NTSE પરીક્ષા શિષ્યવૃત્તિ માટે -ધોરણ 10 ના વિધ્યાર્થીઓ માટે

Baldevpari
0


➜જાણો તમામ વિગતો નીચે  આપેલ છે 
👉ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોચાડો કોઈ જરુરિયાતમંદ વિદ્યાર્થીને કામ લાગશે.

👉ધો. 10 મા શિષ્યવૃત્તિ માટે લેવાતી પરીક્ષા NTSE નુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે. પરીક્ષા આપ્યા બાદ મેરીટમા આવતા વિદ્યાર્થીને નીચે મુજબ શિષ્યવૃતિ આપવામા આવે છે.

👉● ધોરણ ૧૧ અને ૧૨ મા વાર્ષિક રુ. ૧૫,૦૦૦

👉● પોસ્ટ ગ્રેજયુએશન સુધી વાર્ષિક રુ. ૨૪૦૦૦

👉● ત્યારબાદ PHD સુધી અભ્યાસ માટે શિષ્યવૃતિ મળે છે.

ફોર્મ ભરવાની તારીખ ૨૯/૦૯/૨૦૨૧ થી ૨૫/૧૦/૨૦૨૧ છે.
ડીટેઈલ નોટીફીકેશન અને ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી નીચે લીંક પર આપેલ છે.

🌸ઓનલાઈન એપ્લિકેશન કેમ અને કઈ વેબસાઇટ પર કરશો ?

નીચે આપેલી વેબસાઇટ પર જઇને આપ રજીસ્ટેશન કરી શકો 
👇🏻
🔗ક્લિક કરો અહી ઓનલાઈન અરજી કરવા માટે 

એક વિનંતી આ મેસેજ જરૂરી એવા દરેક વિદ્યાર્થીઓને શેર કરશો.. પ્લીઝ..

🌸 કોણ આપી શકે પરીક્ષા ?

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એન.સી.ઇ.આર.ટી., ન્યુ દિલ્હી  પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા(એન.ટી.એસ.ઇ.) આપી શકે 

🌸કેવી રીતે લેવાશે પરીક્ષા ?

બે તબકકામાં લેવાનાર છે. 
પ્રથમ તબકકાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ,
ગાંધીનગર દ્વારા

🌸ક્યારે લેવાશે પરીક્ષા ?

તા.૧૬/૦૧/૨૦૨૨, રવિવારના રોજ યોજવામાં આવશે 
આ પરીક્ષા માટેના આવેદનપત્રો વેબસાઇટ પર તા:૨૯/૦૯/૨૦૨૧
થી તા:૨૨/૧૦/૨૦૨૧ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

🌸શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણાના નિયમો જાણો

NTSE પ્રથમ તબક્કાની પરીક્ષાના પરિણામને આધારે મેરિટ મુજબ રાજ્યના નિયત ક્વોટા પ્રમાણે બીજા તબક્કાની પરીક્ષા માટે ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. બીજા તબક્કાની પરીક્ષા એન.સી.ઇ.આર.ટી., ન્યુદિલ્હી દ્વારા લેવામાં આવશે. જેના આધારે શિષ્યવૃત્તિ મેળવવાપાત્ર ઉમેદવારોને

 🌸નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

ધોરણ-૧૧ તથા ધોરણ-૧૨ માં વાર્ષિક રૂ! ૧૫૦૦૦/- શિષ્યવૃત્તિ મળશે.
અન્ડરગ્રેજ્યુએશન તથા પોસ્ટગ્રેજ્યુએશન અભ્યાસ માટે વાર્ષિક રૂ! ૨૪૦૦૦/- શિષ્યવૃત્તિ મળશે.
Ph.D. અભ્યાસ માટે યુ.જી.સી. ના નિયમાનુસાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

🌸શું હશે પરીક્ષાનો કાર્યક્રમ ?

ઓનલાઇન  આવેદન પત્ર ભરવાનો સમયગાળો 
તારીખ ૨૯/૦૯/૨૦૧ થી ૨૨/૧૦/૨૦૧
પરીક્ષા માટેની ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો 
તારીખ ૨૯/૦૯/૨૦૧ થી ૨૫ /૧૦/૨૦૧

 🌸આવેદન પત્રની કોપી કયા આપશો ?

શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો DEO કચેરીમાં જમાં 
તારીખ 03/૧૧ /૨૦૨ ૧ 

DEO કચેરી દ્વારા આવેદનપત્રોની ચકાસણી કરી રા.પ.બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગઇન પર ઓનલાઇન એવ

કરવાની અંતિમ તારીખ DEO કચેરી દ્વારા શાળામાંથી આવેલ આવેદનપત્રોની હાર્ડકોપી 
રા.પ.બોર્ડમાં જમા કરાવવાની અંતિમ તારીખ
કરાવવાની અંતિમ તારીખ ૧૬/૧/૨૨ 

🌸પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીની લાયકાત શું હોવી જોઈએ 

👉જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧૦ માં કોઇ પણ માન્ય બોર્ડની ગુજરાત રાજ્યમાં આવેલ

👉સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા, ખાનગી શાળા, લોકલ બોડી શાળા અથવા કોઇપણ મન્ય શાળામાં અભ્યાસ

👉કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NTSE ની પરીબા આપી શકો. જે વિદ્યાર્થી મુક્ત દૂરવર્તી શિક્ષણ કેન્દ્ર (0pen Learning Distance)માં અભ્યાસ કરતા હોય તેવા 
👉૧/૭/૨૦૧ ના રોજ ૧૮ વર્ષથી ઓછી ઉપરના, નોકરી ન કરતા હોય તેમજ પ્રથમ વખત ધોરણ-૧૦ ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર હોય તેવા વિદ્યાર્થીઓ પણ NTSE ની પરીક્ષા આપી શકશે.

👉વિદેશમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ બીજા તબક્કાની પરીક્ષા માટે સીધી ઉમેદવારી કરી શકશે. આ માટે NCERTની વેબસાઇટ પર જાન્યુઆરી-૨૦૨૨ માં પ્રસિદ્ધ થનાર આવેદનપત્ર
૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં NCERT દ્વારા સૂચવ્યા મુજબ ભરવાનું રહેશે,

🌸આવક મર્યાદા ની કોઈ જરૂર નથી 

એન.સી.ઇ.આર.ટી,ન્યુ દિલ્હી દ્વારા નકકી થયા મુજબ આ પરીક્ષામાં આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી. જે વિદ્યાર્થીને સ્કોલરશીપ મેળવવાને પાત્ર ઠરે છે તે વિદ્યાર્થીને પૂરેપૂરી સ્કોલરશીપ મળશે.

🌸પરીક્ષા ફી કેટલી હોય  :

👉જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ.૭૦- રહેશે. 
👉પી.એચ. ઓ.બી.સી., એસ.સી તથા એસ.ટી. કેટેગરીના 
👉વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ ૫૦/- રહેશે
👉સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
👉કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.

ફી સ્વીકાર કેન્દ્ર

👉ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા "ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે "print Application/Challan" ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી, ત્યાર બાદ Online Payment" ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં Net Banking of fee" અથવા Other Payment Mode"ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે અને છ receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી, જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.

👉ઓનલાઇન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ર૪ કલાકમાં e-receipt જનરેટ ન થઇ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલથી સંપર્ક કરવાનો રહેશે.

પ્રશ્નપત્રનું માળખું કેવું હશે અને ગુણ કેટલા હોય :

કસોટી નો પ્રકાર

👉(૧) બૌધ્ધિક યોગ્યતા કસોટી (MANT) 
૧૦૦ પ્રશ્નો અને ગુણ ૧૦૦ સમય ૩ કલાક 

👉(૨) શૈક્ષણિક યોગ્યતા કસોટી (SAT)
૧૦૦ પ્રશ્નો અને ગુણ ૧૦૦ સમય ૩ કલાક 
જેમાં ગણિત-૨૦, વિજ્ઞાન -૪૦, સામાજિક વિજ્ઞાન -૪૦

♦ કસોટીનું માળખુ:

♦ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે.

♦આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question Based. MCQS) રહેશે.

♦દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.

♦આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહીં. અંધ વિદ્યાર્થીઓને બંન્ને વિભાગમાં ૩૦-૩૦ મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.

પરીક્ષા કેન્દ્ર કયા હોય 

♦સામાન્ય રીતે પરીક્ષા કેન્દ્ર જિલ્લા કક્ષાએ રાખવામાં આવશે

* ક્વૉલિફાઇંગ ગુણ: કેટલા ગુણ આવે તો આગળની પરીક્ષા આપી શકે ?

જનરલ અને ઓ.બી.સી તથા EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે દરેક વિભાગમાં ક્વૉલિફાઇંગ ગુણ ૪૦% તથા એસ.સી,એસ.ટી. તથા પી.એચ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે દરેક વિભાગમાં ક્વૉલિફાઇઝ ગુણ ૩૨ રહેશે,

* ઓનલાઇન અરજી કરવાની રીત :

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. તા.૨૯/૦૯/૨૦૨૧ (બપોરના ૧૫,૦૦ કલાક) થી તા:૨૨/૧૦/૨૦૨૧ (રાત્રે ૨૩.૫૯ કલાક દરમિયાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા પછી જ અરજી માન્ય ગણાશે.

• સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સૌ પ્રથમ www.sebexam.org પર જવું.

. “Apply online ઉપર Click કરવું

. *National Talent Search Examination - (STD-10)” સામે Apply Now પર click કરવું. Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં માગવામાં આવેલ

તમામ માહિતી ભરવાની રહેશે.
શાળાની વિગતો માટે શાળાનો DISE Number નાખવાનો રહેશે.

હવે Save પર click કરવાથી તમારો Data save થશે. 
અહીં Applicatlon flumber Generate થશે. 
સાચવીને રાખવાનો રહેશે

જે

હવે પેજના ઉપરના ભાગમાં Uploadphoto-Signature પર click કરો. અહીં તમારી Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર click કરો, અહીં Photo અને Signature upload કરવાના છે. વેબસાઇટ પર OBC, SC, ST, EWS, તેમજ PH કેટેગરીના ઉમેદવારોએ ફોર્મમાં જે જગ્યાએ પ્રમાણપત્ર

નંબર, તારીખ અને પ્રમાણપત્રની કોપી અપલોડ કરવી ફરજિયાત છે. Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો photo અને signatureips format માં (15 Kb) સાઇઝથી વધારે નહીં તે રીતે computer માં હોવા જોઇએ. Browse Button પર k કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાંjps format માં તમારો Photo store થયેલ છે તે ફાઇલને Select કરો. અને Open Button ને click કરો, હવે Browse Button ની બાજુમાં upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે, હવે આજ રીતે Signature પણ upload કરવાની રહેશે.

હવે Confirm Application પરk કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ submit પર click કરો. જો અહિં અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર દk કરીને સુધારો કરી લેવી. અરજી Confirm કર્યાં પહેલાં કોઇ પણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકશે. પરંતુ અરજી Confirm થઇ ગયા બાદ અરજીમાં કોઇપણ જાતનો સુધારો કરી શકાશેનહી.

જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર click કરવું. Confirm પર click કરવાથી અરજીનો online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.

*હવે Print Application & Fee Challan પર Click કરવું. અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ submit પર click કરો.

અહિંથી તમારી અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવી.

ઓનલાઇન પેમેન્ટ ગેટ વે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.

જરૂરી આધારો / પ્રમાણપત્રો 

ઓનલાઇન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ કાઢી તેની સાથે નીચે મુજબના આધારો પ્રમાણપત્રો

જોડવાના રહેશે. ઓનલાઇન ફી ભર્યાની કોપી

કેટેગરી અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતું હોય તો) વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતુ હોય તો)

Non-Cremy layer પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (કેન્દ્ર સરકારની યાદીમાં ઓ.બી.સી. કેટેગરીનો વિદ્યાર્થી હોય તો)

 શાળાએ કરવાની કાર્યવાહી

👉વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.

👉શાળાએ ભરાયેલા તમામ ઓનલાઇન આવેદનપત્રો ઉપર આચાર્યશ્રીના સહિ-સિક્ક કરી જરૂરી આધારો પ્રમાણપત્રો સાથે તા-૦૩/૧૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

👉જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ કરવાની કાર્યવાહી

👉જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ શાળામાંથી આવેલ આવેદનપત્રોની આધારો સહિત ચકાસણી કરી રા.પ.બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગઇન પર તા.૧૫/૧૧/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન એપ્રુવ કરવાના રહેશે તથા તમામ આવેદનપત્રોની હાર્ડકોપી તા:૨૨/૧૧/૨૦૨૧ સુધીમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ખાતે જમા કરાવવાની રહેશે.

બીજા તબક્કની પરીક્ષા :

પ્રથમ તબક્કામાં રાજ્યના નિયત ક્વૉટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓની બીજા તબક્કાની પરીક્ષા NCERT, NEW DELHI દ્વારા તા:૧૨/૦૬/ર૦રર ના રોજ યોજવામાં આવશે.

👉સ્ટેજ-૨ માટે નીચે મુજબની ક્વોલીફાઇડ અનામત નક્કી થયેલ છે એસ.સી. કેટેગરી માટે ૧૫% બેઠક અનામત રહેશે.

👉એસ.ટી. કેટેગરી માટે ૭.૫% બેઠક અનામત રહેશે,

👉ઓ.બી.સી. કેટેગરી માટે ૨૭% બેઠક અનામત રહેશે. ઓ.બી.સી. અનામતનો લાભ કેન્દ્ર યાદીમાં સમાવેશ થયેલ હોય અને નોન-ક્રિમીલેયર હોય તેઓને મળવાપાત્ર રહેશે.

👉ઓ.બી.સી.ની કેન્દ્ર યાદી આ સાથે સામેલ રાખેલ છે. (તે યાદી માં દર્શાવેલ કાસ્ટને જ ઓબી.સી.

કેટેગરીનો લાભ મળવાપાત્ર થશે

👉 EWS કેટેગરી માટે ૧૦% બેઠક અનામત રહેશે. (તા.૨૩/૦૧/૨૦૧૯ના ઠરાવી નક્કી થયા મુજબ અનુસુચિત જાતિઓ, અનુસુચિત જન જાતિઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો/અન્ય પછાત વર્ગો સિવાયની જાતિઓ પૈકીના આર્થિક રીતે નબળા વર્ગોને નવી અનામત નીતિનો લામ આપવા માટે રાજય સરકારે અરજદારના કુટુંબના તામામ સ્ત્રોત મળીને થતી કુલ આવક ૬, ૮,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા આઠ લાખ પુરા) કરતા ઓછી થતી હોય તેવી વ્યકિતઓ/ઉમેદવારોને અનામ છે. લાભ આપવાનું ઠરાવ્યુ

👉પી.એચ. કેટેગરી માટે ૪% બેઠક અનામત રહેશે.


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)