- આજરોજ કાથરોટા માધ્યમિક તેમજ
- પ્રાથમિક શાળાના સયુંકત ઉપક્રમે અને
- જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ દ્વારા
- અંધશ્રદ્ધા નિવારણ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા પ્રયોગોનું નિદર્શનનો જીવંત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો
- આ કાર્યક્રમમાં જુનાગઢ થી પધારેલા પ્રતાપભાઈ ઓરા જે જુનાગઢ લોકવિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર છે
- તેમજ માધુપર થી પધારેલા ગોવિંદ બાપા દ્વારા અંધશ્રદ્ધા ના પ્રયોગોનું જીવંત નિદર્શન પોતે કરી એને બાળકો પાસે પણ એ પ્રયોગો કરાવ્યા હતા
- જેમાં ખાસ કરીને હાથ માંથી કંકુ નીકળવું ,
- નજર ઉતારવી ,
- લીંબુ માંથી લોહી નીકળવું
- તેમજ બેલેન્સ ,
- હવાનું દબાણ,
- હેલિકોપ્ટર ઉડે છે ત્યારે વૈજ્ઞાનિક ઘટના ભાગ ભજવે છે
- જેવા નાના નાના,
- સતત ત્રણ કલાક અવનવા વિજ્ઞાનના અભિગમને ધ્યાનમાં રાખીને
- પ્રોયોગોનું નિદર્શન કોડિનેટર પ્રતાપભાઈ કરીને અને બાળકો પાસે કરાવીને શીખવ્યું હતું ,
- જેનું જીવંત પ્રસારણ પણ કરવાંમાં આવ્યું હતું
- આપ youtube પર અંધશ્રદ્ધા નિવારણ ના પ્રયોગો baldevpari લખીને સર્ચ કરી
- youtube નું લાઈવ પ્રયોગો પણ જોઈ શકો છો
- જેની નીચે લિંક આપેલી છે
- આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બલદેવપરી સાહેબ દ્વારા કરેલું હતું
- માધ્યમિક શાળાના આચાર્ય ઓરિયા સાહેબ
- પ્રાથમિક શાળાના આચાર્ય અનિલભાઈ તેમજ
- સાયન્સ શિક્ષક ભારતીબેન ,
- તેમજ આજુ બાજુ ની શાળાના સાયન્સ શિક્ષકો અંજલીબેન ,
- ભાવનાબેન ચૌહાણ
- ગોહિલ સાહેબ પધારેલા હતા
- આ કાર્યક્રમમાં ખાસ ગામના સરપંચ કુમનભાઈ
- તેમજ સંસ્થાના ટ્રસ્ટી પણ હાજર રહેલા હતા
- સમગ્ર કાર્યક્રમને ઓપ આપવા માટે
- હિતેશ ભાઈ ડોબરીયા અને ડાંગર સાહેબ જહેમત ઉઠાવી હતી
- બાળકોમાં અભિગમ કેળવાય
- વૈજ્ઞાનિક પદ્ધતિથીએ જીવનમાં શીખે એવા
- અભિગમ સાથે સરસ મજાનો અઢી કલાકનો કાર્યક્રમ કર્યો હતો
માધ્યમિક શાળા કાથરોટામાં યોજાયો અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમ
માર્ચ 10, 2021
0
માધ્યમિક શાળા કાથરોટામાં યોજાયો અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમ
Tags
THANKS TO COMMENT