Breaking News

સિદસર મુકામે ગુજરાત બેસ્ટ સાયન્સ ટીચર ઍવોર્ડ

સિદસર મુકામે ગુજરાત બેસ્ટ સાયન્સ ટીચર ઍવોર્ડ


૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવવામાં આવે છે.

આજના આ દિવસ સાથે ડૉ.સી.વી.રામનનું નામ જોડાયેલ છે.
એમનું વિશેષ પ્રદાન છે.

રામન ઇફેક્ટ 

આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે શ્રી વિજાપુરા વિદ્યાસંકૂલ સિદસર (જી.જામનગર) મુકામે ગુજરાત બેસ્ટ સાયન્સ ટીચર ઍવોર્ડ માટે સન્માનીત થવાનો લાવો મને(બલદેવપરી) મળ્યો 
અને આ એવાર્ડ કાર્યકમ માં જેણે શનિ નું ત્રીજું વલય દુનિયાને બતાવ્યુ એવા મહાન ગુજરાતી વૈજ્ઞાનિક શ્રી ડો.જે.જે.રાવલ સાહેબ 
અને જેને કલામ સાહેબ ગણિત ગુરુ કેતા એવા રાયપુરના ડો.રાવ સાહેબ ઉપરાત ઇસરોના નિવૃત એંજિનિયર શ્રી ચનિયારા સાહેબ 
ડો.જોશીસર,
ડો.ભોરણીયસર 
વિપનેટ (વિજ્ઞાન પ્રસાર )ના યંગ વૈજ્ઞાનિક મોહનજી,
પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રી ,
ઉપરાંત યુકે થી પધારેલા શ્રી ઉમિયા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિજાપુરા વિદ્યાસંકૂલ સિદસરના ટ્રસ્ટી
અને આ ઉપરાંત ઘણા નામાંકિત પ્રોફેસરો 
અને અધિકારીઑની ઉપસ્થિતિમાં રામન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી ફાઉન્ડેશન દ્વારા 
આ એવોર્ડ થી સન્માનીત થવાનું ગૌરવ મળ્યું હતું.






1 ટિપ્પણી:

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો