Breaking News

ગુજરાતની ગ્રામ પંચાયતોમાં ડિજિટલ ક્રાંતિવિવિધ 22 જેટલી સેવાઓ પંચાયતમાં શરૂ થશે

ગુજરાતના ગામડાની જનતાને વારંવાર સરકારી ઓફિસોના ધક્કા નહિ ખાવા પડે,


રાજ્યમાં એફિડેવિટ , દાખલા અને સર્ટિફિકેટ જેવી વિવિધ 22 જેટલી સેવાઓ આગામી 8 ઓક્ટોબરથી શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે . પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આ સેવાઓ શરૂ થશે . મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો 8 ઓક્ટોબરે શુભારંભ કરાવશે . મુખ્યમંત્રીએ ડિસેમ્બર -2020 સુધીમાં વધુ 8 હજાર ગ્રામ પંચાયતોને આ ડિજિટલ સેવાસેતુમાં આવરી લેવાનો નિર્ધાર છે . ગ્રામીણ નાગરિકોને રોજ બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ , દાખલાઓ માટે તાલુકા - જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે , સમય અને આવવા - જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થશે . 

ગુજરાતના ગામડાંની જનતાને વારંવાર સરકારી ઓફિસમાં નહીં જવું પડે હવે 22 સેવા થઈ ડિજિટલ ડિજિટલ સેવા સેતુ આપણા ઘર આંગણે આવશે. 

1)રેશનકાર્ડમાં નામનો ઉમેરો કરવો

2)રેશનકાર્ડમાંથી નામ કાઢવું 

3)રેશનકાર્ડમાં સરનામાંનો ફેરફાર 

4)નવા રેશનકાર્ડ કઢાવવા 

5)અલગ રેશનકાર્ડ કાઢવું 

6)રેશનકાર્ડમાં વાલી માટેની અરજી 

7) ડુપ્લીકેટ રેશનકાર્ડ બનાવવું

8)વિધવા સર્ટિફિકેટ

9) હંગામી રહેણાંકનો દાખલો

10) આવકનો દાખલો

11) જાતિનું પ્રમાણપત્ર

12) સિનિયર સીટીઝન સર્ટિફિકેટ

13)ભાષા આધારિત લઘુમતી પ્રમાણપત્ર 

14) ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર 

15 વિચરતી જાતિ પ્રમાણપત્ર 

16) મુખ્યમંત્રી કૃષિ સહાય 

17) આવકના દાખલા માટેના સોગંદનામા 

18)વિધવા સહાય માટેનું સોગંદનામું

18)જાતિના પ્રમાણપત્ર માટેના સોગંદનામા

19) નામમાં પરિવર્તન માટે સોગંદનામું

21) રેશન કાર્ડ માટેનું એફિડેવિટ 

22) અન્ય તૈયાર એફિડેવિટ 








 



ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો