ચેતજો -વેક્સિન લીધી છે
ના લીધી હોય તો લઈ લેજો
અમે ક્યારેય આવી સ્થિતિ જોઈ નથી-
અમેરિકામાં કોરોનાથી 2 હજારથી વધુ મૃત્યુ થઈ રહ્યાં
અમેરિકામાં કોરોનાથી દરરોજ સરેરાશ 2 હજારથી વધુ મૃત્યુ થઈ રહ્યાં છેઅમેરિકામાં કોરોનાને લીધે હેલ્થ સિસ્ટમ ફરી ધ્વસ્ત થવાની અણીએ આવી ગઈ છે. ખાસ કરીને એ રાજ્યોમાં, જ્યાં વેક્સિનેશનની ગતિ લગભગ મંદ પડી ગઈ છે. એમાંથી મોટા ભાગનાં રાજ્યોમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની સરકાર છે.
આઈસીયુ ઝડપથી ભરાઈ રહ્યા છે
એવાં રાજ્યોમાં આઈસીયુ ઝડપથી ભરાઈ રહ્યા છે. અમેરિકામાં દરરોજ સરેરાશ 2 હજારથી વધુ મૃત્યુ થઈ રહ્યાં છે. સ્થિતિ એવી દયનીય છે કે અનેક મડદાંઘરમાં શબ રાખવાની જગ્યા બની નથી. હોસ્પિટલોએ પોર્ટેબલ મડદાંઘરનો ઓર્ડર આપવો પડી રહ્યો છે. ફ્લોરિડાની 68 હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય ઓછો છે. આ રાજ્યોમાં મેડિકલ સુવિધાઓ અને નિર્માણ વિભાગના નિર્દેશક ડોના ક્રોસે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે સ્થિતિ એટલી ગંભીર છે કે હોસ્પિટલોએ પોતાનો રિઝર્વ ઓક્સિજન સપ્લાયનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
અમેરિકામાં અમે ક્યારેય આવી સ્થિતિ જોઈ નથી
અમે ક્યારેય આવી સ્થિતિ જોઈ નથી. કેન્ટકી અને ટેક્સાસમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. કોરોના હોસ્પિટલોમાં દર્દીઓની રેકોર્ડ સંખ્યાથી ડોક્ટરો અને નર્સો પર દબાણ વધી ગયું છે. ઈડાહોમાં હોસ્પિટલોએ જાહેરાત કરી છે કે સ્વાસ્થ્ય દેખરેખ માટે સંકટ માપદંડને અપનાવી રહ્યા છે. એનો અર્થ થયો કે મર્યાદિત આઈસીયુ અને ઓક્સિજન સપ્લાયની ઈમર્જન્સી સ્થિતિમાં એ લોકોને પ્રાથમિકતા અપાશે, જેમના બચવાની આશા વધુ છે.
ફ્લોરિડામાં આઈસીયુમાં વરિષ્ઠ ડૉક્ટરોમાંથી એક ડૉ. અહેમદ એલહદ્દાદે ભાસ્કરને જણાવ્યું કે ડેલ્ટા વેરિયન્ટ લોકોનાં ફેફસાંને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ લહેરમાં 30, 40, 50 વર્ષના લોકો મરી રહ્યા છે. મારા આઈસીયુમાં એકપણ દર્દી એવો નથી, જેને વેક્સિન લીધી હોય. દેશભરમાં આઈસીયુ કોરોના સંક્રમિત દર્દીઓથી ભરાઈ ગયા છે.
ઓછામાં ઓછાં 5 રાજ્ય અરકન્સાસ, લ્યુસિયાના, હવાઈ, મિસિસિપી અને ઓરેગોનમાં દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાના જૂના રેકોર્ડ બ્રેક થઈ ગયા છે. ગત અઠવાડિયે ફ્લોરિડામાં હોસ્પિટલાઈઝેશન રેટ સૌથી વધુ હતો. ડેલ્ટા વેરિયન્ટનો બચાવ ફક્ત વેક્સિન છે, પણ દક્ષિણ કેરોલિના, લ્યુસિયાના અને ટેક્સાસમાં 60%થી વધુ લોકોને વેક્સિન આપવાની બાકી છે.
ઉપરાંત રાજ્યમાં શબને રાખવા મડદાંઘરમાં જગ્યા ખૂટી રહી છે. ફ્લોરિડામાં ગત અઠવાડિયે સરેરાશ દરરોજ 227 મૃત્યુ થયાં છે. રાજ્યના ઈમર્જન્સી મેડિકલ યુનિટે 12 શબની ક્ષમતાવાળાં 14 પોર્ટેબલ મડદાંઘર ખરીદ્યાં છે. આ એકમના કાર્યકારી નિર્દેશક લિન ડ્રાડીએ ભાસ્કરને જણાવ્યું કે ક્ષેત્રની હોસ્પિટલોએ તેમને જણાવ્યું હતું કે ગત અઠવાડિયે મડદાંઘરમાં કોઈ જગ્યા બાકી રહી નહોતી, જેને લીધે અંતિમસંસ્કારમાં વિલંબ થયો.
બીજી બાજુ, સ્થિતિ બગડ્યા બાદ લોકોનો વેક્સિન પર ભરોસો વધી રહ્યો છે. કેસર ફેમિલી ફાઉન્ડેશનના સરવેમાં એ વાત સામે આવી છે કે તાજેતરમાં વેક્સિન લેનારા લોકોમાંથી 40%એ કહ્યું હતું કે કોરોનાના વધતા કેસને કારણે તેમણે વેક્સિન લીધી. એક તૃતીયાંશથી વધુ લોકોએ કહ્યું હતું કે હોસ્પિટલોમાં ભીડ અને વધતા મૃત્યુએ તેમને વેક્સિન લેવા પ્રેરણા આપી.
મિશિગનમાં એક ડૉક્ટરે કહ્યું હતું કે કોરોનાના અમુક દર્દી કોરોનાની સારવાર લેવાથી ઇનકાર કરી રહ્યા છે અને આ બીમારીને ફ્રોડ ગણાવી રહ્યા છે. દક્ષિણ-પૂર્વ મિશિગનના બ્યૂમોન્ટ હેલ્થ હોસ્પિટલમાં ડૉક્ટર મેથ્યુ ટ્રુુંસ્કીએ કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામનારા અમુક દર્દી તેમને કહી રહ્યા હતા કે તમે એક વાહિયાત ડૉક્ટર છો. મને કોરોના નથી અને હું મરી પણ જઇશ છતાં વેક્સિન નહીં લઉં. આ એક ફ્રોડ છે. તેઓ કહે છે, તેમની હોસ્પિટલમાં 100થી વધુ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા અને 10માંથી 9એ વેક્સિનેશન કરાવ્યું નહોતું.
અમેરિકામાં અમે ક્યારેય આવી સ્થિતિ જોઈ નથી
અમે ક્યારેય આવી સ્થિતિ જોઈ નથી. કેન્ટકી અને ટેક્સાસમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. કોરોના હોસ્પિટલોમાં દર્દીઓની રેકોર્ડ સંખ્યાથી ડોક્ટરો અને નર્સો પર દબાણ વધી ગયું છે. ઈડાહોમાં હોસ્પિટલોએ જાહેરાત કરી છે કે સ્વાસ્થ્ય દેખરેખ માટે સંકટ માપદંડને અપનાવી રહ્યા છે. એનો અર્થ થયો કે મર્યાદિત આઈસીયુ અને ઓક્સિજન સપ્લાયની ઈમર્જન્સી સ્થિતિમાં એ લોકોને પ્રાથમિકતા અપાશે, જેમના બચવાની આશા વધુ છે.
ફ્લોરિડામાં આઈસીયુમાં વરિષ્ઠ ડૉક્ટરોમાંથી એક ડૉ. અહેમદ એલહદ્દાદે ભાસ્કરને જણાવ્યું કે ડેલ્ટા વેરિયન્ટ લોકોનાં ફેફસાંને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ લહેરમાં 30, 40, 50 વર્ષના લોકો મરી રહ્યા છે. મારા આઈસીયુમાં એકપણ દર્દી એવો નથી, જેને વેક્સિન લીધી હોય. દેશભરમાં આઈસીયુ કોરોના સંક્રમિત દર્દીઓથી ભરાઈ ગયા છે.
ઓછામાં ઓછાં 5 રાજ્ય અરકન્સાસ, લ્યુસિયાના, હવાઈ, મિસિસિપી અને ઓરેગોનમાં દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાના જૂના રેકોર્ડ બ્રેક થઈ ગયા છે. ગત અઠવાડિયે ફ્લોરિડામાં હોસ્પિટલાઈઝેશન રેટ સૌથી વધુ હતો. ડેલ્ટા વેરિયન્ટનો બચાવ ફક્ત વેક્સિન છે, પણ દક્ષિણ કેરોલિના, લ્યુસિયાના અને ટેક્સાસમાં 60%થી વધુ લોકોને વેક્સિન આપવાની બાકી છે.
ઉપરાંત રાજ્યમાં શબને રાખવા મડદાંઘરમાં જગ્યા ખૂટી રહી છે. ફ્લોરિડામાં ગત અઠવાડિયે સરેરાશ દરરોજ 227 મૃત્યુ થયાં છે. રાજ્યના ઈમર્જન્સી મેડિકલ યુનિટે 12 શબની ક્ષમતાવાળાં 14 પોર્ટેબલ મડદાંઘર ખરીદ્યાં છે. આ એકમના કાર્યકારી નિર્દેશક લિન ડ્રાડીએ ભાસ્કરને જણાવ્યું કે ક્ષેત્રની હોસ્પિટલોએ તેમને જણાવ્યું હતું કે ગત અઠવાડિયે મડદાંઘરમાં કોઈ જગ્યા બાકી રહી નહોતી, જેને લીધે અંતિમસંસ્કારમાં વિલંબ થયો.
બીજી બાજુ, સ્થિતિ બગડ્યા બાદ લોકોનો વેક્સિન પર ભરોસો વધી રહ્યો છે. કેસર ફેમિલી ફાઉન્ડેશનના સરવેમાં એ વાત સામે આવી છે કે તાજેતરમાં વેક્સિન લેનારા લોકોમાંથી 40%એ કહ્યું હતું કે કોરોનાના વધતા કેસને કારણે તેમણે વેક્સિન લીધી. એક તૃતીયાંશથી વધુ લોકોએ કહ્યું હતું કે હોસ્પિટલોમાં ભીડ અને વધતા મૃત્યુએ તેમને વેક્સિન લેવા પ્રેરણા આપી.
ડોક્ટરોએ કહ્યું
ડોક્ટરોએ કહ્યું - જે મૃત્યુ થઈ રહ્યાં છે એમાંથી 90%એ વેક્સિન લીધી નહોતીમિશિગનમાં એક ડૉક્ટરે કહ્યું હતું કે કોરોનાના અમુક દર્દી કોરોનાની સારવાર લેવાથી ઇનકાર કરી રહ્યા છે અને આ બીમારીને ફ્રોડ ગણાવી રહ્યા છે. દક્ષિણ-પૂર્વ મિશિગનના બ્યૂમોન્ટ હેલ્થ હોસ્પિટલમાં ડૉક્ટર મેથ્યુ ટ્રુુંસ્કીએ કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામનારા અમુક દર્દી તેમને કહી રહ્યા હતા કે તમે એક વાહિયાત ડૉક્ટર છો. મને કોરોના નથી અને હું મરી પણ જઇશ છતાં વેક્સિન નહીં લઉં. આ એક ફ્રોડ છે. તેઓ કહે છે, તેમની હોસ્પિટલમાં 100થી વધુ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા અને 10માંથી 9એ વેક્સિનેશન કરાવ્યું નહોતું.
અમેરિકામાં અત્યારસુધી કોરોનાથી 7.11 લાખ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.
વાંચો સંપૂર્ણ ન્યુઝ
THANKS TO COMMENT