Breaking News

ધોરણ 12 પરિણામ બનાવો તૈયાર પ્રોગ્રામથી માસ પ્રમોશન પ્રમાણે

ધોરણ 12 પરિણામ બનાવો 

તૈયાર પ્રોગ્રામથી માસ પ્રમોશન પ્રમાણે 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદીથી જણાવે છે કે, રાજય સરકારશ્રીએ તા.૦૨/૦૬/૨૦૨૧ ના રોજ ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધેલ હતો. સરકારશ્રીએ ધોરણ-૧૨ ના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા અંગેની નીતિ ઘડવા માટે શિક્ષણવિદોની સમિતિની રચના કરેલ હતી.


આજરોજ CBSE દ્વારા નામદાર સુપ્રિમકોર્ટમાં ધોરણ-૧૨ ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ


રજૂ કરેલ છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ ના પરીક્ષાના પરિણામોને ધ્યાને લેવામાં આવેલ છે. CBSE દ્વારા ધોરણ-૧૨ ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ અને રાજયની સ્થાનિક

પરિસ્થિતિને ધ્યાને લઈ શિક્ષણવિદોની સમિતિ દ્વારા કરાયેલ ભલામણોનો રાજય સરકારશ્રીએ સ્વીકાર કરેલ

છે. ગુણાંકનની નીતિ…

ધોરણ-૧૦ ના બોર્ડના વિષયવાર પરિણામના (વિષયવાર મેળવેલ ૭૦ ગુણ) આધારે


ધોરણ-૧૨ ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન, (૭૧.૪૩%) ધોરણ-૧૧ ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલ ધોરણ-૧૧ ની પ્રથમ સામાયિક


કસોટી (૫૦ ગુણ) અને દ્વિતીય સામાયિક કસોટી (૫૦ ગુણ) માંથી મેળવેલ કુલ ગુણના


સરેરાશ ગુણના આધારે ગુણાંકન (૫૦%)


શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન યોજાયેલ ધોરણ-૧૨ ની પ્રથમ સામાયિક કસોટી (૧૦૦ ગુણ) અને વર્ષ દરમિયાન યોજાયેલ વિષયવાર એકમ કસોટી (૨૫ ગુણ) એમ કુલ ૧૨૫ ગુણમાંથી મેળવેલ ગુણના આધારે ગુણાંકન (૨૦%)

ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા-૨૦૨૧ માં નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ અંગેની નીતિના અંશો

CBSE બોર્ડ દ્વારા ધોરણ-૧૨ ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ આજ રોજ નામદાર સુપ્રિમકોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબના ધોરણોના ગુણાંકન ધ્યાને લેવામાં આવેલ છે.


1. ધોરણ-૧૦ ના પરિણામના આધારે મૂલ્યાંકન,

2. ધોરણ-૧૧ દરમિયાન વિદ્યાર્થીની કસોટીઓના પરિણામના આધારે મૂલ્યાંકન,

૩. ધોરણ-૧૨ દરમિયાન વિદ્યાર્થીની કસોટીઓના પરિણામના આધારે મૂલ્યાંકન

રાજય સરકારશ્રી દ્વારા ધોરણ-૧૨ ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ નક્કી કરવા

૧૧ શિક્ષણવિદોની સમિતિની રચના કરેલ હતી અને સમિતિએ ભલામણો કરેલ છે.

. રાજયની સ્થાનિક પરિસ્થિતિ અને લેવાયેલ કસોટીઓને ધ્યાને લઈને શિક્ષણવિદોની સમિતિએ કરેલ ભલામણના આધારે ધોરણ-૧૨ ના નિયમિત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવશે.

[A] ધોરણ-૧૦ ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધોરણ-૧૨ ના જૂથ મુજબના વિષયમાં ૫૦ ગુણનું મૂલ્યાંકન.

• ધોરણ-૧૦ ના બોર્ડના વિષયવાર પરિણામના (વિષયવાર મેળવેલ ૭૦ ગુણ)


આધારે ધોરણ-૧૨ ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન કરવામાં આવશે.


[B] ધોરણ-૧૧ ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલ ધોરણ-૧૧ ની પ્રથમ સામાયિક કસોટી (૫૦ ગુણ) અને દ્વિતીય સામાયિક કસોટી (૫૦ ગુણ) માંથી મેળવેલ કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ૨૫ ગુણનું મૂલ્યાંકન.


[C] શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન યોજાયેલ ધોરણ-૧૨ ની પ્રથમ સામાયિક કસોટી (૧૦૦ ગુણ) અને વર્ષ દરમિયાન યોજાયેલ વિષયવાર એકમ કસોટી (૨૫ ગુણ) એમ કુલ ૧૨૫ ગુણમાંથી મેળવેલ ગુણના આધારે ૨૫ ગુણનું મૂલ્યાંકન,


શાળાઓએ વિષયવાર વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

ધોરણ-૧૨ ના નિયમિત વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ જ ગુણપત્રક અને પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે.

પ્રક્રિયાનું સમયપત્રક :

બોર્ડ દ્વારા જાહેર કરેલ પધ્ધતિ મુજબ વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓ દ્વારા આખરીકરણ 

સમયગાળો

તા.૧૯/૦૬/૨૦૨૧ થી ૨૫/૦૪/૨૦૨૧ સુધી

શાળાઓ દ્વારા તૈયાર કરેલ પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ જુલાઈના તા.૨૫/૦૬/૨૦૨૧ થી તા.૦૧/૦૭/૨૦૨૧ સુધી બીજા અઠવાડિયામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ જુલાઈના ત્રીજા અઠવાડિયામાં

જુલાઈના અંતિમ અઠવાડિયામાં જાહેરાત

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ગુણપત્રક / પ્રમાણપત્રનું

વિતરણ

નીચે આપેલ લિન્ક પર ક્લોક કરો 

ડાઉનલોડ પ્રોગ્રામ ક્લિક કરી જોવ અહી 


ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો