Breaking News

નૂતન વર્ષ એટલે પરિવર્તનનો પયગામ-રચનાત્મક પરિવર્તન માટે પ્રારંભ કરવો પડે




નૂતન વર્ષ એટલે પરિવર્તનનો પયગામ-

રચનાત્મક પરિવર્તન માટે પ્રારંભ કરવો પડે


નૂતન વર્ષ એટલે પરિવર્તનનો પયગામ. આશા અને ઉમંગ જગાવતું પર્વ. પ્રગતિ, સમૃદ્ધિ અને સફળતાના માર્ગ પર આગળ વઘાશે એવી પ્રતીતિ કરાવતો ઉત્સવ. આ માર્ગ પર આગળ વધવા માટે જરૂર પડે શક્તિદાયક વાતાવરણની. આવું વાતાવરણ પોઝિટિવ ચેઇન્જ આવે ત્યારે સર્જાય. આવા રચનાત્મક પરિવર્તન માટે પ્રારંભ કરવો પડે વ્યક્તિગત પ્રયાસથી, આ પ્રયાસમાં જરૂર પડે પાયાની એક કુશળતા ખીલવવાની. આ કુશળતા શું છે એ ચાલો, સમજીએ એક વાર્તાના માધ્યમથી

👉🏻બોધપાઠ શીખવાડવા

પ્રાચીનકાળમાં એક રાજાએ એના એકમાત્ર રાજકુમારને મહાન રાજા બનવા માટે બોધપાઠ શીખવાડવાનો નિર્ણય કર્યો. રાજાએ કુંવરને એક વર્ષ માટે જંગલમાં રહેવા જવાનો આદેશ આપ્યો અને સાથે સૂચના આપી બાદ યારે એ પાછો ફરે ત્યારે જંગલમાં એણે જે જે અવાજ સાંભળ્યા હોય એનું વર્ણન કરવું.

👉🏻આજ્ઞાંકિત રાજકુમારનો જંગલમાં વર્ષનો  વસવાટ

આજ્ઞાંકિત રાજકુમાર જંગલમાં જઈ એક વર્ષના વસવાટ દરમિયાન જંગલમાં થતાં અવાજને ધ્યાનપૂર્વક સાંભળે છે. એક વર્ષ પછી ખૂબ જ ખુશી સાથે મહેલમાં પાછો ફરે છે અને રાજાને એણે જે સાંભળ્યું હોય છે એની યાદી રજૂ કરે છે : પવનથી થતો પાંદડાંઓનો ખખડાટ, જમીન પર પડતાં પાંદડાંનો અવાજ, પક્ષીનું મધુર ગાન, મધમાખીઓનો ગુંજારવ, પવનના સુસવાટા, તમરાંઓનો અવાજ, જંગલી પ્રાણીઓની ત્રાડ, ખડકો વચ્ચેથી પાણીનું ખળખળ વહેવું...

👉🏻રાજાને આ જવાબ પસંદ ન પડ્યા કેમ ?

રાજાને આ જવાબ પસંદ ન પડ્યા. એટલે ફરીથી જંગલમાં જવા માટે એણે રાજકુમારને આદેશ આપ્યો. રાજકુમારે ફરી ઘણા દિવસ-રાત જંગલમાં પસાર કર્યા અને એક દિવસ ઉત્સાહથી થનગનતા પાછા ફરીને રાજાને એણે જે સાંભળ્યું હતું એની યાદી આપે છે પરોઢનાં ઝાકળબિંદુ સાથે વૃક્ષનાં પાંદડાંમાં આવી જતી જાગૃતિ, શિયાળાના હૂંફાળા સૂર્યપ્રકાશમાં નહાતી ધરતીનું દુર્લભ સૌંદર્ય, કળીનું ખીલીને ફૂલમાં થતું રૂપાંતર, હજારો પ્રાણી-પક્ષીનાં હૃદયનાં સ્પંદન...

👉🏻  રાજાએ ખુશ થયા શા માટે ?

રાજાએ ખુશ થઈને કહ્યું, ‘‘મહાન બનવા માટે જે સાંભળી શકાતું નથી અને સાંભળવું એ જ વ્યક્તિનું શ્રેષ્ઠ પ્રશિક્ષણ છે. ઉત્તમ રાજાએ એની પ્રજાની વણબોલાયેલી આનંદ અને દુ:ખની લાગણી સાંભળવી જોઈએ. મહાસત્તાનું સર્જન ત્યારે થાય છે જ્યારે તમારી આસપાસના છૂપા અવાજને સાંભળો, અને જે રાજા પ્રજાના આવા અવાજ સાંભળી શકે એ જ મહાન શાસક છે.''

👉🏻 સંવેદનશીલ

સ્વ-કેન્દ્રી બનવાને બદલે પરિવારમાં કે કામ-ધંધાના સ્થળે એકબીજાની લાગણી પ્રત્યે સંવેદનશીલ બનવાથી અસરકારક એવું શક્તિદાયક વાતાવરણ સર્જાય છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો