બારમાં ધોરણનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી કોલેજોમાં એડમિશન પણ શરૂ નહીં થઈ શકે
મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં બનાસકાંઠાના પાલનપુરમાં કોરાનાની સમિક્ષા બેઠક યોજાઇ હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોનાની સ્થિતિ સામાન્ય બન્યા બાદ ધોરણ 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. હાલ પરીક્ષાની કોઇ તારીખ નક્કી કરાઇ નથી. સાથે જ તેઓએ જણાવ્યું કે
ધોરણ 12 પછી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પરીક્ષા હોય છે
મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ જાહેરાત કરી છે કે રાયમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,
ગુજરાત સરકારે તાજેતરમાં જ ધોરણ દસમાં પરીક્ષા લેવાનું મુલત્વી રાખી તમામ વિધાર્થીઓને પાસ કરી દેવાની જાહેરાત કરી હતી. જોકે, આજે મુખ્યમંત્રીએ બારમા ધોરણની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી માસ પ્રમોશનની અટકળોને હાલ પૂરતી સમા કરી દીધી છે. ગુજરાતમાં ધોરણ ૧થી ૧૧ સુધીના તમામ વિધાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. રાયમાં અગાઉ સરકારે દસમા ધોરણની અને ૧૨મા ધોરણની પરીક્ષા ૧૦ મેથી ૨૫ મેની વચ્ચે લેવાની જાહેરાત કરી હતી. જોકે, કોરોનાના કેસોમાં માર્ચના અતં સુધીમાં એકાએક મોટો ઉછાળો આવતા દસમા ધોરણની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પરીક્ષામાં ૧૨ લાખ સ્ટૂડન્ટસ બેસવાના હતા.
હાલ ચાલી રહેલી બીજી વેવ જુન-જુલાઈ બાદ નબળી પડશે તેવું એકસપટર્સ માની રહ્યા છે, ત્યારે બારમા ધોરણની બોર્ડની પરીક્ષા કયારે યોજાશે તેને લઈને પણ મોટો સવાલ છે.
THANKS TO COMMENT