શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાહેબે એ કરેલી ટ્વિટ |
સોમવારથી શાળાઓ શરૂ -1થી 9 ધોરણનુ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે
જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી માહિતી
ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.5 ફેબ્રુઆરીના રોજ ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાની સરકારીની જાહેરાત પૂરી થઈ રહી છે તેથી આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર ગ્રુપની બેઠક બોલાવી હતી જેમાં સોમવાર 7 ફેબ્રુઆરીથી ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોના (corona)ના કેસ ઘટી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સરકારે વિદ્યાર્થી (Student) ના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી આ નિર્ણય લીધો છે. હવે સોમવાર 7મી ફેબ્રુઆરીથી કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે.
શાળા સંચાલકોની રજૂઆત
શાળા સંચાલકોની રજૂઆતોને પગલે 31 જાન્યુઆરીનારોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં
અગાઉ શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળી હતી,
જેમાં ઓનલાઈન શિક્ષણ આપવાનું જ
ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
હવે કોરોનાના કેસ ઘટવાને પગલે
7 ફેબ્રુઆરીથી ઓફ લાઇન શિક્ષણને મંજૂરી આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 7 જાન્યુઆરીના રોજ
ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું હતું
અને હવે 7 ફેબ્રુઆરીના રોજ ફરીથી
ઓફલાઈન શિક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે.
આમ એક મહિના સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહ્યું છે.
THANKS TO COMMENT