70 % અભ્યાસ ક્રમ બાળકોને માત્ર પરીક્ષા પુરતો જ રહેશે -જાણો નવો પરિપત્ર

Baldevpari
0

70 % અભ્યાસ ક્રમ બાળકોને માત્ર પરીક્ષા પુરતો જ રહેશે 

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે કોવિડ -૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરી શકાય તે હેતુથી સરકારશ્રી દ્વારા મળેલ મંજૂરી અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે માત્ર શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ પૂરતો જ ધોરણ -૯ થી ૧૨ ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવેલ છે . જે અન્વયે અત્રેના સંદર્ભ દર્શિત પત્રથી ધોરણ -૯ થી ૧૨ ના મુખ્ય વિષયોના સુધારેલ અભ્યાસક્રમની વિગતો જાણ તથા અમલ સારું આપને મોકલી આપવામાં આવેલ છે . નીચે મુજબ દર્શાવેલ વિષયોના માત્ર શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે સુધારેલ અભ્યાસક્રમની વિગતો આ સાથે મોકલી આપવામાં આવે છે . જે પ્રકરણોની જે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે રદ્દ કરવામાં આવેલા છે તે મુદ્દાઓ અંગેના પ્રશ્નો શાળાકીય તેમજ બોર્ડની પરીક્ષામાં પૂછવાના રહેશે નહિ , પરંતુ આ મુદ્દાઓનું શૈક્ષણિક જ્ઞાન શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવાનું રહેશે . જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક દૃષ્ટિએ નુકસાન ન થાય . 


વધુ વાચો નીચે નાં પરિપત્ર ને 


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)