સિંહણને સળી કરતો કોઈ પણને વિચલીત કરી દે તેવો વીડિયો, આપે જોયો?
man teasing Lioness in Gir Junagadh Video
રાજકોટ, 24 નવેમ્બર
છેલ્લા બે દિવસથી વોટ્સએપ અને ફેસબૂક પર વાઈરલ થયેલા સિંહણને હેરાન કરવાના વિડીયોની અસર હવે અધિકારીઓને થઈ છે.. અધિકારીઓએ વનવિભાગને તપાસના આદેશ આપ્યા છે. જંગલમાં સિંહણ સાથે અમાનુસી વર્તાવ થતો હોવાની વીડિયો ક્લિપિંગે વન્ય પ્રાણી પ્રેમીઓમાં ચિંતા પ્રસરી છે. જ્યારે વન વિભાગ પણ ઉંઘતુ ઝડપાયુ છે..
વન વિભાગ સતર્ક હોવાના દાવા કરી રહ્યું છે ત્યારે આ વીડિયો વનવિભાગની કામગીરી પ્રત્યે સવાલો ઉભા કરે છે. સિંહણ સાથે અમાનુષી હરકત કરવાની આ ઘટના અમરેલીના ધારીમાં બની હોવાનો અંદાજ છે.
વીડિયોમાં એક યુવક સૂતેલી સિંહણને છંછેડી રહ્યો છે, તેને લાકડી મારી હેરાન કરી રહ્યો છે. વનવિભાગનું કહેવું છે કે કદાચ બીમાર સિંહણ સાથે આ હરકત થઈ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ માટે આ જોખમી હરકત છે.
આ મામલે વન પર્યાવરણ મંત્રી મંગુ ભાઈ પેટલે પણ આકરા પગલાં લેવાનાં આદેશ આપ્યાં છે તેમજ વન વિભાગને આ જોખમ કરનારા અવળચંડા યુવકની શોધ આરંભી છે.
ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT