Breaking News

ઉડતું બાઇક આવી રહ્યું છે જાણો કોને શોધ્યું અને શું છે વિશેષ સુવિધા ?

આવી રહી છે નવી ટેકનોલોજી 

ઉડતુ વિમાંન 
ઉડતી કાર
ઉદાટું પંખી 

ઉડતું બાઇક આવી રહ્યું છે જાણો 

કોને શોધ્યું અને શું છે વિશેષ સુવિધા ?

વાસ્તવિક જીવનમાં અથવા વિડિયોમાં જોયુ  હશે,
પરંતુ આ અઠવાડિયે એક પ્રદર્શન દરમિયાન, 
જાપાને એક ઉડતું બાઇક જોયું, 
જે તેમની પાછળથી પસાર થયું હતું અથવા હવામાં ફરતું હતું. 
ALI Technologies, એક જાપાની કંપની 
કે જે છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈંગ બાઈક વિકસાવી રહી છે, 
તેણે વિશ્વની પ્રથમ પ્રેક્ટિકલ હોવર બાઇક 
XTURISMO લિમિટેડ એડિશનનો 
એક ડેમોસ્ટ્રેશન ફ્લાઈંગ વિડિયો રિલીઝ કર્યો છે. 
ફુજીમાં રેસિંગ ટ્રેક પર પ્રદર્શન દરમિયાન 
હોવર બાઇકનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ALI Technologies એ XTURISMO લિમિટેડ 

એડિશન માટે 26મી ઓક્ટોબરથી 
બુકિંગ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. 
કંપની આ ઉડતા બાઇકના માત્ર 200 યુનિટ જ વિકસાવશે.

કેટલી હશે એની કિમંત  

XTURISMO લિમિટેડ એડિશનની કિંમત 77.7 મિલિયન યેન 
(અંદાજે 5.10 કરોડ રૂપિયા) છે. 
જેમાં કર અને વીમા પ્રિમિયમનો પણ સમાવેશ થાય છે.

ડેમોસ્ટ્રેશન દરમિયાન, ફુજી રેસિંગ ટ્રેક પર 

ગ્રાન્ડસ્ટેન્ડની સામે XTURISMO લિમિટેડ એડિશન 
ફ્લાઇંગ બાઇક ગળગળાહટની અવાજ સાથે 
હવામાં ઉડતું જોવા મળ્યું હતું. 
તેને આઠનો આકાર બનાવતા હવામાં 
ધીરે ધીરે ફરતું પણ જોવામાં આવ્યું હતું.

ઉડતું બાઇકમાં શું છે વિશેષ 

XTURISMO ફલાઈંગ બાઇક અથવા 
હોવર બાઇક ઈન્ટરનલ કમ્બશન એન્જિન 
(જે પેટ્રોલ પર ચાલે છે)ની સાથે ઇલેક્ટ્રિકલી ઓપરેટ થાય છે. 
કંપનીનો ટાર્ગેટ 2025 સુધીમાં 

આ ઉડતી બાઇકનું સંપૂર્ણ ઇલેક્ટ્રિક વર્ઝન લાવવાનું છે.

XTURISMO ઉડતા બાઇકનું વજન લગભગ 300 કિલો છે. 
ઉડતા બાઇકની લંબાઈ 3.7 મીટર, 
પહોળાઈ 2.4 મીટર અને ઊંચાઈ 1.5 મીટર છે. 
હાલમાં તેમાં માત્ર એક જ પાયલોટ બેસી શકે છે.

કંપનીના જણાવ્યા અનુસાર, ઉડતા બાઇકનો ક્રૂઝિંગ 
સમય 30 થી 40 મિનિટનો છે. 
જો કે હોવર બાઇકની મહત્તમ સ્પીડ કંપની 
દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, 
પરંતુ ડેમોસ્ટ્રેશન દરમિયાન તે લગભગ 100 kmphની 
ઝડપે ઉડતું જોવા મળ્યું હતું.

ALI Technologies ના પ્રેસિડેન્ટ અને સીઇઓ ડેસુકે કાતાનોએ 
જણાવ્યું હતું કે, અમે 2017માં હોવર બાઇક વિકસાવવાનું શરૂ કર્યું હતું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 
ભવિષ્યમાં એર મોબીલીટીને વેગ મળશે, 
પરંતુ સૌથી પહેલા આપત્તિના સમયમાં સમુદ્ર 
અને પર્વતીય વિસ્તારોમાં તેનો ઉપયોગ થવાની અપેક્ષા છે. 
XTURISMO ના પ્રથમ તબક્કા તરીકે આને 
રજૂ કરતા મને આનંદ થાય છે.

છ મહિનાના સમયગાળામાં શરૂ થશે.

કંપનીએ કહ્યું કે આ લિમિટેડ એડિશન 
ફ્લાઈંગ બાઈકના પ્રથમ યુનિટની ડિલિવરી 
આગામી વર્ષના પ્રથમ છ મહિનાના સમયગાળામાં શરૂ થશે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો