Breaking News

ધોરણ 10 રિપીટર વિદ્યાર્થીઓના પરિણામ ક્યારે આવશે જાણો

ધોરણ 10 રિપીટર વિદ્યાર્થીઓના પરિણામ ક્યારે આવશે જાણો

ધોરણ 10 રિપીટરનું જાહેર થશે પરિણામ ક્યારે ?
12 ઓગસ્ટ સુધીમાં પેપર ચકાસણીની કામગીરી થશે પૂર્ણ

કોરોનાકાળને ધ્યાને રાખી સરકારે વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય કર્યો હતો 
જેમાં ખાસ ધોરણ 10 અને ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. 
પરંતું અગાઉ નાપાસ થયેલા એટલે કે રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનમાંથી બાકાત રાખી 
તેમની ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓગસ્ટના અંતમાં આવશે પરિણામ
શિક્ષણ વિભાગના આયોજન પ્રમાણે 12 ઓગસ્ટ સુધીમાં ધોરણ 10ના તમામ રિપીટર વિદ્યાર્થીના પેપરની ચકાસણી પૂર્ણ થઈ શકે છે. 
તેમજ તેના પછીના પખવાડિયામાં એટલે કે ઓગસ્ટના અંત સુધી પરીક્ષાના પરિણામની પણ જાહેરાત થઈ શકે છે. 12 ઓગસ્ટ પછી પરિણામને આખરી ઓપ આપી શિક્ષણ વિભાગની સાઇટ પર અપલોડ કરવાનું કામ થઈ શકે છે. જે બાદ ઓગસ્ટના અંત સુધીમાં ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી શકે છે.

12 ઓગસ્ટ સુધીમાં થઈ જશે પેપરની ચકાસણી
ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓના પેપરની ચકાસણીનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. 
અત્યારે 100 જેટલા કેન્દ્રો પર પેપર ચકાસણીની કામગીરી થઈ રહી છે. 
પેપર ચકાસણીની કામગીરી લગભગ અત્યાર સુધી 50%થી ઉપર સુધીની પૂર્ણ કરી દેવાઈ છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો