DD BHARTI NEWS
CLICK THIS LINK-
જૂનાગઢ તા.૬, નેશનલ આઇ.સી.ટી.નો એવોર્ડ દિલ્હી મુકામે
રાષ્ટ્રપતિને હાથે આગામી દિવસોમાં આપવામાં આવનાર છે.આ આઇ.સી.ટી.એવોર્ડ માટે
ગુજરાતના ત્રણ શિક્ષકો પસંદગી પામ્યા છે જે ગુજરાતનાં શિક્ષણજગતનું ગૈારવ
છે. જૂનાગઢ શિક્ષણ પરિવારનાં ગૌરવ સમાન બલદેવપરી ને આ વર્ષે બબ્બે વખત
મહામહિત રાષ્ટ્રપતિ મહોદયશ્રીના કરકમલોથી સન્માનિત થવાનો અવસર સાંપડ્યો છે
જેનાથી શિક્ષણનગરી જૂનાગઢની યશકલગીમાં એક વધુ છોગુ ઉમેરાયુ છે. અત્રે
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શિક્ષકદિન પાંચમી સપ્ટેમ્બરના રોજ આ શિક્ષકને
બેસ્ટ રાષ્ટ્રપતિ એવોર્ડ શ્રી બલદેવપરીને રષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ પ્રાપ્ત
થયો હતો. ૨૦૧૫માં રાજ્યના બેસ્ટ શિક્ષક તરીકેનો એવોર્ડ હાંસલ કરનાર
બલદેવપરીને ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી એટલે કે આઇ.સી.ટી ક્ષેત્રે
કામ કરતા શિક્ષક તરીકે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મેળવનાર ગુજરાતનાં ત્રણ
પૈકીનાં એક જૂનાગઢનાં શિક્ષક બની રહ્યા છે. શ્રી બદલેવપરી પોતાની વેબસાઇટ
દ્વારા કાર્ય કરી રહ્યા છે આ વેબ સાઈટ પર આજ પર્યંત ૯૫ લાખ જેટલા વિઝીટર
મુલાકાત લઈ રહ્યા છે. બલદેવપરીની શેક્ષણિક ઉપયોગી બની રહે તેવી પોતાની
વેબસાઇટ છે જેનું વેબસાઈટ નું સરનામું www.baldevpari.com અને youtube ચેનલ
પર પણ પોતે પોતાના જાતે બનાવેલા વિડીયો બાળકો ભણી શકે તે રીતે ગણિત અને
વિજ્ઞાનના વિડિયો મુકવામાં આવી રહ્યા છે જેના પણ લાખો વિઝિટર્સ છે આ
શિક્ષકે પોતાના સાત લાખના ખર્ચે સ્ટુડિયો નિર્માણ કરી અને ગુજરાતના બાળકોને
મફતમાં ભણી શકે અને શિક્ષણ ફ્રી હોવું જોઈએ આવી પોતાની તમન્ના રજૂ કરી
છે. જૂનાગઢની શિક્ષણ નગરનાં શિરમોર એવોર્ડી શિક્ષક બદલેવપરીને
શિક્ષણપ્રેમીઓ અભિનંદન પાઠવી રહ્યા છે.
NWSHUNT NEW CLICK THIS LINK-
જૂનાગઢના શિક્ષકને રાષ્ટ્રીય ICT ઍવોર્ડ, ગુજરાતના 3 શિક્ષકોની પસંદગી
http://dhunt.in/4XSTB?s=a&ss=pd
via Dailyhunt
http://dhunt.in/4XSTB?s=a&ss=pd
via Dailyhunt

ABP ASMITA-NEWS
CLICK THIS LINK