19 October Pandurang Shastri Athavale
મનુષ્ય ગૌરવ દિન
Swadhyaya Parivar
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે.મરાઠી ભાષામાં "દાદાજી" શબ્દનો અર્થ થાય "મોટાભાઈ".
પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.
પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ (Ramon Magsaysay Award), ટેમ્પલટન પુરસ્કાર (Templeton Prize for Progress in Religion, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મ વિભૂષણ, એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે. એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે.મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન, જે દર વર્ષે [૧૯મી ઓક્ટોબર]]ના દિવસે મનાવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવાર આ દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવે છે. પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે "માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે". આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલા વચનને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે, सर्वस्वचाहम हदयीसन्निविष्टो (અર્થ : હું પ્રાણીમાત્રના હદયમાં બિરાજમાન છું) તેથી માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ. આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન.
સ્વાધ્યાય પરિવાર આ દિવસને વિશેષ રૂપે ઊજવે છે. આ દિવસોમાં ભકિતફેરીનું આયોજન કરવામાં આવે છે જેને મનુષ્ય ગૌરવદિન ની ભકિતફેરી તરીકે ઓળખવામાં આવે છે.
1988 - Part 1 - Dadaji at Utsav Celebration, Calcutta India
nice job
જવાબ આપોકાઢી નાખોjay siya ram
jay yogeshwar