Breaking News

માણસાઇનો ટેસ્ટ જરૂર કરાવી લેજો-આફતમાં ટેકો પ્રત્યક્ષ મદદ

ઇન્ટરનેટ ના માધ્યમથી થોડા ફેરફાર સાથે હદય ને હચમચાવતી વાત 

અચાનક સવારે સ્વીટુ ની સ્કૂલેથી ફોન આવ્યો....સ્કૂલની ફી લોકડાઉન ને કારણે 25% માફ કરવા માં આવે છે..

બાકી નીકળતી રકમ તાત્કાલિક ભરી દેવા વિનંતી.....

વાર્ષિક ફી 50,000 તેના 25% 12,500 ઝડપ થી ગણતરી લગાવી...હું સવારે શાંતિ થી બાલ્કની માં બેઠો હતો..ત્યાં સ્વીટુ એ બુમ મારી પપ્પા નાસ્તો તૈયાર થઈ ગયો છે..હું ઉભો થઇ ડાનિંગ ટેબલ ઉપર આવ્યો...

ટેબલ ઉપર પડેલ ન્યૂઝ પેપર ઉપર મારી નજર કરી...

કોરોના નો આંતક...મોત ના આંકડા, વિવિધ ટેલિફોનિક બેસણા..ની જાહેરાત...Good morning જેવા કોઈ સમાચાર કોઈ ખૂણા ઉપર દેખાતા ન હતા....

મેં પેપર ને ઉથલાવ્યું..તો..લખ્યું હતું કોરોના ને કારણે લાખો લોકોની નોકરી જતી રહી ..નાના ધંધા રોજગાર કરનાર ની સ્થિતિ દયાજનક ...

મેં કોર્નર ઉપર પધરાવેલ ભગવાન શ્રી ક્રિષ્ન ની મૂર્તિ સામે જોયું...અને કહ્યું આટલી વિકટ પરિસ્થિતિ માં પણ હજુ મારી નોકરી અને મારો પરિવાર સલામત છે....પ્રભુ તારો આભાર માનું તેટલો ઓછો છે...

મેં છાપું બાજુ ઉપર મૂક્યું....

કાવ્યા પણ ખુરશી ઉપર ગોઠવાઈ ગઈ.

સ્વીટુ ધીરે થી બોલ્યો પપ્પા મને અંકલ બહુ યાદ આવે છે ...

મેં કીધું કયા અંકલ ?

સ્વીટુ ભીની આંખે બોલ્યો ..પપ્પા ભૂલી ગયા ને મને સ્કૂલે મુકવા અને ઘરે થી લેવા આવતા એ કાંનજી અંકલ...

મેં કીધું કેમ.બેટા.. અચાનક...

પપ્પા...મહિના માં બે વખત એ અમુલ પાર્લર ઉપર વાન ઉભી રાખી અમને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખવરાવતા...

એક વખત તો.મેં કીધું અંકલ બહુ ભૂખ લાગી છે..તો.મને પિઝા ખવરાવ્યો હતો....વેકેશન પડવાનું હોય ત્યારે અમને બધા ને પાર્ટી પણ કરાવતા...

હું..પણ...કાનજી ભાઈ ને યાદ કરવા લાગ્યો....આખું શહેર ચોમાસા માં પાણી પાણી વરસાદ રોકાવા નું નામ લેતો ન હતો...કોઈ જગ્યા એ પાંચ ફૂટ તો કોઈ જગ્યા ત્રણ ફૂટ પાણી...

સ્કૂલે ગયેલા બાળકો ને ઘરેથી તેડવા જવાય તેવી સ્થતિ પણ કોઈ ની ન હતી...લોકો પોતાના બાળકોની ચિતા કરતા હતા...એ દિવસે કાનજીભાઈ મોબાઈલ પણ ઉપાડતા ન હતા..સ્કૂલે ફોન કર્યો તો કહે બાળકો વાન માં જતા રહ્યા..

ચિંતા થી અમે ઘર ના દરવાજા પાસે ઉભા હતા ત્યાં કાનજી ભાઈ સ્વીટુ ને પોતાના ખભા ઉપર બેસાડી...દૂર દૂર થી ખભા સુધી પાણી માં ધીરે ધીરે ચાલતા આવતા મેં જોયા.....અમારા ચહેરા ઉપર આનંદ દેખાણો...

કાનજી ભાઈ એ સ્વીટુ ને નીચે ઉતારી હાથ જોડી કીધું..સાહેબ તમારું બાળક સહી સલામત છે..

મેં કાનજી ભાઈ નો હાથ જોડી ખૂબ આભાર માન્યો...

ગરમ ચા નાસ્તો કરી જવા મેં આગ્રહ કર્યો...પણ એ બોલ્યા ના સાહેબ હજુ બે બાળકો વાન માં બેઠા છે તેને મારે ઘરે પહોચાડવાના છે.....આ અમારી ફરજ માં આવે...હું કાનજી ભાઈ ને દૂર સુધી જતા જોતો રહ્યો..પછી સ્વીટુ ને ભેટી પડ્યો...

સ્વીટુ બોલ્યો પપ્પા કયા વિચાર માં પડી ગયા ?

કંઈ નહિ બેટા.. મારો.મોબાઈલ ટેબલ ઉપર થી આપ...

સ્વીટુ ઉભો થયો. અને મોબાઈલ મને આપ્યો...

મેં મોબાઈલ લગાવ્યો ...સ્વીટુ અને કાવ્યા જોતા રહ્યા..

કાનજીભાઈ એ મોબાઈલ ઉઠાવ્યો.....

બોલો સાહેબ ઘણા સમયે....

હા...તમે સ્વીટુ ને ઘણા દિવસ થીં સ્કૂલે લઈ જવા આવતા કેમ નથી ?

અરે સાહેબ તમે ક્યાં ગરીબ વ્યક્તિ ની મજાક કરો છો ?

મેં કીધું..તમે અને તમારો પરિવાર બધા કેમ છે?

બધા મજા માં છીયે સાહેબ.

તમે અત્યારે શુ કરો છો ? મેં પૂછ્યું

સાહેબ...લોકડાઉન દેશ ને કરાય ઘર ને થોડા તાળા મરાય...પાણીની બોટલો ઘરે ઘરે આપવા જાઉં છું......

આજે તમે ઘરે આવી શકશો ?

કેમ અચાનક સાહેબ ?

બસ સ્વીટુ ને તમારી યાદ આવી

સાહેબ અમને પણ બાળકોના કલબલાટ વગર ગમતું નથી...આજે મળવા આવું છું...

મોબાઈલ બંધ કરી મેં સ્વીટુ સામે જોયું...સ્વીટુ ની આંખો ભીની હતી...

કાવ્યા પણ મારી આંખો ની ભાષા સમજી ગઈ હતી...

મેં કીધું..કાવ્યા કાનજી ભાઈ ને દર મહિને સ્કૂલ વાન ના કેટલા રૂપિયા આપણે આપતા હતા ?

1000 રૂપિયા... કાવ્યા બોલી..

મેં કીધું કાવ્યા આજે સવારે સ્વીટુ ની સ્કૂલ માંથી ફોન હતો 25 % ફી માફ કરી...

આપણા આકસ્મિક 12,500 બચી ગયા..અને બીજા આ વખતે કોરોના ને કારણે આપણે દ્વારકા પણ નથી ગયા..જે આખા વર્ષ ના લાલા ના નામે ભેગી કરેલ રકમ પણ 10,000 જેવી થાય છે..આ બધી રકમ ભીગી કરીયે તો 25000 રૂપિયા થાય છે...જે હું કાનજી ભાઈ ને આપવા માંગુ છું...આ કાનજી કે દ્વારકા નો કાનજી એક જ કહેવાય ને ?

કાવ્યા અને સ્વીટુ ના ચહેરા ઉપર આનંદ હતો....

કાવ્યા બોલી એ વરસાદ નો દિવસ હું કેમ ભુલી શકું..સ્વીટુ ને ખભે બેસાડી પોતાની જવાબદારી અદા કરી....બીજી કોઈ પણ મદદ થતી હોય તો.કરો.. મને આનંદ થશે...

થોડી વાર પછી કાનજી ભાઈ આવ્યા...આંખે કાળા કુંડાળા..માથા ના વાળ વધી ગયા હતા મેં કીધું કાનજી ભાઈ શું થઈ ગયું....તમને...

કાનજી ભાઈ બોલ્યા સાહેબ.. આ કોરોના એ નાના માણસ ના સ્વપ્નાં તોડી નાખ્યા...

સ્વીટુ પણ દોડી તેમની નજીક બેસી ગયો....

કાનજી ભાઈ કહે, બેટા...મારી પાસે નહિ તારા પપ્પા પાસે બેસ અને કોઈ મહેમાન આવે તો...તારે માસ્ક પહેરી લેવાનું..અને મહેમાન ન પહેરયું હોય તો કહેવાનું, માસ્ક પહેરો

સ્વીટુ સામે જોઈ કાનજી ભાઈ બોલ્યા બેટા સ્કૂલ યાદ આવે છે..?

આટલું પૂછ્યું ત્યાં તો સ્વીટુ ની આંખો માંથી પાણી આવવા લાગ્યા....

કાનજી ભાઈ આજ સવારથી સ્વીટુ ઢીલો છે..તમારા આઈસ્ક્રીમ ચોકલેટ યાદ કરતો હતો... કાનજી ભાઈ બાળકો તો લાગણી જોવે ત્યાં દોડે..

હું ઉભો થયો..અને કાનજી ભાઈ ના હાથ માં બંધ કવર મૂક્યું..અને કીધું કાનજી ભાઈ તમારા બે વર્ષ ના સ્કૂલવાન ના 1000 લેખે રૂપિયા 25000 કવર માં મુક્યા છે...

અરે સાહેબ...આ માટે મને બોલાવ્યો હતો...?

અરે....યાર અમારા ઘરે કાનજી ક્યાંથી....મેં હસતા હસતા વાત ને નોર્મલ કરી...લોકડાઉન માં કાનજી ના મંદિર બંધ થઈ ગયા....માનવતા ના મંદિર ખોલો, એવું ભગવાન કહે છે.

અમારા બધા ની આંખો એક સાથે ભીની હતી...કાનજી ભાઈ બોલ્યા સાહેબ...અણી ના સમયે તમારી મદદ મળી છે ..આજે સવારે જ હું હિંમત હારી ગયો હતો સમીરભાઈ...

ભગવાનને હાથ જોડી પ્રાર્થના કરી હતી હે ભગવાન આ પરિસ્થતિ માંથી બહાર કાઢ....હવે લાંબો સમય મારા થી સહન નહિ થાય....

સમીરભાઈ ભગવાન પ્રત્યક્ષ મદદ કરવા આવે તેવા નસીબ આપણા હોતા નથી પણ કોઈ માધ્યમ મુંઝાઈયે ત્યારે જરૂર મોકલે છે...ભગવાન તમારા દિલ માં બેસી ગયો...

અરે કાનજી ભાઈ આ કોઈ એવી મોટી મદદ નથી..

હવે મારી વાત સાંભળો...મારી કાર ચલાવનાર રઘુ..કોરોના ને કારણે છ મહિના થી ભાગી ગયો છે..નથી ફોન ઉપડતો નથી ફોન કરતો....

તો એમ...કરો સ્કૂલ ખુલે નહિ ત્યાં સુધી તમે મારી કાર ચલાવી લ્યો....પગાર તો તમારો મારી કંપની આપવા ની છે...તમારો ખરાબ સમય હમણાં પસાર થઈ જશે... ચિતા ન કરો...

કાનજી ભાઈ હાથ જોડી ઉભા થયા અને બોલ્યા...બસ આવી થોડી થોડી માનવતા દરેક વ્યક્તિ બતાવે તો આવા 100.કોરોના સામે આપણો દેશ લડી શકે...

પણ અત્યારે આફત માં અવસર સમજી નીચ પ્રવૃત્તિ કરનારા જોયા....પણ આફત માં ટેકો કરનારા પ્રથમ મેં તમને જોયા....

સાહેબ મારા અંતર થીં આશીર્વાદ આ સ્વીટુ ...બહુ મોટો સાહેબ બને...

મેં સ્વીટુ સામે જોઈ કીધું બસ બેટા હવે રોજ તને મળવા કાનજી ભાઈ આવશે...

ખૂબ ખૂબ આભાર સાહેબ...

મંદિર તો અત્યારે બંધ છે પણ હું મંદિર ના પગથિયાં ચઢ્યો એટલો આનંદ થયો..

કાનજી ભાઈ વાત સાચી..મંદિર બંધ છે પણ કાનજી બહાર ફરે છે... અને દરેક ઉપર નજર રાખે છે...

મિત્રો..

કોઈ સંસ્થા ને દાન આપવા કરતા તમારી અજુબાજુ નજર કરો...ઘણી તમારી પરિચિત વ્યક્તિઓ આશા ની દ્રષ્ટિ રાખી ને બેઠા છે...પ્રત્યક્ષ કોઈ ને મદદ કરવાનો જે આનંદ છે..એ કોઈ સંસ્થા ને સરકાર ને ડોનેટ કરવા માં નથી..
આપણે આપેલ ફંડ નો કોઈ હિસાબ પણ આપતું નથી...
એટલેજ પ્રત્યક્ષ મદદ કરવા આગળ વધો..

બસ એટલું ધ્યાન રાખજો કોઈ ને મદદ કરતી વખતે તેની આંખો માં આંખો મેળવી વાત ન કરતા તેની લાચાર આંખો તમારા આ ભગીરથ કાર્ય ને નકામુ કરી દેશે...

આવી કપરી પિસ્થિતિમાં પણ જે લોકો રાજકરણ રમે છે લોકોની તકલીફોને સમજવાને બદલે આફતમાં અવસર સમજી લોકો ને લૂંટે છે..તેમને નમ્ર નિવેદન કે કૃપા કરી ને તમારો કોરોનાનો નહિ પણ માણસાઇ નો ટેસ્ટ જરૂર કરાવી લેજો

ૐ 

1 ટિપ્પણી:

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો