શિક્ષણ, અંગ્રેજીમાં કે ગુજરાતીમાં ? માધ્યમની માથાકૂટ

Baldevpari
4
માતૃભાષા દિવસ'ની ઉજવણી નિમિતે એક નાનકડો પ્રયાસ
02/02/17-જુનાગઢ-ગુરુવાર 
મારો એક લેખ ન્યુઝ પેપરમાં પ્રસ્તુત થયો હતો આજે ફરી નવા વર્ષે એને રજૂ કરું છું 

બાળકને શિક્ષણ કયા માધ્યમમાં આપવું જોઈએ,અંગ્રેજીમાં કે ગુજરાતીમાં ? માધ્યમની માથાકૂટ!

આજ ઘણાં લોકોનો સળગતો પ્રશ્નછે ક્યાં માધ્યમમાં બાડક ને અભ્યાસ કરાવવો, અંગ્રેજીમાં કે માતૃભાષામાં?

મિત્રો, મનોવૈજ્ઞાનિક રીતે વિચારીએ તો બાળકના વિકાસ માટે માતાનું દુધ જેમ વાસ્તવિક અને સ્વાભાવિકછે તેમ તેમના માનસ અને મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે. દુનિયાની પ્રથમ યુનિવર્સીટી માતાની ગોદ છે. બાળક અહીંથી શિક્ષણની શરૂઆત કરે છે.

બાળકને શિક્ષણ કયા માધ્યમમાં આપવું જોઈએ,અંગ્રેજીમાં કે ગુજરાતીમાં ? માધ્યમની માથાકૂટ!

અંગ્રેજીમાં ભણતું અને અંગ્રેજી ભણવી? એ બેયમાં ખુબ કે મોટો ટફાવત છે. આ ભાષાનો વિવાદ આપણી આઝાદી સમયથી ચાલી રહ્યો છે. યથા રાજા તથા પ્રજા. અંગ્રેજી રાજાઓએ આપણને ગુલામ બનાવી એના શિક્ષણવિદોના મંતવ્યો પ્રમાણે આપણે ત્યાં અંગ્રેજી ભાષાની શરૂઆત શિક્ષણમાં કરી જે આજે પણ થઈ રહી છે, કારણ કે અંગ્રેજી શાસકોની ભાષા તે હતી અને પ્રજા ઉપર, સમાજ ઉપર કે તમામ ક્ષેત્રો ઉપર પકડ લાવવા પોતાની ભાષાનું પ્રભુત્વ હોવું જરૂરી છે. આથી અંગ્રેજી ભાષાનું વધુ મહત્વ ત્યાંથી શરૂ થયું.

આજ આ ભાષાનો વ્યાપ વિશ્વ લેવલેથી વધી રહયો છે.ત્યારે પોતાના બાળકને કયાં  માધ્યમમાં પ્રવેશ લેવો, અંગ્રેજી કે ગુજરાતીમાં? તે લગભગ મોટાભાગના વાલીઓમાં સવાલ સ્વાભાવિક રીતે થાય છે.

એમાં સમાજમાં અલગ અલગ પ્રકારના વર્ગવિગ્રહની જેમ મંતવ્યો મળી રહયા છે ત્યારે કોઈ તટસ્થપણે પૂર્વગ્રહ વિના વિચારવાનો વિચાર કરવો જરૂરી બની ગયો છે 

કે શિક્ષણનું શ્રેષ્ઠ મધ્યમ કર્યું? 

આ વાતોમાં સત્ય શું? આવો થોડા મુદ્દા, શાસ્ત્રોક્ત વાતો પ્રમાણે વિચારીએ અને મનન કરીએ.

⚽ઋષિકાળથી શિક્ષણ 

⚽1️⃣(૧) ઋષિકાળથી આપણે એવું માનીએ છીએ કે, બાળક ગર્ભ સમય  દરમ્યાન પોતાની માતાના આચાર વિચાર તથા વર્તનની અસર હેઠે વિકસે છે. ગર્ભમાં રહેલા બાળક ઉપર પોતાની માતાના આહાર વિહારની પણ અસર થાય છે. આજનું મેડીકલ પણ આવું માની રહ્યું છે. મહાભારતની વાત પણ આપણે જાણીએ છીએ. અભિમન્યુ જે વાત સાત કોઠાનું યૂદ્ધ માતાના ગર્ભમાં રહીને વાતો થી શીખે છે.

બાળકનો ગર્ભકાળ 

⚽2️⃣(૨) બાળક ગર્ભકાળ પુર્ણ કરી જયારે આ જગતમાં આવે છે ત્યારે આજુબાજુના વાતાવરણમાંથી વધુમાં વધુ શીખવાનોપ્રયત્ન કરે છે. જેમાં કુટુંબ સૌથી વધુ નજીક હોય છે ,જેમાં વધુ પડતી ઉપયોગ થતી ભાષા કઈ છે. તેનો પ્રભાવ તેના સ્વભાવ ઉપર પણ લાંબાગાળા સુધી અસરકારક હોય છે. જયારે બાળક ઉપર આ પરિવાર અને આજુબાજુ બોલતી ભાષાની વિવિધ કહેવતો, શબ્દ પ્રયોગોની અસર હોય છે જે તેના માનસિક ઘડતરમાં ખુબ અસર પાડે છે. જે બાળક બોલતા શીખે છે એ માધ્યમ કર્યું વિચારજો ?

⚽શીખેલ ભાષામાં

⚽3️⃣(૩) આ સમય દરમ્યાન શીખેલ ભાષામાં તેને વગર નિયમો શીખ્યા સિવાય એને પ્રશ્નાર્થ વાકયો , સાદા વાક્યો, આરોહ, અવરોહ, સરળતાથી શીખે છે. કારણ કે તે  ઘરશાળામાંથી પ્રેકટીકલ શીખે છે. કોઈ વ્યાકરણ શીખ્યા સિવાય, કાળના જ્ઞાન સિવાય સરળતાથી વાક્યો બોલે છે. બાળક નિશાળે જાય એ પહેલા ત્રણ ચાર વર્ષમાં તો આ સાદા વાકયો અને સરળ વાતો કરતા એ આ વાતાવરણમાંથી શીખે છે છે. જેની અસર ખુબ લાંબા સમય સુધી હોય છે અને તે સરળતાથી આત્મસાત કરી લે છે.

આપણે વાત કરી રહયા છીએ માધ્યમ કર્યું અંગ્રેજી કે ગુજરાતી? આપણે અંગ્રેજી ભાષાનો વિરોધ કરી રહ્યા નથી પણ શ્રેષ્ઠ શું ? એની વાત કરી રહયા છીએ. અંગ્રેજી ભાષા આજે અત્યંત પ્રચિલત થઈ રહી છે. અંગ્રેજીમાં વિશ્વક્શાનું સાહિત્ય ઉપલબ્ધ છે ત્યારે અંગ્રેજી ભાષાનું શાન હોવું અનિવાર્ય છે પણ બાળકને અંગ્રેજી સારૂં આવડે આ માટે અંગ્રેજી માધ્યમમાં ભણાવવું એ જરૂરી નથી. અંગ્રેજી શીખવું અને અંગ્રેજી માધ્યમમાં ભણવું એ બંન્નેમાં ખુબ મોટો તફાવત છે. બાળક જે ભાષામાં ભળતું હશે તે પણ ત્યાં વિવિધ ભાષાનું જ્ઞાન મેળવી શકે છે ,ત્યાં સ્કુલમાં સારૂ અંગ્રેજી વિષય તરીકે શીખે છે પરંતુ સારૂં અંગ્રેજી શીખવા માટે માધ્યમ અંગ્રેજી હોવું જરૂરી નથી. અંગ્રેજી માધ્યમમાં ભણતું બાળક અંગ્રેજીના પાંચ કલાક વાતાવરણમાં રહે છે ,પણ જયારે ઘરે આવે, ત્યા૨ે ત પરિવારજનો સાથે તો વાત કરે છે ત્યારે માતૃભાષાનાં જ ઉપયોગ કરે છે. આજુબાજુનો માહોલ માતૃભાષાનો જ હોય છે. કદાચ તમે અંગ્રેજી માધ્યમથી શાળામાં અનુભવ લેજો. બાળકો ત્યાં પોતાની માતૃભાષામાં જ વાતો કરતા જોવા મળશે. ૧૦૦ વિદ્યાર્થીનો તમે અભ્યાસ કરી તેમાંથી કદાચ ૨૦થી૨૫ વિદ્યાર્થીઓ અસ્ખલિત અને સારૂં અંગ્રેજી બોલી શકે છે, ગુજરાત રાજયના છેલ્લા પંદર વર્ષના ધો. ૧૦ અને ૧૨ના પરિણામો ઉપર નજર કરશો ત્યાં તમને જોવા મળશે કેપ્રથમ ૧૦ થી વધુ ટોપર્સ મોટાભાગના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હોય છે.

બાળકને શિક્ષણ કયા માધ્યમમાં આપવું જોઈએ,અંગ્રેજીમાં કે ગુજરાતીમાં ? માધ્યમની માથાકૂટ!

બાળક જે ભાષામાં સ્વપનું  નિહાળતો હોય તેજ ભાષામાં વિચારી શકતો હોય છે અને તેજ ભાષામાં તેને શિક્ષણ પણ મળવું યોગ્ય ગણાય.

અકબર-બિરબલની સરસ વાતાં પણ જાણીતી છે. ખુબ હોશિયાર માણસ અકબરના દરબારમાં આવે છે. તે ઘણી બધી ભાષા જાણતો હોય છે અને કોઈ એની માતૃભાષા કઈ એ જાણી ન શકે તેવો દાવો એ પોતે કરતા હોય છે, પરંતુ સાત રત્નો મા નો એક રત્ન બિરબલ વાત પકડી પાડશે, એવા દાવા સાથે અકબરે એ બુધ્ધીજીવી માણસ દાવો કરે છે.ત્યારે આ જવાબદારી અકબર બિરબલને બોલાવીને આપે છે કે આ આવનાર ભાષા પંડિતની માતૃભાષા તારે પકડી પાડવાની છે. આવાત ધીરજપૂર્વક બિરબલ
શરૂ કરે છે. બે દિવસ વિતી જાય છે અને બિરબલ પણ મુંઝાય  છે. કારણ કે તે માણસ ખુબ સારી રીતે ભાષાઓનું વિવિધ શિક્ષણ લીધેલો હતો, પણ માતૃભાષા કઈ એ જાણી શકાતું ન હતું. ત્યારે કોઠાસૂઝ વાળા અને વડીલોની-ઋષિઓની વાતો મુજબની વાતબિરબલ અપનાવે છે , કે માણસ તકલીફમાં, કઢીન પરિસ્થિતિમાં, ગુસ્સામાં જયારે બોલે ત્યારે પોતાની માતૃભાષાજ એના મુખમાંથી બહાર આવે છે. ત્યારે બિરબલ ત્રીજા દિવસે આ વાત, આ  આગંતુક હોશિયાર વિવિધ ભાષાના જાણકાર માણસ ઉપર અજમાવે છે. તેમાં બરાબર શિયાળાનો સમય હતો અને સવારના વહેલા સમયમાં એ માણસ ઘસઘસાટ ઉંધ માં હતો ત્યારે બિરબલ તેના ઉપર ખુબ ઠંડુ પાણી રેડે છે ત્યારે આ માણસ ફાળો બેઠો થાય છે અને પોતાની માતૃભાષામાં ગુસ્સામાં ઠંડીથી ધ્રુજતા શરીરે જેમતેમ બોલે છે. અને એની શરત પણ યાદ નથી રહેતી પણ બિરબલ પોતાનું કામ પતાવી નાખે છે અને તેની માતૃભાષા કંઈ એ કહી આપે છે.

આમ માતૃભાષામાં લીધેલ શિક્ષણજ વિકાસરૂપ બની શકે છે. જેને લઈને પણ ખુબ સારી પ્રગતિ થઈ શકેછે જેની નોંધ લઈ આપણે ઉત્તમ અંગ્રેજી શીખીએ એ જરૂરી છે પણ શિક્ષણ તો માતૃભાષામાં જ લઈએ. આવો આગ્રહ મારો છે  છે એટલું જ નહિ પણ મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવે, અબ્દુલ કલામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ફાધર વાલેસ જેવા મહાનુભાવો, શિક્ષણશાસ્ત્રીઓ પણ માતૃભાષાના શિક્ષણને શ્રેષ્ઠ માધ્યમ ગણાવે છે.
www.Baldevpari.com  
Baldevpari42 gmall.com
- બળદેવપરી, જૂનાગઢ મો.૯૯૨૦૨૫૭૨૦

ટિપ્પણી પોસ્ટ કરો

4ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો