જેલની સજા કે દંડ રાશન કાર્ડ ખોટા કે નકલી ડોક્યુમેન્ટ્સ ઉપયોગ કરશોતો ...
જો તમે રાશન કાર્ડ બનાવતી વખતે કોઈનું નામ જોડાવવા ઈચ્છો છો તો નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ ન કરશો.તે તમારા માટે મુશ્કેલી લાવશે.
તેનાથી તમને જેલની સજા,
દંડ કે પછી બંને ભોગવવું પડી શકે છે.
રાશન કાર્ડ બનાવતા રાખી લો ધ્યાન
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે સરકાર કાર્ડધારક દરેક વ્યક્તિને દર મહિને 5 કિલો ઘઉં અને ચોખા આપે છે.આ માટે 2 કે 3 રૂપિયાની કિંમત લેવાય છે.
ગરીબી રેખાની નીચે એટલે કે બીપીએલ કાર્ડ
અને અંત્યોદય કાર્ડ ધારકોને સરકારની તરફથી વધારે રાશન મળે છે.
નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ ન કરશો
એવામાં લોકો સરકારી યોજનાનો ફાયદો લેવા માટે રાશન કાર્ડ બનાવી રહ્યા છે. સરકાર પણ તેને માટે પહેલ કરી રહી છે.
જો તમે રાશન કાર્ડ બનાવવા કે કોઈનું નામ જોડાવવા ઈચ્છો છો તો નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ ન કરશો.
તે તમારા માટે મુશ્કેલી લાવશે.
તેનાથી તમને જેલની સજા, દંડ કે પછી બંને ભોગવવું પડી શકે છે.
ફૂડ સિક્યોરિટી એક્ટ મુજબ
ફૂડ સિક્યોરિટી એક્ટ નિયમમાં કહેવાયું છે કે નકલી રીતનો ઉપયોગ કરીને કે પછી નકલી રાશન કાર્ડ બનાવવા એ પહેલાથી દંડનીય અપરાધ છે. તેને લઈને હવે સરકાર કડક પગલા લઈ રહી છે. જો કોઈ નકલી રાશન કાર્ડ બનાવવા માટે દોષિત ગણાય છે તો તેને 5 વર્ષની જેલની સજા, દંડ કે પછી બંને આપવામાં આવે છે.જો તમારી પાસે રાશન કાર્ડ નથી તો પણ તમે તેને ઓનલાઈન સરળ રીતે બનાવડાવી શકો છો. રાશન કાર્ડ ઓનલાઈન બનાવવા માટે દરેક રાજ્યની તરફથી એક ખાસ વેબસાઈટ બનાવાઈ છે. તેને તમે જે રાજ્યના નિવાસી છો તેની વેબસાઈટ પર જઈને ઓનલાઈન એપ્લાય કરી શકો છો. 18 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકોના નામ માતા પિતાના રાશન કાર્ડમાં સામેલ કરાય છે. જો તમે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવો છો તો તમે અલગ રાશન કાર્ડ માટે પણ અપ્લાય કરી શકો છો.
THANKS TO COMMENT