Breaking News

આધાર કાર્ડ ખોવાય તો,ઓનલાઈન રેશનકાર્ડ કેમ મેળવવું

  શું તમારી પાસે આધાર કાર્ડ નથી?
- શું તમારું આધાર કાર્ડ ખોવાય ગયો છે?
- શું તમારું નામ નોંધાય ગયુ પણ આધાર કાર્ડ નથી આવ્યો?
ઉપરના કોઈપણ પ્રશ્નોથી તમે પરેશાન છો તો તેનું સમાધાન અહીં મુકેલ છે. તમે હવે ડાઉનલોડ કરો તમારું આધાર કાર્ડ ઓનલાઈન. બસ તમારે જોશે માત્ર આધાર કાર્ડ નંબર અથવા તેનો નોંધણી નંબર (એનરોલમેન્ટ નંબર).

→જાણો નીચેના સ્ટેપમાં કે ઓનલાઈન આધાર કાર્ડ કેમ ડાઉનલોડ કરશો?

સ્ટેપ 1 : સૌપ્રથમ https://eaadhaar.uidai.gov.in વેબ એડ્રેસ પર જાવ. તેના પર સીધુ જવા ઉપર લીંક પર ક્લિક કરો. ક્લિક કરતા નીચેના ફોટા જેવું પેજ ખુલશે.


સ્ટેપ 2 : ફોટા મુજબ એક ફોર્મ ખુલશે. તેમા સૌથી ઉપર આધાર કાર્ડના નંબર અથવા તે ન હોય તો એનરોલમેન્ટ નંબર તે બે માંથી એક પસંદ કરો.

સ્ટેપ 3 : ત્યારબાદ આધાર કાર્ડ નંબર અથવા એનરોલમેન્ટ નંબર નાખો. તેની નીચે તમે નોંધાવેલ હોય તે આખુ નામ દાખલ કરો.

સ્ટેપ 4 : તેની નીચે તમારે તમારા વિસ્તારનો પિનકોડ નંબર નાખવો પડશે અને તેની નીચે કોડ હશે તેને તેમાંથી જોઈને નીચે લખો.

સ્ટેપ 5 : હવે તમારો ચાલતો હોય તેવો મોબાઈલ નંબર નાખો. નીચે Get One Time Password પર હવે ક્લિક કરો.

સ્ટેપ 6 : તમારા નાખેલા નંબર પર ટેક્ષ્ટ મેસેજ આવશે. જે OTP (One Time Password) છે. તેને Enter OTP ના ખાનામાં લખો.

સ્ટેપ 7 : નીચે Validate & Download પર ક્લિક કરતા PDF ફાઈલમાં આધાર કાર્ડ બતાવશે. તેને સેવ કરો. કલર પ્રિન્ટ કાઢી લો.

ઓનલાઈન રેશનકાર્ડ કેમ મેળવવું તેની રીત દર્શાવેલ હતી. અહી આધાર કાર્ડમાં થયેલ ભૂલ સુધારવાની બે રીતો આપેલ છે.

-તો જાણો, કેવી રીતે સુધારશો આધાર કાર્ડમાં થયેલી ભૂલને નીચેના સ્ટેપમાં.

પહેલુ સ્ટેપ
http://uidai.gov.in વેબસાઇટ પર જઇને ‘આપકા આધાર’ લિન્ક પર ક્લિક કરો. નવા પેજ પર ડાબી તરફ નીચેની બાજુ ‘અપડેટ યોર આધાર ડેટા’ પર ક્લિક કરવું. અહીં દેખાશે કે તમે કઈ કઈ જાણકારી અપડેટ કરી શકો છો. નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું. પછી જે પેજ ખુલે તેના પર ‘સબમિટ યોર અપડેટ કરેક્શન’ પર ક્લિક કરવું.

બીજુ સ્ટેપ
→ એન્ટર યોર આધાર નંબરમાં તમારો આધાર નંબર નાંખવો. ટેક્સ્ટ વેરિફિકેશનમાં સ્પેશ્યલ કેરેક્ટર નાંખવો અને ઓટીપી પર ક્લિક કરવું. તેના આગળના પેજ પર મોંબાઇલ નંબર નાખવો. નીચે સ્પેશ્યલ કેરેક્ટર ટેક્સ્ટવાળી જગ્યા પર ટેક્સ્ટ નાંખવી અને ફરી ઓટીપી પર ક્લિક કરવું. તમારા મોબાઇલ પર ઓટીપીનો મેસેજ આવશે. તે તમને નક્કી કરેલ સ્થાન પર રહેલ બોક્સમાં ટાઇપ કરવાનો રહેશે. ત્યારબાદ તમે વેબસાઇટ પર લોગઇન થઈ જશો.

ત્રીજું સ્ટેપ
→ ડેટા અપડેટ પર ક્લિક કર્યા પછી પ્રોસેસ્ડ પર ક્લિક કરવું. જરૂરી દસ્તાવેજ અહીં અપલોડ કરવાના રહેશે. કન્ફર્મ પર ક્લિક કરવું. પછી બીપીઓ સર્વિસ પ્રોવાઇડર પર ક્લિક કરવું. ત્યાં એક બાજુ એજિસ અને બીજી બાજુ કાર્વિસ લખેલું હશે. તેમાંથી કોઈપણ એકને પસંદ કરી સબમિટ કરવું. અપડેટ થવા પર કંપલીટનો મેસેજ મોબાઇલ પર આવશે. જેમાં તમને યૂઆરએન નંબર મળશે.

ચોથું સ્ટેપ
→છેલ્લે અપડેટ સ્ટેટસ પર આધાર નંબર અને યૂઆરએન નાંખવાના રહેશે. તે પૂર્ણ થયા બાદ એક મેસેજ તમને દેખાશે ‘યોર રિક્વેસ્ટ કંપલીટ સક્સેસફુલ’. ત્યાર બાદ સાઇનઆઉટ કરી નાંખવું. શરૂમાં જ્યાં ડેટા અપડેટ સ્ટેટસ લખેલ છે. તેના પર ક્લિક કરવાની સાથે જ એકવાર ફરી આધાર નંબર અને યૂઆરએન નાંખી ચેક કરવું. તેમાં લખેલ આવશે રિક્વેસ્ટ પેન્ડિંગ. હવે તમે રાહ જુઓ. થોડાક સમય પછી મોબાઇલ પર અપડેટની સૂચના આવી જશે.

→ પોસ્ટ કરીને પણ કરાવી શકો છો અપડેટ

– પોસ્ટ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટેhttp://uidai.gov.in/images/application_form_pdf અહીંથી ફોર્મ ડાઉનલોડ કરો.
– Adhar Card Update Formમાં તમારો મોબાઈલ નંબર આપવો અનિવાર્ય છે.
– Adhar Card Update Formમાં સૌથી પહેલા જે જાણકારીમાં સુધારો કરવાનો હોય તે અપડેટ કરવાનું રહેશે, જેમ કે, નામ, અટક અથવા સરનામું.
– ત્યાર બાદ નિર્દેશ અનુસાર Adhar Card Update Form ધ્યાનથી ભરો
– અત્યાર સુધી Adhar Card Update Form હિંદી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, કન્ન્ડ, મલયાલમ, તમિલ, બંગાળી, તેલુગુ અને પંજાબી ભાષામાં છે જે તમે તમારી સુવિધા અનુસાર ફોર્મ લઈ શકો છો. ફોર્મને કવરમાં બંધ કરી તેના ઉપર Aadhar Card Update/Correction લખવાનું ન ભૂલવું.
– ફોર્મમાં તમારું સરનામું, પિન નંબર, જિલ્લાની વિગતો યોગ્ય રીતે ભરો. જો કોઈપણ મુશ્કેલી હોય તો help@uidai.gov.in પર સંપર્ક કરી શકો છો.
– હવે તે કવરને નીચે આપેલ સરનામાં પર પોસ્ટ કરી દો.

Unique Identification Authority of India
Planning Commission
Government of India
3rd Floor, Tower II
Jeevan Bharati Building
Connaught Circus
New Delhi – 110001

અન્ય કોઈ જાણકારી માટે https://ssup.uidai.gov.in/ssup-home પર વિઝિટ કર
રેશનકાર્ડ એ માત્ર ગરીબો માટે અનાજ કે અન્ય પુરવઠો લેવા માટેનું માધ્યમ નથી, પરંતુ પૈસાદાર લોકો માટે પણ રહેઠાણના પુરાવા તરીકે અતિ મહત્વનું રહેલું છે. જે માટે જ ગરીબી રેખાથી ઉપર જીવતા (એપીએલ) લોકો માટે ઓનલાઈન રેશનકાર્ડ ઘેર બેઠા આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. હાલ બારકોર્ડ રેશનકાર્ડ આપવા માટેની ચાલી રહેલી પ્રક્રિયામાં કાર્ડ આવવાની રાહ જોયા વગર ઘરે બેઠા કાર્ડ મેળવવા ઈચ્છતા એપીએલ કાર્ડ ઘારકો માટે પુરવઠા તંત્રએ એનઆઈસી ની મદદથી ખાસ સોફ્ટવેર બનાવ્યું છે.

→ આ સોફ્ટવેર કે જેમાં www.ipds.gujarat.gov.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી ત્યાર બાદ લોગ-ઈન થઈ દસ્તાવેજોની વિગતો આપવાથી ઘરે બેઠા ઓનલાઈન રેશનકાર્ડ મળી શકશે. આ સુવિઘા બારકોર્ડ રેશનકાર્ડ માટેનું ફોર્મ ભરનાર કાર્ડઘારકને મળે તેમ હોય શહેર જિલ્લાના 5.55 લાખ કાર્ડઘારકો આ ખાસ સોફ્ટવેરનો લાભ લઈ શકશે. જેમાં બાયોમેટ્રીક પધ્ધતિથી જથ્થા વિતરણની વ્યવસ્થા ઉભી કરવાની ચાલી રહેલી કવાયતમાં સમય લાગી રહ્યો છે. જેના કારણે કેટલાક નાગરીકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.નાગરીકોની આવી મુશ્કેલી દૂર કરવા માટે પુરવઠા તંત્રએ એપીએલ કાર્ડ ઘારકો માટે ઓનલાઈન રેશનકાર્ડ આપવાની વ્યવસ્થા કરી છે. માત્ર બે પાનાના રેશનકાર્ડમાં કાર્ડધારક નું નામ, સરનામું, કુટુંબના સભ્યોના નામ, ઉંમર, ગેસ કેનકશનની વિગતો અને સસ્તા અનાજની દુકાનના સંચાલકની વિગતો દર્શાવવામાં આવી છે. જે રેશનકાર્ડની પુસ્તક જેવું જ લાગે છે.

■ શું છે ઓનલાઈન રેશનકાર્ડ મેળવવાની પ્રક્રિયા ? જુઓ નીચેના સ્ટેપ.

સ્ટેપ 1 : વેબસાઈટ www.ipds.gujarat.gov.in પર લોગ-ઈન થઈ રજિસ્ટ્રેશન કરાવો.

સ્ટેપ 2 : રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ સાઈટ પર લોગઈન કરો.

સ્ટેપ 3 : લોગઈન કર્યા બાદ 6 પ્રશ્નો સાથેનુ પેજ ખુલશે જેમાં હા કે ના જવાબ આપો.

સ્ટેપ 4 : આ 6 પ્રશ્નોના જવાબો આપી શરતો સ્વીકરો અને બીજા તબક્કામાં પ્રવેશો.

સ્ટેપ 5 : સ્ટેપ 3 ના પ્રશ્નોના જવાબ આધારે આ સ્ટેપમાં પુછાયેલ વિગતો રજુ કરો.

સ્ટેપ 6 : તમામ વિગતો રજુ કર્યા બાદ ડેટા માટેનું બટન ક્લિક કરો.

સ્ટેપ 7 : આ બટન ક્લિક કરવાથી સ્ટેપ 5 માં આપેલા મોબાઈલ નંબર પર 5 આંકડાનો પાસવર્ડ આવશે.

સ્ટેપ 8 : આ પાસવર્ડથી સ્ટેપ 5 માં રજુ કરેલી વિગતોની ઓનલાઈન ચકાસણી બાદ પ્રિન્ટનું બટન દબાવો.

સ્ટેપ 9 : આ બટન દબાવતા જ બે પાનાનું ઓનલાઈન રેશનકાર્ડ તમારા હાથમાં આવશે. કાર્ડ પર અનાજ કે કેરોસીન નહીં મળે.


- બારકોડ રેશનકાર્ડની આવેજીમાં ઓનલાઈન રેશનકાર્ડ આપવાની પ્રક્રિયામાં મળતા બે પાનાના રેશનકાર્ડનો ઉપયોગ માત્ર સાધનિક પુરાવા તરીકે થશે. જે આઘારે કોઈ પણ સ્થળેથી અનાજ કે કેરોસીનનો જથ્થો નહીં મળે. જથ્થો મેળવવા માટે ઓનલાઈન કાર્ડ જમા કરાવી બાયોમેટ્રીક વિગતો રજુ કરી બારકોડેડ રેશનકાર્ડ મેળવવાનું રહેશે. ચૂંટણીકાર્ડ, લાઈટબિલનું ઓનલાઈન વેરિફિકેશન ઘરે બેઠા ઓનલાઈન રેશનકાર્ડ મેળવવા માટે કાર્ડ ઘારકે ચૂંટણીકાર્ડ, લાઈટબીલ, ડ્રાઈવીંગ લાયસન્સ અને જુના રેશનકાર્ડનો નંબર પણ આપવાનો રહેશે. આ વિગતો કમ્પયુટરમાં આપવા સાથે જે તે સંબંધિત વિભાગો સાથે ઓનલાઈન વેરીફીકેશન શરૂ કરશે. લોકોની જરૂરિયાત સરળતાથી પૂરી કરવાનો પ્રયાસ રેશનકાર્ડ ગરીબ હોય કે અમીર દરેક માટે જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે. આ સોફ્ટવેર થકી દરેક નાગરીકની જરૂરીયાતને સરળતાથી પુરી કરવાનો પ્રયાસ છે. રેશનકાર્ડ માત્ર અનાજ કે અન્ય વસ્તુ મેળવવાનું માધ્યમ નથી રહ્યું આ લોકોને અનેક રીતે ઉપયોગી થતું હોય છે.


■ સ્ટેપ 3 માં ક્યા 6 પ્રશ્નો પુછવામાં આવશે ?

→ (1) જુના રેશનકાર્ડ સામે નવું મેળવવા ફોર્મ ભરીને રજું કર્યું છે ?

→ (2) શું તમારી પાસે ગુજરાત રાજ્યનું ચૂંટણી ઓળખકાર્ડ છે ?

→ (3) શું તમારી પાસે રસોઈ બનાવવા એલપીજી કે પીએનજી ગેસ કનેકશન છે ?

→ (4) શું તમારી પાસે પોતાનો મોબાઈલ ફોન નંબર છે ?

→ (5) શું તમે અંહી ભાડેથી રહો છો ?

→ (6) શું તમારી પાસે ગુજરાત રાજ્યનું ડ્રાઈવિંગ લાયસન્સ છે ?


● ઉપરોકત પ્રશ્નોના જવાબ આપ્યા સિવાય ફોર્મમાં આગળ કાર્યવાહી થઈ શકશે નહીં.

■ સ્ટેપ-૫ માં ક્યા પ્રશ્નોની વિગતો રજુ કરવી પડશે.

→ 1. ચૂંટણી ઓળખકાર્ડ નંબર

→ 2. જુના રેશનકાર્ડ નો નંબર

→ 3. ડ્રાઈવિંગ લાયસન્સ નંબર અથવા લાઈટ બીલ નંબર

→ 4. એલપીજી ગેસ કનેકશન નંબર અને ગેસ એજન્સીનું નામ -પીએનજી ગેસ કનેકશન નંબર અને ગેસ એજન્સીનું નામ

→ 5. મોબાઈલ નંબર

હેલ્લો...

તમારામાંથી ઘણા લોકો PAN કાર્ડ ધરાવતા હશે. પણ તમને એ ખબર નહીં હોય કે આ PAN નંબરમાં દરેક આંકડાનો શું અર્થ થાય.

તો તેના માટે અંગ્રેજી ભાષામાં જ ચિત્ર સાથે જ એક પીડીએફ ફાઈલ બનાવેલ છે.

ડાઉનલોડ કરવા માટે :- અહીં ક્લિક કરો

આ ફાઈલની સાઈઝ માત્ર 67 Kb. તમારા મિત્રોને પણ શેર કરો.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો