ગેજેટ ડેસ્કઃ

સરળ અને ઝડપથી યૂઝ કરી શકાતું ગુગલ ક્રોમ યૂઝર્સની પહેલી પસંદ બની ગયું છે. મોટાભાગના ઇન્ટરનેટ યૂઝર્સ ગુગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરો છે. ક્રોમ એકદમ સરળ છે એનો મતલબ એ નથી કે તેના ફિચર્સ નથી. ક્રોમમાં કેટલાક એવા ફિચર્સ છે જે બ્રાઉઝરને વધારે દમદાર બનાવે છે. અમે તમને બતાવીએ છીએ એવા 9 એક્સ્ટેન્શન, ટ્વીક અને શોર્ટકટ્સ જેનાથી ક્રોમ એક્સપીરિયન્સ બનશે વધુ સરળ.
1. ગ્રામરલી

ગુગલે ક્રોમમાં યૂઝર્સની સરળતા માટે ગ્રામરલી એક્સ્ટેન્શન આપ્યું છે. આની મદદથી યૂઝર સ્પેલિંગની ભૂલોને સુધારી શકે છે. ગ્રામરલીમાં ગ્રામરની ભૂલોને પકડવા બિલ્ટ ઇન સ્પેલ ચેકર છે, જેના ઉપયોગથી યૂઝર કોઇપણ મીમો કે ઇમેઇલને ગ્રામેટિકલ એરર વિના ટાઇપ કરી શકે છે. એટલે કે ગ્રામરલી માત્ર ભુલો જ નથી બતાવતું પણ તેને લગતો સાચો શબ્દ પણ સજેસ્ટ કરે છે. 
2. પૉકેટ

જ્યારે તમે ઓનલાઇન બ્રાઉઝીંગ કરતા હોય અને કોઇ સામે કોઇ સારી કન્ટેન્ટ સામે આવી જાય તેને તમે પછીથી જોઇ શકો છો. આ માટે તમારે બુકમાર્ક કરવાની જરૂર નથી. આ કન્ટેન્ટને પૉકેટ એક્સ્ટેન્શનથી સેવ કરી શકો છો. આ એક્સ્ટેન્શનથી સેવ કરેલી કન્ટેન્ટને તમે ગમેત્યારે વાંચી શકો છો. આની ખાસ વાત એ છે કે, સેવ્ડ યુઆરએલને તમે કોઇપણ ડિવાઇસમાં જોઇ શકાય છે. જોકે, આ ફેસિલિટી પૉકેટની ફ્રી iOS અને એન્ડ્રોઇડ એપ્સમાં પહેલાથી છે જ. 
3. મેઇલ ચેકર

મેઇલ ચેકર એક્સ્ટેન્શનથી તમે કોઇપણ મેઇલને ચેક કરી શકો છો. કોઇપણ મેઇલ જોવા માટે તમારા વારંવાર રિફ્રેશ કરવાની જરૂર નહીં પડે. ગુગલનું મેઇલ ચેકર એક્સ્ટેન્શન તમને આ ફેસિલીટી પ્રોવાઇડ કરે છે. જ્યારે પણ નવો કોઇ મેઇલ આવશે ત્યારે તે તમને એલર્ટ કરશે. 
4. એડબ્લૉકર પ્લસ અને એડબ્લૉકર

ક્રોમના આ બે એક્સ્ટેન્શન એડબ્લૉકર પ્લસ અને એડબ્લૉકર તમને પૉપઅપ્સ અને એડની માથાકુટમાંથી મુક્તિ અપાવશે. આ બન્ને એક્સ્ટેન્શન વેબસાઇટ્સ પરથી એડને બ્લોક કરી દે છે, આનો આઇકૉન ક્રોમ એડ્રેસબારમાં દર્શાવે છે, જેનાથી તમને ખબર પડશે કે કેટલી એડ બ્લૉક થઇ છે. સીબીએસ જેવી બીજી કેટલીક વેબસાઇટ્સ પર વીડિયો જોવા હોય તો પહેલા એડબ્લૉકરને ડિસેબલ કરવું પડશે. આ માટે આઇટન પર ક્લિક કરીને તેને ડૉમેઇન માટે એડ બ્લૉકિંગંને હંમેશા માટે ડિસેબલ કરી શકો છો.
5. વનટેબ 

ઘણીવાર ઓનલાઇન મલ્ટીટાસ્કિંગ કરવા આપણે ક્રોમમાં કેટલીય વિન્ડોઝ ખોલીએ છીએ. પણ કામ હોય છે એક ટેબનું જ. ત્યારે આ વનટેબ એક્સ્ટેન્શન તમને ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ એક્સ્ટેન્શન ટેબ્સને ઓર્ગેનાઇઝ કરે છે. આનાથી કરન્ટલી ઓપન બધી ટેબ્સને એક સિંગલ ટેબમાં રિપ્લેસ કરી શકાય છે. જો આ બધી ટેબ્સને ફરીથી ખોલવી હોય તો વનટેબમાં એક 'રીસ્ટોર ઓલ'નો ઓપ્શન પણ છે. જેની મદદથી બધી ટેબ્સ એકસાથે ખુલી જશે. આની સારી વાત એ છે કે, આનાથી સિસ્ટમની મેમરી ઓછી વપરાય છે અને બીજા ટાસ્ક હેન્ગ નથી થતા. 
6. સ્ટેફોકસ્ટ

કોઇ ટાસ્ક પર ફોકસ બનાવવો હોય તો સ્ટેફોકસ્ટ એક્સ્ટેન્શન બેસ્ટ ઓપ્શન છે. આ એક્સ્ટેન્શનને ડાઉનલોડ કરીને તમે એવી બધી વેબસાઇટ્સને બ્લોક કરી શકો છો જેના પર તમારું ધ્યાન બિન જરૂરી જતું હોય જેમ કે, ફેસબુક. એટલું જ નહીં આ વેબસાઇટ્સને બ્લૉક રાખવાનો સમય પણ સેટ કરી શકો છો. સ્ટેફોકસ્ટ ઇનેબલ હોય ત્યારે તમે ઇચ્છો તો પણ તે સાઇટ નથી ખોલી શકતા.
7. રીઓપન ક્લૉઝ્ડ ટેબ્સ 

ભૂલથી કોઇ ટેબ બંધ થઇ ગઇ હોય તો ગભરાવવાની જરૂર નથી. આ માટે રીઓપન ક્લોઝ્ડ ટેબ્સનો ઓપ્શનનો યૂઝ કરી શકો છો. વિન્ડોઝ યૂઝર્સ આ માટે Ctrl+Shift+T અને મેક યૂઝર્સ Cmd+Shift+T કીનો ઉપયોગ કરી શકે છે. આ કી- દબાવવાથી છેલ્લે બંધ થયેલી ટેબ રીઓપન થશે.
8. ક્રોમ રિમોટ ડેસ્કટૉપ 

ક્રોમ રિમોટ ડેસ્કટૉપ એક સિમ્પલ ટૂલ છે જેની મદદથી તમે તમારા કૉમ્પ્યુટર અને કન્ટેન્ટને રિમોટલી એક્સેસ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે તમારા ઘરેથી કોઇ ડિજીટલ ફાઇલ લાવવાની ભૂલ જાવ અને ઘરનું કૉમ્પ્યુટર ચાલું હોય અને ઇન્ટરનેટથી કનેક્ટ હોય તો ક્રોમ રિમોટ ડેસ્કટૉપથી ઓફિસના કૉમ્પ્યુટરને સિક્યોરલી લૉગીન કરી શકો છો. ગુગલના ક્રોમ રિમોટ ડેસ્કટૉપને iOS અને એન્ડ્રોઇડ એપ્સ પણ કહેવાય છે, જેને તમે મેક, પીસી અને મેકબુક્સ સાથે પણ કનેક્ટ કરી શકો છો.
9. મોમેન્ટમ

ક્રોમનું હૉમપેજ થોડુ બોરિંગ લાગે તેવું છે. પણ તમે મોમેન્ટમ નામના ફ્રી પ્લગઇનથી ડિસ્પ્લેમાં સુંદર બેકગ્રાઉન્ડ વૉલપેપર લગાવી શકો છો અને રોજ બદલાતા રહે છે. આ મોમેન્ટમમાં ટાઇમ, ઋતુ અને ડેશબોર્ડ પણ આવી જાય છે અને તેમાં તમારા રોજીંદા કામોનું લિસ્ટ રાખી શકો છો. આ સામાન્ય રીતે માઇક્રોસોફ્ટના બિંગ હોમપેજ જેવું છે.
by-http://www.divyabhaskar.co.in/

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top