- મારા શિક્ષક પ્રત્યેનો આદરશ્રદ્ધાભાવ-સાચો શિક્ષક જ પામી શકે!
- ઓમાનના સુલતાન કાબુસજીએ ગઈ કાલે આ દુનિયામાંથી વિદાઈ લીધી.
- એમના વિશે વાંચતા એક ખૂબ જ
- રસપ્રદ આર્ટિકલ કે જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
- શ્રીમાન શંકર દયાળ શર્માની ઓમાન મુલાકાત
- વિશે હતો એ ધ્યાન પર આવ્યો.
====================================
===================================
ઓમાનના સુલતાન કાબુસ - ઓમાનના સુલતાન કાબુસ અન્ય દેશમાંથી એમની મુલાકાતે
- આવનારા પ્રધાનમંત્રી/રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર
- સ્વાગત કરવા કદી જતા ન હતા,
- ભલે ને એ દુનિયાના સૌથી શક્તિશાળી
- દેશ અમેરિકાથી આવ્યા હોય;
- તો પણ નહીં.
- પરંતુ, એ સમયે ઓમાનના રાજા એવા
- સુલતાન કાબુસ ભારતના રાષ્ટ્રપતિનું
- સ્વાગત કરવા જાતે એરપોર્ટ પર ગયા.
- એટલું જ નહીં, જેવું વિમાન રનવે પર લેન્ડ થઈને
- એરપોર્ટમાં પાર્ક થયું, તુરંત તેઓ
- વિમાનમાં અંદર ગયા અને આપણા
- દેશના રાષ્ટ્રપતિની સાથે વિમાનની બહાર આવી લોકોનું અભિવાદન
- ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું.
- એરપોર્ટ પર બન્ને મહાનુભવોને લઈ જવા
- ડ્રાઈવર સાથેની વૈભવી સરકારી મોટરકાર હાજર
- હોવા છતાં સુલતાન કાબુસ તેમની
- પ્રાઇવેટ મોટરકારમાં જાતે હંકારીને
- ભારતના રાષ્ટ્રપતિને બેસાડી
- પોતાના શાહી મહેલમાં તેડી ગયા.
- ત્યારબાદ આયોજિત પત્રકાર પરિષદમાં પત્રકારોએ
- જ્યારે સુલતાન કાબુસને પૂછ્યું કે
સુલતાન કાબુસનો જવાબ શિક્ષણ જગત અને શિક્ષક માટે સુવર્ણ અક્ષર બની ગયો
- "તમે ભારતના રાષ્ટ્રપતિ માટે આટલા બધા નિયમો (પ્રોટોકોલ) કેમ તોડ્યા?"
- તો એમણે જવાબ આપ્યો કે,
- " હું શ્રીમાન શંકર દયાળ શર્માજીને એરપોર્ટ પર સ્વાગત કરવા એટલા માટે નહોતો ગયો કે તેઓ ભારતના રાષ્ટ્રપતિ છે.
- હકીકત એવી છે કે મેં શિક્ષણ ભારતમાં મેળવ્યું છે.
- એ દેશમાં હું ઘણું બધું શીખ્યો છું.
- \જ્યારે હું પુના શહેરની કોલેજમાં વિદ્યાર્થી હતો
- ત્યારે શ્રીમાન શંકર દયાળ શર્માજી મારા અધ્યાપક હતા.
- મેં જે કર્યું એનું એક માત્ર કારણ
- મારો મારા શિક્ષક પ્રત્યેનો આદરશ્રદ્ધાભાવ જ છે."
- કેવી મહાનતા! આ મહાનતા,
- વૈભવ અને ઉદારતા કદાચ
- એક સાચો શિક્ષક જ પામી શકે!
THANKS TO COMMENT