આ નાનકડા પાનની ખાસિયત+લાભ જાણશો તો ચોક્કસ અપનાવશો......


ભારતીય વ્યંજનોમાં જેટલા મસાલા ઉપયોગ કરવામાં આવે છે, તે શરીરમાં ઔષધી તરીકે કાર્ય કરે છે. આમાં એવી પણ કેટલીક વસ્તુઓ છે જેને ભોજનમાં નાખવાથી મસાલાથી થનારી તકલીફોને દૂર કરી શકાય છે. તેમાંથી જ એક છે મીઠો લીમડો.


ભારતના ભોજનમાં સ્વાદ વધારવા માટે સદીઓથી મીઠો લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને કઢી અને દાળમાં વઘાર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભોજનમાં તે જેટલો ઉપયોગી છે તે જ રીતે ઔષધી તરીકે પણ એટલો જ સ્વાસ્થ્યવર્ધક છે. જેથી આજે અમે તેના કેટલાક અજાણ્યા ગુણો અને ફાયદાઓ વિશે તમને જણાવીશું. a


આગળ જાણો કઈ રીતે રોગોમાં ઉપયોગી છે

 મીઠો લીમડો.100 ગ્રામ મીઠા લીમડાના પાનમાં 66.3 ટકા ભેજ, 6.1 ટકા પ્રોટીન, 1 ટકા ચરબી, 16 ટકા કાર્બોહાઈડ્રેટ, 6.4 ટકા ફાઈબર અને 4.2 ટકા મિનરલ જોવા મળે છે. જે પેટ માટે અત્યંત ફાયદાકારક હોય છે. 


- ડાયાબિટિસના રોગી સતત ત્રણ મહિના સુધી મીઠા લીમડાના પાનને રોજ સવારે ખાય તો બહુ ફાયદો થાય છે. મીઠો લીમડો સ્થૂળતાને ઘટાડવાની સાથે ડાયાબિટિસને પણ દૂર કરે છે. 


- મીઠો લીમડાના પાન આપણી આંખોની જ્યોતિ વધારમાં પણ અત્યંત ફાયદાકારક હોય છે. સાથે જ આંખમાં આવતા મોતિયાની સમસ્યાને પણ દૂર કરે છે. 


મીઠો લીમડો સ્થૂળતા ઘટાડવામાં તો પ્રભાવશાળી છે જ સાથે તેની પાંદડીનો ઉપયોગ પણ હર્બલ ઉપચાર માટે કરવામાં આવે છે. દરરોજ મીઠો લીમડો ખાવાથી વધતાં વજનને નિયંત્રણમાં લાવી શકાય છે. 


- મીઠા લીમડાની એક અન્ય ખાસિયત એ છે કે તેને ખાવાથી પેટ સંબંધી દરેક બિમારીઓ નિયંત્રણમાં આવી જાય છે. તેના નિયમિત સેવનથી પાચનશક્તિ પણ મજબૂત બને છે.


પેટમાં ગડબડ થઈ હોય તો મીઠા લીમડાને વાટીને છાશમાં મિક્ષ કરીને ખાલી પેટે લેવાથી આરામ મળે છે. આ સિવાય મીઠા લીમડાના રસમાં લીંબૂનો રસ મિક્ષ કરી થોડી ખાંડ મિક્ષ કરી પણ લઈ શકો છો. 


- જો તમારા વાળ ખરી રહ્યા હોય અથવા અચાનક સફેદ થવા લાગ્યા હોય તો મીઠા લીમડાનો ઉપયોગ ખાવામાં અવશ્ય કરવો અને જો તમને મીઠો લીમડો ન ભાવતો હોય તો તેનો પાવડર પણ બજારમાંથી લાવી શકાય છે

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top