Breaking News

હેપ્પી રુપાળી વુમન્સ ડે....

અમરેલી જીલ્લાનું ધારી ગામ, રેલવેમાં ફાટક ખોલબંધ કરનારના ઘરમાં એક બાળકીનો જન્મ, નોકરી પત્યા પછી કુટુંબ સાંથે જુનાગઢ પ્રયાણ,લોક ગીત ગાવાની શોખીન દીકરીને પંદર વર્ષેપરણાવી રાજકોટ, પતિ સાથે ન બન્યું, જુનાગઢ પિયર પાછી આવી, બીજા લગ્ન ન કરીને ભાઈઓને મદદરુપ થવાની ભાવના, હોસ્પિટલમાં કચરા પોતા કરવાની નોકરી કરી, બાલમંદીરના બાળકોના તેડાગર તરીકે નોકરી કરી, સંપુર્ણ અભણ, એ અભણ હતી એ એનો વાંક ન હતો, કુટુંબ સમાજ અને સરકારનો વાંક હતો, છતાં કુદરતી રીતે ગાવાની કળાને કારણે રેડીયો પર લોક ગીતો ગાયાં..... ગુજરાતી ફીલ્મી ગીતો ગાયાં.. લોકપ્રિયતા એટલી હાંસલ કરી કે વાંચી લખી ન શકતી આ બાઈએ યુરોપ, અમેરીકા અને એશિયા ખંડના જુદા જુદા 1800 શહેરો અને 28 દેશોમાં ડાયરાના પોગ્રામ કર્યા..... સરકારે આ આદીવાસી બાઈને પદ્મશ્રી પુરસ્કારથી નવાજી....... પણ પાછલી ઉંમરમાં તકલીફમાં..... કોઈ ગુજરાતી કે ગુજરાત સરકાર સાથ આપવા સામે ન આવ્યું..... મરણના જનાજામાં ગણ્યા ગાંઠ્યા ઘરવાળા.... એજ માથે ઓઢેલી સાડી સાથેનો પાર્થિવ દેહ હતો પદ્મશ્રી દીવાળી બહેન ભીલનો.......

સામે શીક્ષિત છતાં માતૃભાષા હીન્દી ન બોલી શકનાર હીરોઈન શ્રીદેવી..... 300 ફીલ્મો માંથી સો ફીલ્મોનું ડબીંગ બીજા કલાકારે કર્યું.... એ પણ પદ્મશ્રી......

મરણ બાદ ભારતીય રાષ્ટ્રધ્વજ નું કફન ઓઢાડવામાં આવ્યું.......

ખબર નથી પડતી કે આપણે કલાના પુજારી છીએ કે સ્રીના રૂપના!!!!.

શ્રીદેવીને મળેલા સન્માનનો વિરોધ નથી.....

પણ એક પછાત આદીવાસી અશિક્ષિત સ્રી ના સંઘર્ષને ન બિરદાવવાનો અફસોસ છે....

આ પ્રણાલી છે સ્રી દાક્ષિણ્યની આપણી.....!!!!

મુમતાઝ ના તાજમહેલ સામે ઉભારહી ફોટો લેનાર ક્યારેક તો મધર ટેરેસાના કલકત્તા આશ્રમની મુલાકાત લેવી જોઈએ....

પુરુષ ગમે તેટલું માન આપે સ્રીને પણ તે ડોળ અને દંભ હોય છે....

એ શ્રીદેવી અને મુમતાઝ ના તળીયાં ચાટવા તૈયાર છે પણ મધર ટેરેસા કે દીવાળી બેન ભીલનું કપાળ ચુમવું તેને મંજુર નથી....

હેપ્પી રુપાળી વુમન્સ ડે....

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો