સામાજીક અને શૈક્ષણિક ફિલ્મ શો નું આયોજન થયું

Baldevpari
2 minute read
1-બીબીસી ઈન્ડિયા ન્યૂઝ વેબસાઈટ માં
જૂનાગઢમાં એક જ રસોડે રાંધીને જમતા સંયુક્ત પરિવારનું સન્માન
પૂરા સમાચાર વાચવા માટે ક્લિક કરો નીચેની લિન્ક
http://www.bbchindi.asia/newsDetail.php?sr_no=35031
http://www.bbchindi.asia/Cat.php?cat=Gujara


2-ઇન્ડિયા ટીવી ન્યૂઝ વેબસાઈટ માં
જૂનાગઢમાં એક જ રસોડે રાંધીને જમતા સંયુક્ત પરિવારનું સન્માન
પૂરા સમાચાર વાચવા માટે ક્લિક કરો નીચેની લિન્ક
http://bit.ly/2vUIXpG

3-દિવ્યભાસ્કર ન્યૂઝ વેબસાઈટ
જૂનાગઢમાં એક જ રસોડે રાંધીને જમતા સંયુક્ત પરિવારનું સન્માન
પૂરા સમાચાર વાચવા માટે ક્લિક કરો નીચેની લિન્ક
http://bit.ly/2vVwFx2

t

નવી શરૂવાતસંયુક્ત કુટુંબની ભાવના આગળ વધે હેતુથી આ વિશેષ સન્માન
જુનાગઢ અલખ પોઝિટિવ યુવા ગ્રુપ દ્વારા બની ઈતિહાસીક ઘટના એકસાથે 65 પરિવારના લોકોએ જોયું શૈક્ષણિક અને સામાજિક ફિલ્મ
આજે સંયુક્ત કુટુંબ ખલાસ થઈ રહ્યા છે તેવામાં સંયુક્ત કુટુંબમાં રહેતા અને એક જ રસોડે રાંધીને જમતા એવા એકોકિંગ સાબુ નારણગીરી બાપુ ના પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું જે નોંધનીય બાબત રહી
આ ફિલ્મ જોવા આવનાર તમામને આપવામાં આવી ગિફ્ટ
શનિવાર સાંજના 9 થી 12 દશનામ અલખ પોઝિટિવ યુવા જુનાગઢ દ્વારા ફેમિલી સાથે સામાજીક અને શૈક્ષણિક ફિલ્મ શો નું આયોજન થયું
65 જેટલા પરિવાર અને 165 જેટલા ભાઈઓ બહેનો સાથે મળીને ફિલ્મ જોયું ગુજરાતમાં આ રીતે કોઈ એક સમાજના લોકો સાથે મળીને પોતાના બાળકોના શૈક્ષણિક અભિગમ માટે ફિલ્મ જોતા હોય એવી વિશેષ ઘટના બની હતી
ફિલ્મ હતું એક માં પોતાની દીકરીને અભ્યાસ કરવા માટે કામ કરતા કરતા એ માનસિક મનોબળથી પોતાનું સપનું સાકાર કરવા માટે જે પ્રયત્ન કરે છે તે હૃદયસ્પર્શી અને આંખમાં આંસુ લાવનાર ફિલ્મ જોયું ફિલ્મ દરમિયાન અલખ પોઝિટિવ યુવાના યુવાનો દ્વારા આવેલ દરેક સભ્યોને નાસ્તાની મજા પણ કરાવી ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈલેષગિરિ મુકેશપરી નિલેશપુરી વિનુભારથી ,રમેશગિરિ,પિયુષગિરિ કમલેશ ભારથી દિપકગીરી અને જયેશગિરિ મહેનત ઉઠાવી હતી આ કાર્યક્રમ ની ખાસ વિશેષતા એ રહી કે નારાયણ ગીરીબાપુ એકો કિંગ નું 20 વર્ષ જૂનું સ્વપ્નું તેનાના સુપુત્ર રમેશભાઈ એ આ ફિલ્મ શો પોતાની સાબુની ફેકટરીમાં યોજી પૂરું કર્યું આ ખુશીમાં તેના તરફથી આવનાર તમામ સદસ્યને એક ગિફ્ટ આપવામાં હતી
આ વિશેષતા એટલા માટે લખી રહ્યા છે કે ઉપરકોટના સંજય કરી અને તેમના ધર્મ પત્ની પારૂલબેન દ્વારા આ ફિલ્મ જોવા આવનાર પરિવારો પૈકી એક જ રસોડે એકસાથે જમતા પરિવારને વિશેષ ગિફ્ટ આપી તેનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં એકો કિંગ પરિવારના ત્રણ ભાઈઓ નો પરિવાર એટલે કે 17 થી 18 લોકો એકસાથે રહી રહ્યા છે આ સંયુક્ત કુટુંબની ભાવના આગળ વધે હેતુથી આ વિશેષ સન્માન કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમ પહેલા 45 કુટુંબ 150 સભ્યો ટિફિન સાથે વિચાર વિમર્શ માટે મળેલા જે સફળ ટિફિન મિલન રહ્યું હતું
આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન ટીમ વર્કથી કરવામાં આવ્યું
આ સફળ થયેલ સમગ્ર આયોજન મનોજ ચિત્રણ શિક્ષણ જગતમાં જેમનું શ્રેષ્ઠ યોગદાન રહ્યું છે અને તેમને બે વખત રાષ્ટ્રપતિશ્રી અને પ્રધાનમંત્રીશ્રીએ સન્માનિત કરેલા છે એવા બલદેવપુરી એ પોતાના સમાજમાં શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને પોતાના સમાજના બાળકોમાં સપનાના વાવેતર થાય એ હેતુથી કરવામાં આવ્યું હતું
હવે પછી પણ શિક્ષણ ઉપરાંત સ્વાસ્થ્ય સ્વાવલંબન સશક્તિકરણ અને સ્વચ્છતા જેવા ફાઈવ એસ ને ધ્યાને રાખી ને નવા કાર્યક્રમ આવી રહ્યા છે