"ડિજીટલ શિક્ષક થકી ડિજિટલ ઇન્ડિયા" બટવા..

Baldevpari
"ડિજીટલ શિક્ષક થકી ડિજિટલ ઇન્ડિયા" બટવા..

વેકેશનના દિવસોમાં પણ શિક્ષકો સ્વૈચ્છિક રીતે કરી રહ્યા છે પોતાની શૈક્ષણિક ગુણવત્તાની ધાર કાઢવાનું કામ જે માટે યોજાયો વર્કશોપ બટવામાં

તારીખ ૨૪ ઓકટોબરના રોજ બાટવાની મારૂતિ સ્કૂલમા શિક્ષણ માટે "ડિજીટલ શિક્ષક થકી ડિજિટલ ઇન્ડિયા" સેમીનારનું આયોજન થયું હતું જેમાં બાટવા તાલુકાના માધ્યમિક શિક્ષકો અને માધ્યમિક શાળાઓના સ્કૂલના પ્રિન્સિપાલો હાજર રહ્યા હતા બહોળી સંખ્યામાં હાજર રહેલા શિક્ષકોને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બલદેવપરી એ શિક્ષણમાં ટેકનોલોજીના વિનિમય વિશે પ્રોજેક્ટર દ્વારા બે કલાક સુધી સતત માર્ગદર્શિત કરેલા હતા અને કાર્યક્રમમાં વિશેષ રીતે બળદેવપરીનું સન્માન કરવામાં આવ્યું હતું મારુતિ સ્કૂલના સંચાલક શ્રી જીતુભાઈ બોરખતરીયા, ઢોલા સાહેબ અને સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી માણાવદર કોલેજના ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી પ્રોફેસર દાવડા સાહેબ પણ હાજર રહ્યા હતા આ સેમિનારમાં ખાસ કરીને ટેકનોલોજીથી મોબાઇલ એપ્લિકેશન કેમ ઉપયોગ શિક્ષણમાં કરવોએ વાત કરવામાં આવી હતી તેમજ ક્વિઝ કેમ બનાવવી અને ઓગમેંટ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી નીસમજ પ્રેક્ટીકલ રીતે બોક્સ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે મૂંઝવતા પ્રશ્નોની પ્રશ્નોત્તરી અને પ્રેક્ટિકલ વાત કરી પ્રશ્નોનો નિરાકરણ પણ કર્યું હતું, સર્વ મિત્રો એ ફરી વખત આવો વર્કશોપ યોજાયો અને સિલેક્ટેડ શિક્ષકો તેમાં ભાગ લે એવું પણ આયોજન કરેલું હતું કાર્યક્રમ બાદ એકાદ કલાક જ્ઞાન ગોષ્ઠિ પણ યોજાયેલી હતી જેમાં આવેલા પ્રશ્નોનું અને તેજસ્વી બાળકોને પરીક્ષાના ઝળહળતી સફળતા કેમ મેળવે એવી ચિંતા સાથે સોલંકી સાહેબે ભાવિ આયોજન કરવાની વાત પણ રજૂ કરી હતી આ માટે ભારતવિકાસ પરીસદ ના તમામ સભ્યોએ વાતને વધાવી હતી

આ કાર્યક્રમને ખાસ શુભેચ્છા માટે સસ્થા ના રાજુભાઈ બોરખતરીયાએ પણ શુભેચ્છા સંદેશ મોબાઇલ દ્વારા મોકલ્યો હતો


વધુ માહિતી માટે નીચે કિલ્ક કરો