Breaking News

મદદ કરવાની અનોખી રીત-આત્મસન્માન કેમ જાળવવું અને પરસન્માન કેમ આપવું

✍️મદદ કરવાની અનોખી રીત-આત્મસન્માન કેમ જાળવવું અને પરસન્માન કેમ આપવું 

✍️લઘુ કથા

✍️આપવાની અનોખી રીત

👏હાથ લાંબો કરાય નહીં
 ✍️કે મદદ લેવાય નહીં
🎁આત્મસન્માન ગિરવે મુકાયો નહીં
મિત્રો જો જો હો આપણો અહમ્ પોષતા પોષતા 
કોઈનું આત્મગૌરવ હણાઇ નહીં.

✍️ સોસાયટી માં ઘર બેઠા નાના-નાના બાળકોને ભણાવતી એક ટીચરની ઘરે લોટ અને શાકભાજી ખલાસ થઇ ગયા..!! હમેશા સાદગી થી રહેનારી ટીચર ને બહાર મળતા મફત રેશન ની લાઈન માં ઉભા રહેવામાં સ્વાભાવિક રીતે ખુબ સંકોચ થયો..!!

ફ્રી માં રેશન આપવા વાળા યુવાનોને જયારે આ વાતની ખબર પડી ત્યારે એ લોકો એ જરૂરિયાત મઁદો ને ફ્રી માં લોટ અને શાકભાજી આપવાનું તત્કાળ પૂરતું બઁધ કર્યું,, આ તો બધા ભણેલા ગણેલ યુવાનો હતા, અંદરોઅંદર વિચાર વિમર્શ કરી ને નક્કી કર્યું કે આવા તો કેટલાય મધ્યમ વર્ગ ના પરિવારો ને જરૂરત હોવા છતાં, પોતાના આત્મસન્માન ને કારણે ફ્રી માં મળતા રેશનની લાઈનમાં નથી ઉભા રહી શકતા.!! આ યુવાનો એ પોતાના વિચારો વડીલોની સમક્ષ વ્યક્ત કર્યા અને તેઓ ની સલાહ બાદ બીજે જ દિવસે ફ્રી રેશન નું બોર્ડ હટાવી ને બીજું બોર્ડ લગાવ્યુ..જેમાં લખ્યું તું.

-ખાસ ઓફર:- 

કોઈ પણ શાકભાજી Rs.15 ની કિલો મળશે અને સાથે એટલો જ લોટ અને દાળ 
ફ્રી આપવામાં આવશે...!!

આ બોર્ડ જોઈને ભિખારીની ભીડ દૂર થઇ ગઈ 

અને મધ્યમ વર્ગ ના મજબૂર લોકો હાથમાં ૨૦-૩૦ રૂપિયા લઇ ને ખરીદી કરવા લાઈનમાં ઉભા રેહવા લાગ્યા..!! 
એ ખાત્રી સાથે કે હવે તેમના આત્મસન્માન ને ઠેસ નહીં પહોંચે...!!
આજ લાઈન માં બાળકો ને ભણાવનારી ટીચર, મોઢા પર પરદો રાખી, હાથ માં મામુલી રકમ લઇ ને ઉભી રહી ગઈ. આંખો ભીની હતી પણ મન માં સંકોચ હવે નહોતો. પોતાનો વારો આવ્યો, જરૂરી સામાન લઇ, પૈસા ચૂકવી ને ઘરે આવી. સામાન ખોલી ને જોયું તો જેટલા પૈસા ચૂકવી ને રેશન લીધેલું એટલા જ પૈસા રેશન ની સાથે પડેલા હતા...!!! એણે ચુકવેલા પૈસા પેલા યુવાનો એ સામાન ની બેગ માં પાછા મૂકી દીધા હતા .!

આ યુવાનો, જેટલા લોકો પૈસા ચૂકવી ને સામાન લઇ જતા હતા તે બધા ને તેમના ચુકવેલા પૈસા તેમની બેગ માં પાછા મૂકી દેતા હતા..!! એ સત્ય છે કે આવડત અને રીત, ખોટા દેખાવો કરતા વધુ મજબૂત છે. મદદ જરૂર કરો પણ કોઈના આત્મસન્માન ને ઠેસ પહોચે એવી રીતે ના કરો..!! 

જરૂરિયાતમંદો નો ખ્યાલ રાખતા રાખતા ઈજ્જતદાર મજબુરોનો પણ આદર કરો...!!

☑ અને વિશ્વાસ રાખો કે ઈશ્વર તમારા પર સ્નેહ ભરી નઝર રાખશે...!!

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો