શૈક્ષણિક કેલેન્ડર વર્ષ-૨૦૨૧-૨૨ પરીક્ષાઓ,રવિવાર,જાહેર રજા,વેકેશન

Baldevpari
0

👉•શૈક્ષણિક કેલેન્ડર વર્ષ-૨૦૨૧-૨૨ 

👉•એટલકે વર્ષ દરમિયાન આવતા તહેવારો 

👉•વેકેશન 

👉•રજાઓ 

👉•પરીક્ષાઓ 

વગેરે ની તારીખ મુજબ સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ પ્રમણિત માહિતી 

👉•શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ 

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં કોવિડ-19 ની પરિસ્થિતિને કારણે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય અન્વયે તા.૦૭/૦૬/૨૦૨૧ થી હોમ લર્નિંગ અંતર્ગત ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ હતું. ત્યારબાદ પરિસ્થિતિમાં સુધારો થતાં સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય અન્વયે 

👉•ક્યારે શરૂ થયું પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ?

👉•તા.૧૫/૦૭/૨૦૨૧ થી ધોરણ-૧૨માં તેમજ તા.૨૬/૦૭/૨૦૨૧ થી ધોરણ-૯ થી ૧૧માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવેલ છે.

સામાન્ય સંજોગોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતિવર્ષ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને તેની વિગતો જિલ્લાશિક્ષણાધિકારીશ્રીઓ મારફતે મોકલવામાં આવે છે. કોવિડ 19 ની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાીય પ્રવૃત્તિ કેલેન્ડર નિયત થઇ શકેલ ન હતું. શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર બાબતે શાળાઓ દ્વારા વારંવાર પૃચ્છા કરવામાં આવે છે. સંદર્ભ દર્શિત ફાઈલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક સત્રના દિવસો, પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ બોર્ડની પરીક્ષાની તારીખોની વિગતો આ સાથે મોકલી આપવામાં આવે છે. આ તારીખોમાં કોવિડ-19 ની પરિસ્થિતિને કારણેને પગલે ૧

👉•ફેરફાર કરવાનો થાય તો ....

👉•સરકારશ્રીની સૂચના અન્વયે કોઈ ફેરફાર કરવાનો થાય તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર જાણ કરશે તે મુજબ અનુસરવાનું રહેશે 



પરીક્ષાઑ 

પ્રથમ પરીક્ષા 

ઓકટોબર માં ધો- ૯ થી ૧૨ તમામ
સમય તા. 18-10-21થી...તા. 27-10-21

દ્વિતીય /પ્રિલિમ  પરીક્ષા 

જાન્યુઆરીમાં ધો- ૯ થી ૧૨ તમામ
સમય તા. 27 -1-22 થી...તા. 4-2-22

પ્રખરતા શોધ પરીક્ષા 

ધો-09 માટે તા.7-2-22

શાળા કક્ષાએ બોર્ડના વિષયોની પરીક્ષા 

ધો-૧૦ અને ૧૨ની
તારીખ 9-2-22 થી 11-2-22 
ધો-૧૦ અને ૧૨ની તમામ પરીક્ષા

પ્રાયોગિક પરીક્ષા 

ધો-૧૨ વિ.પ્ર)
14 -2-22 થી 23-2-22

👉•ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા

14-3-22 થી 30-3-22 

👉•શાળાકીય પરીક્ષાઓ 

11-4-22 થી 21-04-22

ઉપરોક્ત પરીક્ષાઓ નીચે પ્રમાણે લેવાની રહેશે

👉•૧. આ તમામ પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવશે, પરંતુ કોવિઠ-૧૯ની પરિસ્થિતિને કારણે સરકારશ્રી દ્વારા આ અંગે જો કોઈ નિર્ણય કરવામાં આવે તો તે મુજબ ઓલાઈન/ઓનલાઈન લેવાની રહેશે. 

👉•૨. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ-૯ થી ૧૨ના અભ્યાસક્રમમાં કોઈપણ ઘટાડો કરવામાં આવશે નહિ. 

👉•૩. ધોરણ-૯ થી ૧૨ની પ્રથમ પરીક્ષા માટે જુન થી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે.

👉•૪. ધોરણ-૧૦ અને ૧૨ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.

👉•૫, ધોરણ-૯ અને ૧૧ની દ્વિતીય પરીક્ષા માટે જુન થી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે.

જેમાં જુન થી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી ૩૦% અભ્યાસક્રમ અને ઓક્ટોબર થી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી ૭૦% અભ્યાસક્રમ રહેશે.

👉•૬,ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.

👉•૭. ઉપરોક્ત તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવેલ પરીક્ષાપદ્ધતિ યથાવત રહેશે. પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરકાર કરવાનો રહેશે નહિ. 

👉•૮. ધોરણ-૯ થી ૧૨ની પ્રથમ અને પ્રિલીમ/દ્વિતીય પરીક્ષાઓ તેમજ ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના નીચે મુજબના વિષયોના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લાશિક્ષણાધિકારીશ્રીઓ મારફતે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલવામાં આવશે. 

👉•ધોરણ ૯ અને ૧૦: ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન

👉•ધોરણ ૧૧ અને ૧૨ ગણિત, ભૌતિકવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી, નામાના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર 

👉••બાર્કીના વિષયોના પ્રશ્નપત્રો શાળા કક્ષાએથી /3VS કક્ષાએથી તૈયાર કરવાના રહેશે


શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ - 

કાર્યદિવસોની વિગત (કામના દિવસો)


રવિવાર જાહેર રજા----વેકેશન




ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)