Breaking News

ગેસ સિલિન્ડર( LPG )માં વપરાયા વગરનો કેટલો બાકી છે ? એક દેશી ટ્રીક જાણો

ગેસ સિલિન્ડર(  LPG )માં વપરાયા વગરનો કેટલો બાકી છે ? 

એક દેશી ટ્રીક જાણો 

તમારા ઘરે આપ રસોઇ બનાવી રહ્યા છો અથવા વધુ  મહેમાન આવ્યા છે 
પણ ગેસ ના સિલિન્ડરમાં કેટલો ગેસ રહેલો છે ખબર ના પડે અથવા દેખાય નહીં કે જોઇ પણ શકાય નહીં કારણ કે બાટલો કે સિલિન્ડર પારદર્શક નથી 

આ વાત જાણવાના છે આજે આપ

અને અચાનક સિલિન્ડરનો ગેસ ખતમ થઇ જાય છે, તો તમે શું કરશો? આ પ્રશ્ન મનમાં આવતાં જ વિવિધ પ્રકારના જવાબ મનમાં ઉદભવવા લાગે છે. એટલા માટે આજે અમે તમને એવી રીત જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી સમયસર જાણી શકાશે કે સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે.

👉👇🏻કદાચ તમે તારીખ લકેલી હોય તો ફ્ક્ત અંદાજો જ લાગે છે 
અથવા 
👉કેટલાક લોકો સિલિન્ડર ઉઠાવીને વજન મુજબ તેમાં બાકી રહેલા ગેસ (LPG cylinder) નો અંદાજો લગાવે છે. 
તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે ફ્લેમનો કલર વાદળીમાંથી પીળો થતાં સમજી જાય છે કે સિલિન્ડર (Cylinder) પુરો થવાનો છે. 
પરંતુ આ બધું ફક્ત તુક્કા જ છે, જે સાચા હોવાના ખૂબ ઓછા ચાન્સ છે. 
કારણ કે સ્ટવના બર્નરમાં પ્રોબ્લમ હોવાથી પણ ફ્લેમનો રંગ બદલાઇ શકે છે. 
પરંતુ જે રીત આજે તમે  જાણશો  તે ના ફક્ત સરળ હશે પરંતુ તમને એક્યુરેટ રિજલ્ટ પણ આપશે.
ગેસ સિલિન્ડર(  LPG )માં વપરાયા વગરનો કેટલો બાકી છે ?

શું છે તે સટીક સરળ રીત?

તમે એક ભીના કપડાંની મદદ વડે સિલિન્ડર (Cylinder)માં કેટલો ગેસ બાકી છે, તે જાણી શકો છો. 
સૌથી પહેલાં તમારે પલાળેલા કપડાને ગેસ સિલિન્ડરની આસપાસ લપેટવું પડશે 
અને લગભગ 1 મિનિટની રાહ જોવી પડશે. 
સમય પુરો થયા બાદ કપડું હટાવી દો, અને પછી  થોડીવાર સિલિન્ડરમાં થનાર ફેરફારને નોટિસ કરો.
 તમને જોવા મળશે કે સિલિન્ડર (Cylinder) થોડો ભાગ સુકાઇ જશે, 
જ્યારે થોડો ભાગ ભીનો રહેશે. 
આમ એટલા માટે થશે કારણ કે સિલિન્ડર (Cylinder) નો ખાલી ભાગ ગરમ થાય છે, 
અને પાણીનું જલદી શોષણ થઈ જશે અથવા શોષી  લે છે, 
જ્યારે સિલિન્ડરના જેટલા ભાગમાં ગેસ ભરેલો હોય છે તે ભાગ થોડો ઠંડો રહે છે, અને તે જગ્યા પર પાણી સુકાવવામાં સમય લાગે છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો