શું તમે LICની પોલિસી લીધી છે ? અને એના વિષે ભૂલી ગયા છો ? ચિંતા કરવાની જરૂર નથી -જાણો
શું તમે LICની પોલિસી લીધી છે ? અને એના વિષે ભૂલી ગયા છો ?
ચિંતા કરવાની જરૂર નથી
જાણો એ પરત કેવી રીતે મેળવી શકો
વાંચો જાણવા માટે
LIC વીમા કંપની પાસે એવા કરોડો રૂપિયા એમણમ પડ્યા છે, જેની માટે કોઇયે ક્લેઇમ નથી કર્યુ અને પોલિસી ધારકો એના વિષે ભૂલી ગયા છે.
આ રકમ તેવી પોલીસીના છે, જેની પોલીસીને આગળ ચલાવવામાં નથી આવી અને પોલીસી હોલ્ડર એ પોલીસી લઈને આગળ જતા તેને ભૂલી ચુક્યા છે. ઘણીવાર લોકો નવી પોલીસી ખરીદી તો લે છે, પરંતુ તેને આગળ ચલાવી શકતા નથી અથવા પ્રીમ્યમ ભરી શકતા નથી તેવા પોલીસી હોલ્ડર તે જ સમજે છે કે હવે તેના પૈસા પરત નહી આવે અને તે બ્લોક થઇ ગયા છે. તેવામાં LIC એવી સુવિધા આપી રહ્યું છે જેમાં તે પૈસા ઉપાડી શકાશે.
આ LIC જેના ખાતામા કરોડો રૂપિયા એમ જ પડ્યા છે. જેને કોઇ ક્લેમ કરનાર નથી. LICના ખાતામાં પડેલા પૈસા ડેથ ક્લેમ, સરવાઇવલ બેનેફિટ્સ, પ્રીમિયમ ફંડ, ઇનડેમનિટી ક્લેમ અથવા મેચ્યોરિટી ક્લેમ રૂપે જમા છે, જેને લોકો જમા કર્યા બાદ ભૂલી ચુક્યા છે.
જો તમે ક્યારેય LICની પોલીસી લીધી છે અને તમારા પૈસા LIC પાસે બેકાર પડ્યા છે તો તમે તે પૈસા ઉપાડી શકે છો. જો કે આ પૈસા પરત મેળવવા માટે કેટલોક નિશ્વિત સમયગાળો હોય છે. તે બાદ આ પૈસાને અનક્લેમ્ડ પ્રોપર્ટી અથવા દાવા વિનાની સંપત્તિ ઘોષિત કરી દેવામાં આવે છે. તમે ઑનલાઇન પણ તે જાણી શકો છો કે LIC પાસે તમારા કેટલા પૈસા જમા છે.
કેવી રીતે તમારા રોકેલા પ્રીમયમ ની રકમ મેળવી શકો જાણીએ વિગતવાર
LICમાં જમા તમારા નાણાં માટે દાવો કરવાની રીત.
તેના માટે તમારે LIC of Indiaની ઑફિશિયલ વેબસાઇટ પર જવાનું છે.
અહીં અનક્લેમ્ડ પોલીસી ડ્યૂઝ પર ક્લિક કરી તમે તે જાણી શકો છો કે
તમારા કેટલા પૈસા LICના ખાતામા જમા છે.
અહી ક્લિક કરી આપ ઑફિશિયલ વેબસાઇટ પર જઈ શકો
જ્યાં તમને અનક્લેમ્ડ પૈસાની જાણકારી મળી શકે છે.
આ પેજ પર આવ્યા બાદ તમારે તમારી પોલીસીની ડિટેલ્સ ભરવી પડશે
અને તે બાદ તમને તે જાણકારી મળી જશે કે
LICમાં તમને તમારા કેટલા પૈસા જમા છે,
તેમાં પોલીસી નંબર,
જન્મતારીખ
અને પેન કાર્ડની જાણકારી આપવાની રહેશે.
સૌથી ઉપર પોલીસી નંબર,
તે બાદ તમારુ નામ,
પછી તેની નીચે તમારી જન્મ તારીખ રજીસ્ટર કરવાના રહેશે.
અંતમાં તમારે તમારો પેન નંબર આપવાનો રહેશે
અને પછી સબમિટ કર્યા બાદ
તમને તમારા પૈસાની જાણકારી મળી જશે.
આ પૈસાને ઑનલાઇન પણ ક્લેમ કરી શકાય છે.
પૈસા ઉપાડવા માટે LICએ પણ એક સ્પેશિયલ કેંપેન ચલાવ્યું છે.
આ કેંપેન રિવાઇવલ માટે છે. તેનો અર્થ એ છે કે જો તમે પોલીસી લઇને કેટલાંક દિવસ ચાલુ રાખી છે અને પછી તેને ચાલુ ન રાખી શક્યા હોય તો તમે તેને રિવાઇવ કરાવી શકો છો.
આ કેંપેન 6 માર્ચ 2021 સુધી ચાલશે.
આ અંગે વધુ જાણકારી LICની બ્રાન્ચ ઑફિસમાંથી લઇ શકો છો.
ટિપ્પણીઓ નથી
THANKS TO COMMENT