Breaking News

પોરબંદરમાં બોર્ડની પરીક્ષાને સરળ બનાવવા અપાશે માર્ગદર્શન

પોરબંદરમાં બોર્ડની પરીક્ષાને સરળ બનાવવા અપાશે માર્ગદર્શન
click this link
https://goo.gl/wuia4n

No photo description available.

બોર્ડની પરીક્ષાનો વિદ્યાથ}આેને હાઉ હોય છે ત્યારે પોરબંદરના મહેર છાત્રોને બોર્ડની પરીક્ષા સરળતાથી પસાર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.

ધો. 10-1રની પરીક્ષાઆે નજીક આવી રહી છે અને બોર્ડની પરીક્ષામાં પ્રથમ વખત જ બેસનાર છાત્રો સ્વભાવિક રીતે મુંઝવણ અને ભય અનુભવતા હોય છે. બાળકોમાં પરીક્ષાનો ડર દૂર કરવા અને આત્મ વિશ્વાસ જન્માવવાનો ઉમદા હેતુસર પોરબંદરની મહેર સુપ્રિમ કાઉન્સીલ અંતર્ગત મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા આગામી તા. ર3 ફેબ્રુઆરી શનિવારે સવારે 9 થી 1ર પોરબંદર ખીજડી પ્લોટ ખાતે આવેલા માલદેવજી આેડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વિરમભાઇ રાજાભાઇ ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે પોરબંદર વિસ્તારમાં રહેતા ધો. 10 અને 1રમાં અભ્યાસ કરતા મહેર જ્ઞાતિના વિદ્યાથ} ભાઇ-બહેનો માટે ‘ચાલો, બોર્ડની પરીક્ષા સરળ બનાવીએ’એ શીર્ષક તળે પરીક્ષાલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ માર્ગદર્શન સેમિનારમાં જુનાગઢ જીલ્લાની બરવાળા માધ્યિમ્ક અને ઉચ્ચ માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષક અને રાજય-રાષ્ટ્રનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર તેમજ સાંદીપનિ વિદ્યાનિકેતનના પ્રણેતા પ.પૂ.ભાઇ રમેશભાઇ આેઝા દ્વારા વિભૂષિત થથયેલા બલદેવપુરી ગોસ્વામી ઉપિસ્થત રહીને બોર્ડની પરીક્ષા કઇ રીતે સરળતાથી પાસ કરી શકાય, બોર્ડની પરીક્ષાના પેપર કેવી રીતે લખી શકાય, બોર્ડની પરીક્ષામાં માર્કસ્ કઇ રીતે મુકવામાં આવે છે. અભ્યાસમાં નબળા બાળકો સરળતાથી બોર્ડની પરીક્ષા કઇ રીતે પાસ કરી શકે, બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવેલ વિદ્યાથ}આેના પેપર પણ બતાવવામાં આવશે. તદઉપરાંત પોરબંદરની સિગ્મા સ્કુલના સારસ્વત ડો. મેરામણભાઇ ગોરાણીયા મા-બાપની એકમાત્ર હોપ છે. મારો દિકરો સૌથી ટોપ છે, શિક્ષણનો હેતુ, વિદ્યાથ}ની ક્ષમતા, અભ્યાસની દિશા, ભણતર અને ગણતર, પસીનો પાડશો તેવું પામશો વિવિધ મુદ્દાઆે પર આ બન્ને તજજ્ઞો વિસ્તૃત છણાવટ કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢના બરવાળાના બલદેવપરી ગોસ્વામીએ જુનાગઢ-પોરબંદર જીલ્લાની વિવિધ સંસ્થાઆેમાં પણ ધો. 10-1ર છાત્રો માટે નિઃશુલ્ક પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે છે. જેમાં તા. 16 ફેબ્રુઆરી શનિવારના રોજ જુનાગઢની હોસ્ટેલ, તા. રર ફેબ્રુઆરી શુક્રવારના રોજ માંગરોળની છ શૈક્ષણિક સંસ્થાઆે તથા માંગરોલ નજીકની બામણવાડાની ચાર શાળાઆે તેમજ તા. ર3 ફેબ્રુઆરીએ પોરબંદરના ડો. વિરમભાઇ રાજાભાઇ ગોઢાણીયા શૈક્ષણિક સંકુલનો સમાવેશ થાય છે.

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો