માણસના દિદાર કે તેમને પહેરલા કપડાંથી માણસની સાચી ઓળખ થતી નથી

Baldevpari
0

માણસની સાચી ઓળખ કરવામાં થાપ ખાતા નથી ને ?

નજરમાં દેખાય એટલું સત્ય નથી હોતું 

એટલે માણસની આંતરીક સુંદરતાનો અનુભવ કરો 

બાહ્ય સુંદરતાથીજ લોકો છેતરાય છે 

અને એ જોવાનો ડોળો હોતો નથી 

અને એ પણ શિક્ષત લોકો જેવા કે હાવર્ડ યુનિવર્સિટિના પ્રમુખ

માણસના દિદાર કે તેમને પહેરલા કપડાંથી 
માણસની સાચી ઓળખ થતી નથી

અમેરિકાની જગપ્રસિધ્ધ હાવર્ડ યુનિવર્સિટિના પ્રમુખને મળવા માટે એક વૃદ્ધ દંપતિ આવે છે.સેક્રેટરી બહેનને જણાવે છે કે અમારે  ૧૦ મિનિટ માટે સાહેબને મળવું છે...સેક્રેટરીએ આ દંપતિના મેલાધેલા કપડા જોઇને સોગયું મોઢુ કરીને કંહ્યુ કે સાહેબ આજે ખુબ કામમાં છે ,મળી શકશે નહી...

દંપતિ- કંઈ વાંધો નહી અમે અંહિયા રાહ જોશું...

સાંજ પડવા આવે છે ...સેક્રેટરીને દયા આવે છે.

સાહેબને વિનંતિ કરે છે કે આ દંપતિને પાંચ મિનિટ માટે મળી લે...

પ્રેસિડેન્ટ- બોલો શું કામ છે ?

વૃધ્ધ- આ ફોટો જુવો...આ મારો દિકરો છે..આ તમારી યુનિવર્સિટિમાં વર્ષો પહેલા ભણતો હતો..હવે તે આ દુનિયામાં નથી..અમારે તેનું સ્મારક ઉભું કરવું છે.

પ્રેસિડેન્ટ- જુવો આ રીતે ધણા આવે છે..મૃતક વિધ્ધાર્થિઓના પુતળા અમે યુનિવર્સિટિમાં ઉભા કરવા માંડિયે તો..આ યુનિવર્સિટિ કબ્રસ્તાન થઈ જાય...

વૃધ્ધ- ના..ના..અમારે પુતળુ મુકવું નથી... અમારે તો તેની યાદમાં એક મજાની ઇમારત તમારી યુનિવર્સિટિને તેના નામે બનાવી ભેટ કરવી છે..

પ્રેસિડેન્ટ -તમને ખબર છે ? ઇમારત બનાવવા માટે કેટલો ખર્ચ થાય ? ૭૫ લાખ ડોલર જોઇએ...તમારી હાલત જોતા લાગે છે કે તમારી પાસે ૭૫ ડોલર પણ નહી હોય.

વૃદ્ધ દંપતિને અચરજ થયું ..અને કંહ્યુ કે બસ ૭૫ લાખ ડોલરનો જ ખર્ચ થશે ? 

          પ્રેસિડેંટ સાહેબનો આભાર માનીને તે દંપતિ એટલે કે મી.એન્ડ મીસિસ લેલેન્ડ



ત્યાંથી નિકળી ગયું...અને કેલિફોર્નિયા રાજયના પાલો-આલ્ટો ગામે આવ્યા અને પોતાના દિકરાના નામે યુનિવર્સિટી બિલ્ડીંગ બાંધવાનું શરૂ કર્યુ..જેનું નામ છે જગપ્રસિધ્ધ  "સ્ટેનફોર્ડ યુનિવર્સિટિ" આ યુનિવર્સિટી આજે દુનિયામાં વન નંબરની  યુનિવર્સિટિ  છે. ૮૧૮૦ એકર જમીનમાં આ યુનિવર્સિટી પથરાયેલ છે. એમનું બજેટ ખૂબ મોટું હોય છે. આ યુનિવર્સિટિમાં આજે જગતના ૩૨ નોબલ પુરસ્કાર વિજેતા કામ કરે છે.

બોધ-માણસના દિદાર કે તેમને પહેરલા કપડાંથી માણસની સાચી ઓળખ થતી નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)