Breaking News

ધોરણ 9-11ના વર્ગો શરૂ થશે જાણો ક્યારે અને કેવી રીતે

ધોરણ 9-11ના વર્ગો શરૂ થશે.

ધોરણ 9-11ના વર્ગો શરૂ થશે જાણો ક્યારે અને કેવી રીતે
કોર કમિટીની બેઠકમાં શાળાઓને લઈને મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

કોર કમિટીની બેઠકમાં શાળાઓને લઈને મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 26 જૂલાઈથી રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે. 

રાજ્યમાં 50 ટકા કેપેસીટી સાથે ધોરણ 9-11ના વર્ગો શરૂ થશે. 

આ ઉપરાંત વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા માટે વાલીઓની સંમતિ હોવી જરૂરી છે. 
એટલું જ નહીં ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પણ યથાવત રહેશે.

કઈ તારીખ થી થશે શરૂ વર્ગો 

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

હાજરી મરજિયાત રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021થી શાળાઓના ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે.

ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ યથાવત ચાલુ

આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે. 

ગાઈડલાઈન્સ- SOPનું પાલન 

ધોરણ 9 થી 11ના વર્ગો આગામી 26 જુલાઈ 2021થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે

રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે.


🔗વાલીએ આપવાનું સંમતિ પત્રક 1 પેજમાં 
🔗વાલીને આપવા માંટેનું સંમતિ પત્રક 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો