એક યુવાન આઝાદી માટે ફાંસીના માંચડા પર ચડી ગયો જાણો કોણ હતો આ નરબંકો

Baldevpari
1

એક યુવાન આઝાદી માટે ફાંસીના માંચડા પર ચડી ગયો જાણો કોણ હતો આ નરબંકો


એક યુવાન આઝાદી માટે ફાંસીના માંચડા પર ચડી ગયો જાણો કોણ હતો આ નરબંકો 

આ યુવાન એટલે રાજગુરુ 

જે 23 વર્ષના હતા રાજગુરુ 

અને હસતા હસતા ફાંસી પર ચડી ગયા

આજના યુવાનો 22-23 વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દી પર ધ્યાન આપતા હોય છે, ત્યારે આજથી 90 વર્ષ પહેલાં આટલી જ ઉંમરનો એક યુવાન આઝાદી માટે ફાંસીના માંચડા પર ચડી ગયો. ન આંખોમાં કોઇ ડર, ન ચહેરા પર કોઈ ફરિયાદ, ભગતસિંહ અને સુખદેવની સાથે ફાંસી પર ચડનાર આ યુવક હતો રાજગુરુ. પૂણેના ખેડામાં 24 ઓગસ્ટ, 1908નાં રોજ સોમવારનાં દિવસે આ બાળકનો જન્મ થયો ત્યારે ભગવાન શિવના નામ પર તેનું નામ પાડ્યું, શિવરામ હરિ રાજગુરુ નાની ઉંમરે માતા-પિતાનું અવસાન થતાં રાજગુરુ ભાઈના ઘેર રહીને ભણ્યા. ભાઇ અંગ્રેજ સરકારની નોકરી કરતા હતા, પણ રાજગુરુને તો દેશને આઝાદ કરાવવામાં રસ હતો. પરિવાર સાથે બનતું ન હોવાથી 16 વર્ષની ઉંમરમાં ઘર છોડીને કાશી જતા રહ્યા. થેલીમાં એક જોડી કપડાં અને ખિસ્સામાં ત્રણ આના હતા. પહેલી રાત ગંગાના ઘાટ પર વીતાવી. અહીં એક પૈસો પડેલો મળ્યો એટલે કંઇક ખાઇ લીધું. ધીરે ધીરે રહેવાનું ઠેકાણું પડ્યું. પછી સંસ્કૃત શીખવા માંડયા. ચંદ્રશેખર આઝાદથી માંડીને ગુરુ હેડગેવારનો સંપર્ક થયો. હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિક આર્મીના સભ્ય બન્યા. 1928નું વર્ષ હતું. આઝાદીનું આંદોલન પૂરજોશમાં ચાલતું હતું. સાઈમન કમિશનનો વિરોધ કરી રહેલા ભારતીયો પર અંગ્રેજ પોલિસે લાઠીચાર્જ કર્યો, જેમાં લાલા લાજપતરાયને ગંભીર ઇજા થઈ અને તેમનું મૃત્યુ થયું. લાજપતરાયના મૃત્યુનો બદલો લેવા રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહે પોલિસ અધિકારી જે પી


સોન્ડર્સની હત્યા કરી. અંગ્રેજોએ સોન્ડર્સની હત્યા બદલ રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહને ફાંસીની સજા ફરમાવી 23 માર્ચ, 1931નાં રોજ અંગ્રેજોએ ત્રણેય વીરલાઓને ફાંસી પર લટકાવી દીધા. દર વર્ષે આ દિવસને આપણે ભારતીય શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ. આ ઘટનાનો ઉલ્લેખ કરતા 26 માર્ચ, 2017નાં રોજ ‘મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું હતું કે, “ભગતસિંહ, રાજગુરુ, સુખદેવના ચહેરા પર માં ભારતીની સેવા કરવાનો સંતોષ હતો, મૃત્યુનો ભય નહતો. તેમણે જીવનના તમામ સપનાનું માં ભારતીની આઝાદી માટે બલિદાન આપી દીધું. આજે આ ત્રણેય વીર આપણાં બધાં માટે પ્રેરણા સમાન છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂનાં બલિદાનની ગાથા આપણે શબ્દોમાં વર્ણવી પણ નહીં શકીએ. સમગ્ર બ્રિટિશ સરકાર આ ત્રણેય યુવકોથી ડરતી હતી. તેઓ જેલમાં બંધ હતા, ફાંસી નક્કી હતી, પણ તેમાં કઈ રીતે આગળ વધવું તેની ચિંતા બ્રિટિશ અધિકારીઓને હતી. એટલે જ 24 માર્ચે ફાંસી આપવાની હતી, પણ 23 માર્ચે આપી દીધી. આ કામ ચૂપચાપ કરવામાં આવ્યું હતું. બાદમાં તેમનાં મૃતદેહોને આજના પંજાબમાં લાવીને ચૂપચાપ સળગાવી દેવામાં આવ્યા. કેટલાંક વર્ષો પહેલાં મને ત્યાં જવાની તક મળી હતી. એ ધરતીમાં મેં એક પ્રકારના સ્પંદનનો અનુભવ કર્યો હતો. હું દેશના નવયુવકોને ચોક્કસ કહીશ કે જ્યારે પણ તક મળે અને પંજાબ જાવ ત્યારે ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, ભગતસિંહની માતાજી અને બટુકેશ્વર દત્તનાં સમાધિ સ્થળ પર ચોક્કસ જજો."

ટિપ્પણી પોસ્ટ કરો

1ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો