘Quality Assured’ ક્યારે લખી શકીશું ? એવા પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા માટે અનેક પ્રકારે પ્રયત્નો થતાં હોવા છતાં પરિણામ દુઃખદ જોવા મળે છે. ૨૦૦૨ થી આજ દિન સુંધી શાળાઓમાં વાંચન-લેખન અને ગણન સુધારણા/અભિવૃદ્ધિ માટે પ્રયત્નો ચાલુ છે... આપણે જાણીએ છીએ કે જે વિદ્યાર્થીઓ ધોરણ ૪ માં વાંચન લેખન કે ગણણમાં નબળા હોય તે વિદ્યાર્થીઓ રેમેડીયલ વર્ક પછી વાંચન, લેખન અને ગણન માટેની અપેક્ષિત ક્ષમતા હાંસલ કરી લે છે અને પછીના વર્ષે ફરી એજ વિદ્યાર્થી ???
કેટલાંક મિત્રો સાથે ‘Quality Assured’ દરેક શાળા ક્યારે અમલી કરી શકે તે માટે કેટલાંક સૂચનો મળેલ, જેનો અમલ કદાચ અત્યારના સંજોગોમાં શક્ય લાગતો નથી પરંતુ અશક્ય પણ નથી.
૧. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંનેમાં કામ કરતાં દરેક સરકારી કર્મચારીએ ફરજીયાત પોતાના સંતાનોને તેમજ પોતાના આશ્રીતના સંતાનોને સરકારી શાળામાંજ અભ્યાસ માટે મુકવા.
૨. જે વિદ્યાર્થી સતત ગેર હાજર રહે અથવા જે વિદ્યાર્થીની ૮૦% (અથવા નક્કી થયા મુજબ) હાજરી ન હોય તે વિદ્યાર્થીના વાલીને મળતા તમામ સરકારી લાભો બંધ કરવા.
૩. જે વાલી પોતાના સંતાનને શાળાએ ન મોકલે (દાખલ ના કરે) તે વાલીને મળતાં તમામ સરકારી લાભો બંધ કરવા તેમજ કાનૂની કાર્યવાહી કરવી.
૪. જે શાળાનું પરિણામ ૮૦% (અથવા નક્કી થયા મુજબ) થી ઓછું હોય તે શાળાના તમામ શિક્ષકો, અથવા જે વર્ગનું પરિણામ ઓછું હોય તે વર્ગના શિક્ષક માટે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી શકાય.
૫. જે શિક્ષક સતત શાળા બહાર અન્ય (સરકારી કે પોતાની) કામગીરીમાં જોડાયેલ રહેતાં હોય તેમની સામે જરૂરી પગલાં લેવા.
૬. શિક્ષકોની કામગીરીની સમિક્ષા નિયમિત થાય અને તેના કામની ગુણવત્તાના આધારે જ ઇન્ક્રીમેન્ટ તેમજ અન્ય લાભો આપવા.
૭. મોનીટરીંગ સીસ્ટમ ગુણવત્તાયુક્ત, તટસ્થ અને અસરકારક બનાવવું તેમજ મોનીટરીંગમાં જોવા મળેલ બાબતો પર તુરંત પગલાં ભરવા.
૮. જે શિક્ષકો સારું કાર્ય કરે તે શિક્ષકોને પ્રોત્સાહિત કરવા.
૯. શિક્ષકોની સાચી તકલીફોની નોંધ લેવી તેમજ તેના નિરાકરણ માટે કામગીરી હાથ ધરાવી.
૧૦. દરેક શિક્ષકોની માસાંતે કાર્ય માટે રીવ્યુ બેઠક રાખવી તેમજ રીવ્યુ નોંધ રાખવી.
૧૧. સી.આર.સી., આચાર્ય, કેળવણી નિરિક્ષકની રીવ્યુ બેઠક દર મહીને રાખવી.

કેટલાંક મિત્રો સાથે થયેલ ચર્ચા મુજબ આટલું કરવામાં આવે તો જરૂરથી પરિણામ મળી શકે. જોકે આ કાર્ય હાથ ધરવું અઘરું હોઈ અંતે દોષનો પોટલો શિક્ષકોને જ આપવામાં આવે છે. આ બાબતો હાલ પુરતી અશક્ય હોઈ આપણે જ્યાં છીએ ત્યાં ‘Quality Assured’ માટે પ્રયત્નો હાથ ધરવા. જો એક હોટલ પોતાના ત્યાં રહેનાર ગેસ્ટ માટે “Rest Assured” કહી શકે, જો કોઈ કાપડનો વેપારી કાપડ જે મિલ માંથી બની આવેલ છે તે મીલના માલિક કે બનાવનાર ને ન જાણવા છતાં તે કાપડ માટે ગુણવત્તા અંગે ગેરેંટી આપી શકે તો આપણી શાળામાં આપણી સાથે આઠ વર્ષ રહેનાર વિદ્યાર્થી માટે આપણે કોઈ ગેરંટી ન આપી શકીએ ???
Posted 26th April by Ketan Thaker
CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top