Breaking News

સાવધાન મહેનતુ ગરીબ માણસ સાથેનો અશોભનીય વર્તાવ....

મુક્તિ
અમારે ઘરે કામ કરતી રાધાએ દિવાળી ના દિવસ થી અચાનક આવવા નું બંધ કર્યું હતું...હજુ આજ ના દિવસ સુધી દેખાણી ન હતી..
રાધા દરેક દિવાળી ઉપર અમારા ઘર ની સાફ સફાઈ કરે ,તેની સામે સ્મિતા એક પગાર બોનસ સ્વરૂપે આપતી... Hu

આ વખતે અચાનક તે દેખાણી નહિ..બધું કામ જાતે કરવું પડયું એટલે અંદર થી બરાબર ની તે અકળાઈ હતી , હવે
તો રાધા આવે એટલે તેનો હિસાબ કરી છુટ્ટી કરી દેવી છે..
તહેવારમાં કામ ન આવે તેવી વ્યક્તિ નું મારે કામ જ નથી..
તે એકલી એકલી બબડતી...

સ્મિતા ઉતાવળી બની હતી..હું તેને ઘણી વખત કહેતો..

સ્મિતા સામેની વ્યક્તિ ને સમજવા નો સાંભળવા નો પ્રયત્ન કર. સમજ્યા વિચાર્યા વગર નો સીધો શાબ્દિક પ્રહાર ઘણી વખત આપણને શરમજનક સ્થિતિ માં મૂકી દે છે.
રાધા ના પરીવાર ને હું ઘણા સમય થી ઓળખું છું...

સ્વમાની અને સંસ્કારી ઘરના પરિવાર માંથી આવતી હોય તેવું તેના પરિવાર ઉપર તેજ હતું. જન્મજાત ઘર ના કામ કોઈના કરતી હોય તેવા તેના લક્ષણ એકે ખૂણે થી દેખાતા ન હતા....ઘણી વખત મજબૂરી કે પરિસ્થિતિ સામે અમુક લોકો ઝુકતા નથી...હાથ લાંબો કરી અપમાનિત જીવન જીવવા કરતા મહેનત થી કામ કરી આત્મસન્માન સાથે વર્તમાન પરિસ્થિતિ સામે લડનાર વર્ગ પણ હજુ સંસાર માં જોવા મળે છે.

રાધા નો વર ધીરેન એક ખાનગી કંપની માં પટાવાળા ની નોકરી કરતો હતો.. ઘરે એક પુત્ર હતો જેનું નામ રાખ્યું હતું ચિરાગ..બસ એજ તેની દુનિયા હતી.. એજ તેનું સ્વપ્ન હતું..ચિરાગ પણ ખૂબ સમજુ છોકરો હતો..તે તેના પપ્પા મમ્મી ને આ યાતના ભરી જિંદગી માંથી "મુક્તી" અપાવવા ગંભીર પ્રયત્ન કરતો હતો.. તે પોતે પોતાની કારકિર્દી પ્રત્યે ખૂબ જ જાગૃત હતો..એ કોઈ કોઈ વખત મને મળતો હતો..ત્યારે તેની વાતો માં પરિપક્વતા રહેતી તેણે મને સુંદર શબ્દો કીધા હતા.. સાહેબ ગરીબીમાં જન્મ લીધો એ ગુનો નથી પણ એજ પરિસ્થિતિ માં જીવન પૂરું કરવું એ ગુનો છે..

ગરીબી સામે લડવા માટે..અમારી પાસે બેજ જ વિકલ્પ છે એક સાદું જીવન અને ઉચ્ચ વિચાર અને બીજો ઉચ્ચ ભણતર..

વાત તેની સાચી હતી ભગવાન શ્રી ક્રિષ્ન એ પન અર્જુન ને માર્ગદર્શન આપ્યું.. પણ લડાઈ તો તેણે જાતે જ લડવી પડી...જીવન એક સંગ્રામ છે..જે વ્યક્તિ હથિયાર નીચે મૂકે છે એ વ્યક્તિ સંસાર માં અપમાનિત જીવન જીવતો થઈ જાય છે...છેલ્લી ક્ષણ અને છેલ્લા શ્વાસ સુધી લડતા રહો. જિંદગી ને પણ થવું જોઈએ...ખરો મર્દ મળ્યો..મને હંફાવી આગળ વધી ગયો

ચિરાગ કહેતો ..ગરીબ વ્યક્તિ માટે એક એક કલાક અને એક એક દિવસ અગત્ય નો હોય છે...ફાલતુ ચર્ચા માં સમય બગાડવો એટલે અમારી કબર જાતે ખોદવા બરાબર છે..

આ ચિરાગ ને એન્જિનિયર કરવા રાધા અને ધીરેને ગામડ ની પોતાની ખેતી ની જમીન ઉપર લોન લીધી હતી...
અચાનક સાંજના સમયે બારણે બેલ વાગ્યો.
મેં જોયું તો રાધા હાથ માં કપડાં ની થેલી માં કંઇક લપેટી બારણે ઉભી હતી...મોઢા ઉપર આનંદ હતો

મેં કીધુ..આવ બેન રાધા..ક્યાં ખોવાઈ ગઈ હતી ?

ત્યાં તો સ્મિતા વાવઝોડા સ્વરૂપે રસોડા માંથી બહાર આવી

અને હજુ રાધા કહી આગળ બોલે ત્યાં સાચું ખોટું સંભળવવા લાગી..

રાધાના મોઢા ઉપરનો આનંદ ધીરે ધીરે અદ્રશ્ય થવા લાગ્યો રાધા ની..પાછળ તેનો પુત્ર ચિરાગ શાંતિ થી પોતાની માઁ નું થતું શબ્દરૂપી અપમાન જોઈ રહ્યો હતો...

રાધા ને તો આ રોજ નું હતું...જ્યારે રજા પાડે ત્યારે દરેક ઘરે આવું બધું સાંભળવા ની તેને આદત પડી ગઈ હતી..

એટલે એ મૂંગા મોઢે સ્મિતા ને સાંભળી રહી હતી...

મારી નજર તેની પાછળ ઉભેલ ચિરાગ સામે પડી..તેની આંખો માંથી પડતા એક એક આંસુ મારા અસ્તિત્વ ને હલાવી રહયું હતું...રાધા નો પરિવાર સજ્જન અને સંસ્કારી હોવાથી સામે તેઓ કોઈ પ્રત્યુતર આપતા ન હતા

અને તેનો સંપૂર્ણ લાભ સ્મિતા ઉઠાવી રહી હતી...

મારા થી રહેવાયુ નહી એટલે મેં બુમ મારી બસ સ્મિતા બહુ થયું....રાધા ને બોલવા નો સમય તો આપીશ કે નહીં ? તું એક વાત સમજી લે 1200 કે 1500 રૂપિયા તેને મહિના ના આપી આપણે દાન દક્ષિણા નથી કરતા..કે નથી તેની ઉપર ઉપકાર કરતા...મહેનત કરી સ્વમાન થી રૂપિયા તેઓ કમાય છે...

મેં રાધા અને ચિરાગ ને અંદર આવી બેસવા કીધુ..

ચિરાગ ભીની આખે બોલ્યો.. આભાર સાહેબ...પણ મન ભરાઈ આવ્યું છે..કોઈ ફરી વખત મળશું કહી એ જવાની તૈયારી કરતો હતો... મેં તેનો હાથ પકડી કીધું ચિરાગ નવા વર્ષે મારા ઘરે થી કોઈ આંખ માં આંસુ સાથે જાય એ મને પસંદ નથી...હું તો તને હિંમત વાળો વ્યક્તિ સમજુ છું..મર્દ ની આંખ માં આંસુ સારા ન લાગે આવ મારી બાજુ માં બેસ.

ચિરાગ ભીની આંખે બોલ્યો.. સાહેબ મર્દ વ્યક્તિને પણ લાગણી જેવું હોય છે..અંતે એ પણ મનુષ્ય જ છે..

મેં ચિરાગ ને પીવાનું પાણી આપી શાંત કર્યો...ચિરાગ ની આંખ માં આંસુ જોઈ.. રાધા ની આંખ પણ ભીની થઇ..

તેણે સાડી થી પોતાની આંખ લૂછી

મેં કીધું..હું સ્મિતા તરફ થી તમારા બન્ને ની માફી માંગુ છું...સ્મિતા દિવાળી ના કામ જાતે કરી થાકી ગઈ હોવાથી એ ઉતાવળી થઈ હતી..

મેં વાત ને બદલતા કીધું બેટા ચિરાગ ક્યાં દિવાળી માં ફરી ને આવ્યા ?

એ સ્વસ્થ થઈ બોલ્યો.. સાહેબ કુળદેવી...અને કુળ દેવતા ના દર્શને ગયા હતા...

મેં કીધું અચાનક કોઈ ખાસ કારણ..?

હા.. સાહેબ મેં IS નીં પરિક્ષા પાસ કરી..કલેકટર તરીકે ફરજ ઉપર હાજર થતા પહેલા કુળદેવી અને કુળ દેવતા ને ત્યાં માથું ટેકવા ની ઈચ્છા હતી..

સાહેબ આ સફળતા પાછળ મારા માઁ બાપ ની મહેનત અને મારા ઉપર મુકેલ સંપૂર્ણ વિશ્વાસ પણ હું ભૂલી શકું તેમ.નથી...મારા માટે તેઓ જાગતા દેવ છે...આજે મને ખબર પડી મને આ મુકામ સુધી પહોંચાડતા મારા માઁ બાપે કેટલા અપમાનો સહન કર્યા હશે....

મારાથી બોલાઈ ગયું...શુ વાત કરે છે ચિરાગ ..હું ઉભો થઇ ચિરાગ ને ભેટી પડ્યો..વાહ ચિરાગ વાહ...તારી પ્રસંશા કરું તેટલી ઓછી છે..ચિરાગ ઉભો થયો મને અને સ્મિતા ને પગે લાગ્યો...

સ્મિતા હવે ઢીલી પડી...

તેને ચિરાગ ના માથે હાથ મૂકી કીધું..બેટા.. માફ કરજે...

તેણે રાધા સામે જોઈ કીધું...બેન રાધા મારા તરફથી ઉતાવળ માં વધારે બોલાઈ ગયું હોય તો તું પણ મને માફ કરજે...વાત આટલું ગંભીર સ્વરૂપ ધારણ કરશે એ મને કલ્પના ન હતી..મને ઘણી વખત સમીર કહે છે...ઉતાવળી થા માં કોઈ ને સાંભળવા ની આદત કેળવ..પણ આજે સમીર ની વાત મને સાચી લાગી..ઉતાવળું બોલવું નહિ.કે ઉતાવળ માં કોઈ નિર્ણય લેવા નહીં...

રાધા એ લૂગડા ની થેલી ખોલી અંદર થી સ્વીટ બોક્સ સ્મિતા ના હાથ માં મૂકી બોલી..આ ચિરાગ ની સફળતા ની સ્વીટ અમારા તરફ થી સ્વીકારો.. અને આ પ્રસાદી...

સ્મિતા ને પોતે બોલેલ શબ્દો ઉપર પસ્તાવો થયો... એ ભીની આંખે રાધા ને ભેટી પડી...

ચિરાગ ઉભો થયો અમારી બન્ને સામે હાથ જોડી કીધું....

મારા માઁ બાપ આ શહેર છોડી મારી સાથે કાયમ માટે આવે છે...કાલ નો દિવસ આ શહેર માટે અમારો છેલ્લો છે...

સીધી કે આડકતરી રીતે જો તમે અમારા પરિવાર ને મદદ કરી હોય તો તે માટે હું અને મારા માઁ બાપ તમારા આભારી અને ઋણી છીયે મારા માઁ બાપ ને આ યાતના ભરી જિંદગી થી "મુક્તિ" આપવા ના મારા નિર્ણય અને મહેનત ને ઈશ્વરે પણ સપોર્ટ કર્યો..એ બદલ હું ઈશ્વરનો આ જીવન ઋણી બની રહીશ હવે એ લોકો માટે એક નવી સવાર હશે..નવી જીંદગી હશે તમારી શુભેચ્છા અને આશીર્વાદ અમારી તાકાત બની રહેશે કહી ફરી મને અને સ્મિતા ને પગે લાગ્યો..

રાધા સ્વભાવે આમ તો આનંદી હતી..
એટલે એ આનંદ માં આવી સ્મિતા સામે જોઈ બોલી....

બુન....

दुःख भरे दिन बीते रे भैया....अब सुख आयो रे
रंग जीवन मे नया लायो रे....

આ ગરીબી ઉપર નો અકલ્પીય એક પ્રકાર નો વિજય હતો...
વ્યક્તિ ગરીબ હોય પણ સાથે સભ્યતા, નમ્રતા, ધૈર્ય, વિવેક એ ચુકે નહિ તો તેની પ્રગતિ કોઈ રોકી શકતું નથી. સાથે સાથે લોકો ની નજર માં પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે..આવડી મોટી કલેકટર ની પોસ્ટ મળવા છતાં..ચિરાગ ની વાતો માં નમ્રતા, અને સંસ્કાર છલકાતા હતા..પોતાની સામે પોતાની માઁ નું અપમાન થતું હોવા છતાં એક પણ શબ્દ અશોભનીય ન બોલી તે મારી નજર માં મુઠ્ઠી ઉંચેરો માનવ બની ગયો..!

ચિરાગ અને રાધા ના ગયા પછી સ્મિતા મારી પાસે બોલી. સમીર તારી વાત સાચી..હું ઉતાવળી છું...સમજ્યા વગર બોલું છું..

સ્મિતા...કોઈ ને નોકરી આપો કે તેના કામ ના બદલામાં વળતર આપો..તો તેને ઈશ્વર ની કૃપા સમજો કે ઈશ્વરે તમને એને લાયક બનાવ્યા છે..સમય નું કામ જ પડખા બદલવાનું છે....આપણે ચાલીએ છીયે ત્યારે જે પગ એક વખત આગળ વધે છે તેજ પગ એક વખત પાછળ.....

બસ જિંદગી માં સારા ખરાબ દિવસ નું આવું જ છે....

સારા દિવસ માં પણ સંયમ શિસ્ત અને ધૈર્ય ની જરૂર હોય છે..
ખરાબ સમય માં પણ લોકો આપણને ઈજ્જત અને માન આપતા હોય તો સમજી લેવું આપણા સારા સમય દરમિયાન આપણે કોઈ સાથે અશોભનીય વર્તન વ્યવહાર કર્યો નથી તેનું પરિણામ છે..




મિત્રો..
સંક્ષિપ્ત માં કહું તો..એક શબ્દ યાદ રાખો...
સુખ માં છકી ન જવું અને દુઃખ માં નાસીપાસ ન થવું..
સમય નું કામ પસાર થવાનું છે..ઘડિયાળ ને ઊંઘી કરવા થી સમય રોકાતો નથી...કોઈ ના ખરાબ કે સારા દિવસ.કાયમ રહેતા નથી..તેથી તેને અપમાનિત કરવા નું સાહસ કદી કરવું નહીં..ઈશ્વર દયાળુ છે...પણ સમય દયાળુ નથી ,
તે સ્થળ અને સંજોગ જોઈ ઘા કરતો હોય છે

કઠોર મહેનત કર્યા પછી ઈશ્વર પાસે માંગો. છતાં પણ ન મળે તો સમજો...સારા કર્મ નું બેલેન્સ ઓછું..છે...એ વધારવા પ્રયત્ન કરો....

ઈશ્વર નું નામ લેવા થી સંપત્તિ મળે છે એ ભૂલ છે...હા પણ ઈશ્વર નું નામ લેવાથી શાંતિ સલામતી, ધૈર્ય, સંયમ આત્મ વિશ્વાસ,કરુણા, જેવા અદ્રશ્ય ગુણ આપણા માં આવે છે..જે આપણા જીવન ના પ્રેરક બળ બની રહે છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો