આદિ ગુરુ શંકરાચાર્યે ત્યાર બાદ 820 ઈ.સ માં તેમણે હિમાલયમાં સમાધિ લઇ લીધી હતી
આદિ ગુરુ શંકરાચાર્યે |
શ્રી જગદગુરુ આદિ શંકરાચાર્યને ભારતીય તત્વજ્ઞાનના પિતા ગણવામાં આવે છે
શત શત વંદન શ્રી જગદગુરુ આદિ શંકરાચાર્યને !!!!!!
જન્મ:-
ઈ. સ. 7 અને 8મી સદીનો જે સમય આપવામા આવે છે તે અભીનવ શંકરાચાર્યનો સમય છે, જે અદી શંક્રચાર્ય પછી 38મા મઠાધીપતી હતા.આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર અનેક ગ્રંથ લાખાણા છે. ચીતસુખાચાર્ય, આદી શંકરાચાર્યની પાંચ વર્ષની ઉંમરથી તેમની સાથે હતા, અને તેમના પરમ મીત્ર અને શીષ્ય હતા ચીતસુખાચાર્યએ પોતાનુ જીવન આંદી શંક્રાચાર્ય સાથે વીતાવ્યુ હતુ..તેમને આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર "બૃહ્ત શંકરવીજય" નામનો ગ્રંથ લખેલ. તે પ્રમાણે આદી શંક્રાચાર્યનો જન્મ
तिष्ये प्रयात्य नलसेवधि बाणनेत्रे |
ये नंदने दिनमणा वुदगढ़वभाजी |
राधे दिते रुडुविनिर्गतमन्गलग्ने |
स्याहूतवान सिवगुरुहू सच श्रंकरेति ||
અર્થ;- કળીયુગ( ઇ. સ.પુર્વ 3102થી ચાલુ) ના નંદન સવંતસર 2593મા વર્ષમાં, રવીવાર, વૈશાખ શુકલ પાચમ, પુનરવશુ નક્ષત્ર અને ઘનુ લગ્નમાં શીવગુરૂના પત્ની આર્યઅંબાના ગર્ભથી શંક્રાચાર્યનો જન્મ થયો. તે પ્રમાણે આદી શંકરાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509(3102 - 2593=509)મા થયો હતો. દ્વારકાપીઠ,ગોવર્ધન મઠ અને જ્યોતિ મઠ ના મંઠાધીપતીના વંશાવળી પ્રમાણે પણ આદી શંક્રાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509માં થયો
તેઓ બાળપણથી જ શાંત, ગંભીર અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. માત્ર ૩ વર્ષની ઉંમરમાં તેમણે માતૄભાષા મલાયાલમ અને સંસ્કૃત શીખી, તેમણે અનેક ગ્રંથ તેમ જ વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત વગેરે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી કંઠસ્થ કરી લીધા હતાં. તેઓ શ્રુતિધર એટલે કે જે સાંભળે એ કંઠસ્થ થઈ જાય તેવા હતા.
ગુરુની ગોવિંદાચાર્ય મળ્યા
ગુરુની શોધમાં તેઓ ઓમકારેશ્વર પહોંચ્યા. જ્યાં તેમને ગોવિંદાચાર્ય મળ્યા !!! ૩ વર્ષ અભ્યાસ કર્યાં પછી તેઓ ૧૨ વર્ષની આયુએ કાશી પહોંચ્યા. ૧૨ વર્ષની નાનકડી જ આયુમાં આ બાલ આચાર્ય મણિકણિકા ઘાટ પર તેમનાં વૃદ્ધ શિષ્યોને “મૌન વ્યાખ્યાન ” આપતાં હતાં !!!! કાશીમાં ગંગા સ્નાન કરીને પાછા ફરતાં સમયે તેમણે એક ચંડાળને ” આઘો ખસ” એમ કહ્યું !!! ત્યારે તે ચંડાળે શંકરને “આદ્વૈત “નું વાસ્તવિક જ્ઞાન આપ્યું ….. અને કાશીમાં ચંડાળરૂપધારી એ શંકરભગવાન પાસેથી પૂર્ણ શિક્ષા પ્રાપ્ત કરીને નાનકડા એ બાળક શંકરે ૧૪ વર્ષની ઉંમરે જ બ્રહ્મસૂત્ર , ગીતા , અને ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યાં. ૧૬ વર્ષની ઉંમરે એમની મુલાકાત ભગવાન વેદવ્યાસ જોડે થઇ !!!સનાતન ધર્મમાં નવપ્રાણ ફૂંકીને આદિ શંકરાચાર્યએ જે મહાન યોગદાન આપ્યું છે, તે ભારતીય ચેતનાની મહાધારાને પ્રવાહપૂર્ણ બનાવી રાખે છે. માત્ર 32 વર્ષની નાની વયે શંકરાચાર્યએ તેમના જીવનમાં જે પુરુષાર્થ કર્યો તે સમગ્ર સંસ્કૃતિનો વાહક બની ગયો.
માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં વૈદિક જ્ઞાનમાં પારંગત થઈ ચૂકેલા શંકરાચાર્યએ સંન્યાસીનો રસ્તો અપનાવ્યો હતો અને 32 વર્ષની ઉંમરમાં સમાધિસ્થ થવા સુધીમાં તેમણે ભારત વર્ષનો ખૂણે ખૂણો ફરી લીધો હતો. તેઓ જ્યાં જયાં ગયા હતા ત્યાં ત્યાં સનાતન ધર્મ-સંસ્કૃતિની સામે આવી રહેલા પડકારોને દૂર કરતા આગળ વધ્યા હતા.
4 મઠ એટલે પીઠની સ્થાપના
આદિ શંકરાચાર્યને અદ્વૈતના પ્રવર્તક માનવામાં આવે છે. તેમનું કહેવું હતું કે, આત્મા અને પરમાત્મા એક જ છે પણ આપણામાં રહેલી અજ્ઞાનતાને કારણે જ બંને અલગ દેખાય છે. જે પ્રકારે બ્રહ્માના ચાર મુખ છે અને તેમના દરેક મુખમાંથી એક વેદની ઉત્પત્તિ થાય છે.
આ ચાર પીઠ એક-એક વેદ સાથે જોડાયેલાં છે.
ઋષિકેશની આજુબાજુના ખીણ વિસ્તારને લીધે, તે સમયે ગંગા નદી પાર કરવી સહેલી નહોતી અને ગંગાને પાર કર્યા વિના આગળ વધી શકાતું પણ નહતું. તેથી, શંકરાચાર્યએ એક અલગ રસ્તો પસંદ કર્યો હતો અને ઋષિકેશથી 35 કિલોમીટર દૂર વ્યાસઘાટ (વ્યાસટ્ટી) પરથી ગંગાનદીને ઓળંગી હતી, અને બ્રહ્માપુર (હાલમાં બછેલીખાલ નીચે સ્થિત મેદાન) પહોંચ્યા હતા. અહીંથી આજે પણ તરીને નદીની પેલી પાર જઈ શકાય છે. એવું કહેવામાં આવે છે કે બ્રહ્મપુરથી દેવપ્રયાગ પહોંચીને સંગમ પર, તેમણે સ્તવન (ગંગા સ્તુતિ) ની રચના કરી અને પછી શ્રીક્ષેત્ર શ્રીનગર (ગઢવાલ) તરફ આગળ વધ્યા. પછી અલકનંદા નદીના જમણા કાંઠેથી રૂદ્રપ્રયાગ અને કર્ણપ્રયાગ થઈને નંદપ્રયાગ પહોંચ્યા. ડો. નૈથાનીના કહેવા પ્રમાણે, શંકરાચાર્ય અહીંથી જોશીમઠ પહોંચ્યા અને કલ્પ વૃક્ષ નીચે ધ્યાનમાં લીન થઈ ગયા. જોશીમઠમાં જ્યોતિર્મઠ પીઠની સ્થાપના પછી, તે બદ્રીનાથ પહોંચ્યા. અહીં તેમણે બદ્રીનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની સાથે ભગવાન વિષ્ણુની ચતુર્ભુજ મૂર્તિને નારંદ કુંડમાંથી બહાર કાઢીને મંદિરના ગર્ભાગૃહમાં સ્થાપિત કરી.
શંકરાચાર્યએ કેદારનાથમાં જઈ તપ કર્યું હતું. તેઓ જ્યોતિર્મઠ (જોશીમઠ)માં જેની નીચે બેસીને તપ કરતા હતા એ કલ્પ વૃક્ષ આજે પણ મોજૂદ છે. કેદારનાથમાં જ શંકરાચાર્યએ સમાધિ લીધી હતી. 2013માં કેદારનાથમાં આવેલા પૂર વખતે આદ્ય શંકરાચાર્યનું સમાધિસ્થળ પણ વહી ગયું હતું. હવે એનું ભૂમિગત નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
પ્રયાગમાં કુમારિલભ ને મળ્યાં
પ્રયાગમાં કુમારિલભ ને મળ્યાં, માહિષ્મતિમાં મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો. એમણે કેદારધામમાં ૩૨ વર્ષની આયુમાં શિવસાયુજ્ય પ્રાપ્ત કરી લીધું.
કુમારિલ ભટ્ટનાં નિવેદનથી શંકરાચાર્યએ તેમનાં કર્મકાંડને માનનાર શિષ્ય મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો , જેનાં નિર્ણાયક મિશ્રનાં પત્ની ઉભય ભારતી બન્યાં. આ શાસ્ત્રાર્થમાં મિશ્રની હાર થઇ. જેથી તેમનાં પત્ની ભારતીએ પણ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો , તેમણે શંકરાચાર્યને પરાજય કરાવવા કામશાસ્ત્રનાં પ્રશ્નો પૂછ્યાં ત્યારે શંકરાચાર્ય તેમણી પાસે સમય માંગી એક મૃત રાજાનાં શરીરમાં પ્રવેશી કામશાસ્ત્રનું જ્ઞાન મેળવી ઉભય ભારતીને શાસ્રાર્થમાં હરાવ્યાં.
ભગવાન શંકરના સંબંધે જે પણ પાઠય સામગ્રી મળે છે તથા તેમનાં જીવન સંદર્ભે જે પણ ઘટનાઓ સંકળાયેલી છે તેની માહિતી જે મળે છે એનાથી આપણે એ બાબતથી જ્ઞાત થઈએ છીએ કે એ એક વ્યક્તિવિશેષ અને અલૌકિક મનુષ્ય હતાં. એમનાં વ્યક્તિત્વમાં પ્રકાંડ પાંડિત્ય, ગંભીર વિચારશૈલી, અગાધ ભગવદભક્તિ આદિનો સુભગ સમન્વય થયેલો જોવાં મળે છે એમની વાણીમાં તો જાણે કે સ્વયં સરસવતિ દેવી આવીને વસતાં હોય !!!. પોતાની બત્રીસ વર્ષની આયુમાં જ એમને બૃહદ ગ્રંથો રચ્યાં. સમગ્ર ભારતભ્રમણ કરીને એમને વિરોધીઓને શાસ્ત્રાર્થમાં પરાજીત કર્યાં !!!! ભારતના ચારેય ખૂણાઓમાં એમને મઠો સ્થાપ્યા તથા ડૂબતાં રહેલાં સનાતન ધર્મની એમણે રક્ષા કરી …….. ધર્મ સંસ્થાપનાના એમનાં આ મહાન કાર્યને જોઇને એ વિશ્વાસ દ્રઢ થાય છે કે એ સાક્ષાત ભગવાન શંકરના અવતાર હતાં !!!!
!! શંકરો શંકર સાક્ષાત !!
એમનાં જ સમયમાં ભારતમાં વેદાંતદર્શન અને અદ્વૈતવાદનો સર્વાધિક પ્રચાર થયો એમને અદ્વૈત્વાદના યુગ પ્રવર્તક પણ માનવામાં આવે છે ……. બ્રહ્મસૂત્ર પર જેટલાં પણ ભાષ્ય મળે છે એમાં સૌથી પ્રાચીન અને સૌથી સારું ” શંકર ભાષ્ય ” જ છે !!!!
એમની જન્મતિથિ સંદર્ભે મતભેદ છે જોકે અધિકાંશ લોકો માને છે કે —- તેઓ ઇસ ૭૮૮ માં જ આવિર્ભૂત થયાં
એક દિવસ શંકર માં સથે નદીમાં સ્નાન કરવાં ગયાં ત્યારે મગરે એમને પકડી લીધાં ….. માંએ શોરબકોર કરી મૂકયો. શંકરે માને કહ્યું —- ” માં જો તું મને સન્યાસ લેવાની અનુમતિ આપે તો મગર મને છોડી મુકશે !!!!” માંએ આજ્ઞા આપી દીધી …… જતી વખતે એ માંને કહેતાં ગયાં કે “તારાં મૃત્યુ સમયે હું ઘર પર ઉપસ્થિત રહીશ !!!” ઘરેથી ચાલીને તે નર્મદા કિનારે પહોંચ્યા !!! ત્યાં ગોવિંદ ભગવદપ્રસાદ પાસે દીક્ષા ગ્રહણ કરી એમને ગુરુના બતાવેલા માર્ગે સાધના શરુ કરી. અલ્પકાળમાં જ તેઓ યોગ સિદ્ધ મહાત્મા બની ગયાં. ગુરુની આજ્ઞાથી તેઓ કાશી આવ્યાં
જ્યાં એમનાં અનેક શિષ્યો બની ગયાં !!!! એમનાં પહેલાં શિષ્ય બન્યાં સનન્દનજે પાછળથી પદ્મપાદાચર્યના નામે પ્રસિદ્ધ થયાં. શંકર શિષ્યોને ભણાવવાંની સાથે સાથે ગ્રંથો પણ લખતાં હતાં. એમ કહેવાય છે કે —— એક દિવસ ભગવાન વિશ્વનાથે ચંડાળનાં રૂપમાં એમને દર્શન આપ્યાં અને એમને બ્રહ્મસુત્ર પર ભાષ્ય લખવાં માટે અને ધર્મના પ્રચાર માટે આશીર્વાદ આપ્યાં. એમણે ભાષ્ય લખી લીધું હતું ત્યારે એક બ્રાહ્મણે ગંગાતટે એમને એક સુત્ર નો અર્થ પૂછ્યો !!! એ સુત્ર પર એમનો અને પેલા બ્રાહ્મણનો ૮ દિવસ સુધી શાસ્ત્રાર્થ થયો !!!પછી ખબર પડી કે એ બ્રાહ્મણ બીજા કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન વેદવ્યાસ હતાં …… પછી તેઓ કુરુક્ષેત્ર થઈને બદ્રિકાશ્રમ પહોંચ્યા. એમણે બધાંજ ગ્રંથો કાશી અને બદ્રિકાશ્રમમાં લખ્યાં હતાં. ત્યાંથી તેઓ પ્રયાગ ગયાં ત્યાં કુમારિલભ સાથે મુલાકાત થઇ. કુમારિલભ ના કહેવાથી જ
તેઓ માહીશ્મતિ નગરીમાં મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરવાં આવ્યાં. આ શાસ્ત્રાર્થમાં મધ્યસ્થ હતી શ્રી મંડનમિશ્રની વિદુષી પત્ની ભારતી. એ શાસ્ત્રાર્થમાં મંડનમિશ્રનો પરાજય થયો !!! અને એમણે શંકરાચાર્યનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. આવી રીતે એમણે સમગ્ર ભારતભ્રમણ દરમિયાન અનેકો વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરીને તેઓ પાછાં બદ્રિકાશ્રમ આવી ગયાં !!!! અને બદ્રિકાશ્રમ માં જયોતિરમઠની સ્થાપના કરી અને તોટકાચર્યને એમણે એના મઠાધીશ બનાવ્યાં !!!! અંતત: એ કેદારક્ષેત્ર આવ્યાં અને અહીં જ એમનાં જીવનનો સૂર્ય અસ્ત પામી ગયોએમનાં લખેલાં ગ્રંથોની સંખ્યા ૨૬૨ બતાવવામાં આવી છે. પરંતુ એ કહેવું કઠીન છે કે આ બધાંજ ગ્રંથો એમણે જ લખ્યાં હોય !!! એમનાં પ્રધાન ગ્રંથો આ પ્રમાણે છે ———-
- બ્રહ્મસૂત્ર ભાષ્ય
- ઉપનિષદ ભાષ્ય
- ગીતા ભાષ્ય
- વિષ્ણુ સહસ્રનામ ભાષ્ય
- સનતસુજાતીય ભાષ્ય
- હસ્તામલક ભાષ્ય
- શ્રી ગોવિંદ દામોદર સ્તોત્ર
- આદિ …….
શ્રીમદ્દ આદ્ય શંકરાચાર્ય રચિત બધા સ્તોત્ર નો સંગ્રહ ભાષાંતર સાથે આપ ડાઉનલોડ કરી શકો છો નીચે ની લિંક પર થી
CLICK ME.
THANKS TO COMMENT