Breaking News

ધોરણ ૧૦ | વિજ્ઞાન | પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ

ધોરણ ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજી 

પ્રકરણ ૬ જૈવિક ક્રિયાઓ પાઠ પરીક્ષાની દ્રષ્ટિએ ખુબજ અગત્યનો પાઠ છે 

✒️અહી આ પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓની તમામ માહિતી આપેલ છે  એઆપેલ નામ પર ક્લિક કરતાં માહિતી મળી રહેશે 
1️⃣એકમ કસોટી 25 ગુણ-પેપર 
✒️ CLICK ME
2️⃣એકમ કસોટી 25 ગુણ-પેપરના જવાબો 
✒️ CLICK ME
3️⃣કલર બૂક 
✒️CLICK ME
4️⃣વિડિયો 
✒️CLICK ME
5️⃣MCQ બૂક 
✒️CLICK ME

જૈવિક ક્રિયાઓના અગત્યના પ્રશ્નો અને જવાબ 

પ્રશ્ન-1 જૈવિક ક્રિયાઓ એટલે શું?સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો.

ઉત્તર : 
બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે.તેને જૈવિક ક્રિયાઓ કહે છે.
સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ :

(1) પોષણ :

ઊર્જાના સ્રોતને ખોરાકરૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે.મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે.આ કાર્બન સ્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે.

(2) શ્વસન :

સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા લૂકોઝ જેવા ખોરાક સ્રોતનું ઑક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે.
શ્વસન દ્વારા,કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઊર્જાનું ATP માં રૂપાંતર થાય છે. મોટા ભાગના સજીવો ઑક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જા૨કજીવી સજીવો,જ્યારે કેટલાક આ ક્રિયામાં ઑક્સિજનનો ઉપયોગ કરતા ન હોવાથી તેને અજા૨કજીવી સજીવો કહે છે.

(3) વહન :

એકકોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ માટે,વાયુઓની આપ-લે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી,કારણ કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધો સંપર્કમાં હોય છે.બહુકોષીય સજીવોમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી.બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી.તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઑક્સિજનને લઈ જવા માટે તેમજ બધા કોષોમાંથી એકત્ર કરાયેલાં ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે ચોક્કસ વહનતંત્રની આવશ્યકતા રહેલી છે.

(4) ઉત્સર્જન :

આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક દ્રવ્યો દૂર કરવામાં આવે છે.એકકોષી પ્રાણીઓ કોષસપાટી દ્વારા સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે.બહુકોષી સજીવોમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી,અંગ કે તંત્ર હોય છે.

પ્રશ્ન-2 શા માટે આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઑક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે?

ઉત્તર : 
આપણા જેવા બહુકોષીય પ્રાણીઓમાં બધા કોષો આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી.શરીરરચના વધુ જટિલ તેમજ શરીરનું કદ મોટું છે.આથી સાદા પ્રસરણ દ્વારા બધા કોષોને જરૂરિયાતનો ઑક્સિજન મોકલી શકાય નહીં.એક ગણતરી મુજબ આપણાં ફેફસાંમાંથી ઑક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પ્રસરણ દ્વારા પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે.આથી આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઑક્સિજનની જરૂરિયાત પુરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે.

પ્રશ્ન-3 કોઈ વસ્તુ જીવંત છે,તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું?

ઉત્તર : 
કોઈ વસ્તુ સજીવ છે તે નક્કી કરવા માટે હલનચલન,વૃદ્ધિ,શ્વાસોચ્છવાસ,કોષરચના વગેરે માપદંડનો આપણે ઉપયોગ કરીશું.

પ્રશ્ન-4 આપણા શરીરમાં ઊર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે?તેમનો સ્ત્રોત કયો છે?

ઉત્તર : 
જ્યારે આપણે ચાલતા હોઈએ કે સાઇકલ ચલાવતા હોઈએ કે કોઈ દશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ,જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતા નથી તે સ્થિતિમાં પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિને જાળવી રાખવા ઊર્જાની જરૂરિયાત હોય છે.વૃદ્ધિ,વિકાસ,પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે આપણા શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે.આપણો ખોરાક/આહાર આ ઊર્જા અને દ્રવ્યોનો સોત છે.

પ્રશ્ન-5 સજીવો તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે? અથવા પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો.

ઉત્તર : 
ઊર્જા અને દ્રવ્યોની જરૂરિયાત બધા સજીવોમાં સામાન્ય હોય છે.

પોષણપ્રાપ્તિના આધારે સજીવોના પ્રકાર:

(1) સ્વયંપોષી:

આ સજીવો સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયૉકસાઇડ અકાર્બનિક સોતરૂપે પ્રાપ્ત કરે છે. બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ સ્વયંપોષી છે.

(2) વિષમપોષી:

આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાકરૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે.આ માટે જૈવ ઉદીપકો નો ઉપયોગ કરે છે.

વિષમપોષી જીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી ઉપર આધારિત છે. પ્રાણીઓ અને ફૂગ વિષમપોષી છે.

પ્રશ્ન-6 ટૂંક નોંધ લખો : સ્વયંપોષી પોષણ

ઉત્તર : 
બધા પ્રકાશસંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે.પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયૉક્સાઇડનું કાર્બોદિત (ગ્લુકોઝ) માં રૂપાંતર થાય છે.બધી લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે.કાર્બોદિત(ગ્લુકોઝ) વનસ્પતિઓને ઊર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે.વધારાના ગ્લુકોઝનો જટિલ કાર્બોદિત સ્ટાર્ચકણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ થાય છે.તે આંતરિક ઊર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન-7 પ્રકાશસંશ્લેષણ એટલે શું? પ્રકાશસંશ્લેષણનું સમીકરણ આપી,આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો.

ઉત્તર : 
ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યઊર્જા,પાણી અને કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત-ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે.આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.
પ્રકાશસંશ્લેષણ ક્રિયાનું સમીકરણ :
6CO2 + 12H2O -> C6H12O6 + 602 + 6H2O (ક્લોરોફિલ અને સૂર્ય પ્રકાશની હાજરી)
પ્રકાશસંશ્લેષણમાં થતી ઘટનાઓ :
(1) ક્લોરોફિલ દ્વારા પ્રકાશઊર્જાનું શોષણ થાય.
(2) પ્રકાશઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર તથા પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઑક્સિજનમાં વિઘટન થાય.
(3) કાર્બન ડાયૉક્સાઇડનું કાર્બોદિત (ગ્લુકોઝ) માં રિડક્શન થાય.

પ્રશ્ન-8 CO2 ના રિડકશનની બાબતે રણનિવાસી વનસ્પતિઓ સામાન્ય વસવાટમાં ઊગતી વનસ્પતિઓથી કેવી રીતે જુદી પડે છે?

ઉત્તર : 
સામાન્ય વસવાટમાં ઊગતી વનસ્પતિઓ દિવસ દરમિયાન કાર્બન ડાયૉક્સાઇડ ગ્રહણ કરી, રિડકશન કરી અને દિવસ દરમિયાન કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે.જ્યારે રણનિવાસી (મરુનિવાસી) વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી મધ્યવર્તી નીપજ બનાવે છે.દિવસ દરમિયાન જ્યારે ક્લોરોફિલ સૂર્યઊર્જાનું શોષણ કરે ત્યારે અંતિમ નીપજ કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે.

પ્રશ્ન-9 પર્ણના ત્રાસા છેદની નામ નિર્દેશિત આકૃતિ દોરી, ક્લોરોફિલ ના સ્થાનની સમજૂતી આપો.

જૈવિક ક્રિયાઓ
ઉતર: 
ઉપરિઅધિસ્તર અને અધ:અધિસ્તરની વચ્ચે આવેલા કોષો લીલા રંગનાં ટપકાંઓ ધરાવે છે.આ ટપકાંઓ હરિતકણ તરીકે ઓળખાતી કોષીય અંગિકાઓ છે.હરિતકણ અંગિકામાં હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) હોય છે.

પ્રશ્ન-10 ટૂંકનોંધ લખો: વાયુરંધ્ર

જૈવિક ક્રિયાઓ

ઉત્તર: 
વાયુરંધ્ર કે પર્ણરંધ્ર પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે.

રચના: 

વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલ સૂક્ષ્મ છિદ્ર છે. રક્ષક કોષો ના કોષરસ માં હરિતકણ આવેલા હોય છે.

કાર્યો:

(1) પર્ણોમાં પ્રકાશસંશ્લેષણ માટે વાયુઓનું મોટાભાગનો વિનિમય વાયુરંધ્ર દ્વારા થાય છે.

(2) વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જન ની ક્રિયા માં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે.

રક્ષક કોષોનું કાર્ય:

રક્ષક કોષો વાયુરંધ્ર ખોલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલું છે. જ્યારે રક્ષક કોષો માં પાણી અંદર પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે અને ખુલ્લું કરે છે. જ્યારે રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે રંધ્ર બંધ થાય છે. સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ ની જરૂર ન હોય ત્યારે જલ તાણની સ્થિતિ માં વનસ્પતિ આ રંધ્ર ને બંધ રાખે છે.

પ્રશ્ન-11 સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી કેવી રીતે મેળવે છે?

ઉત્તર: 
સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રીની પ્રાપ્તિ નીચે દર્શાવ્યા મુજબ કરે છે :
પ્રકાશસંશ્લેષણમાં ઉપયોગી CO2 વાતાવરણમાંથી વાયુરંધ્રો દ્વારા મેળવે છે.
સ્થળજ વસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્ય તા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે .
નાઇટ્રોજન,ફોસ્ફરસ,આયર્ન (લોહ) અને મૅગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો ભૂમિમાંથી મેળવે છે. નાઇટ્રોજન એક આવશ્યક ખનીજ તત્ત્વ છે.વનસ્પતિઓ નાઇટ્રોજનને એ કાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવી,પ્રોટીન અને અન્ય સંયોજનોનાં સંશ્લેષણમાં ઉપયોગ કરે છે. અથવા કેટલાક બેક્ટરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી નિર્માણ પામતા કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં નાઇટ્રોજન મેળવે છે.

પ્રશ્ન-12 વિષમપોષી પોષણ વિશે સંક્ષિપ્ત સમજૂતી લખો.

અથવા

ટૂંક નોધ લખો : વિષમપોષી પ્રકારનું પોષણ


ઉત્તર : 
ક્લોરોફિલવિહીન સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે.અન્ય સજીવોએ તૈયાર કરેલાં જટિલ પોષક દ્રવ્યો વિષમપોષીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે.
આહાર (ખોરાક) ના સ્વરૂપ,તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીત આધારે વિષમપોષી પોષણ વિવિધ પ્રકારના હોઈ શકે.
(1) ખોરાકનો સ્રોત અચળ સ્થિર હોય છે. જેમ કે,ઘાસ,ઘાસનો ઉપયોગ ગાય કરે છે.
(2) ખોરાકનો સોત ગતિશીલ હોય છે, જેમ કે,હરણ.તેનો ઉપયોગ વાઘ,સિંહ કરે છે.
સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિઓ :
(1) કેટલાક સજીવો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે. દા.ત., તંતુમય ફૂગ (Bread moulds) , યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ.

(2) કેટલાક સજીવો જટિલ ખોરાક અંતઃગ્રહણ કરી,તેનું પાચન શરીરની અંદર કરે છે.ખોરાક અંતઃગ્રહણ તેમજ તેનું પાચન કરવાની રીત સજીવના શરીરની સંરચના અને કાર્યપદ્ધતિ પર આધારિત છે.
(i) તૃણાહારી પ્રાણીઓ ફક્ત વનસ્પતિઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. દા.ત., ગાય,હરણ. (ii) માંસાહારીઓ અન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. દા.ત., વાઘ,સિંહ. (iii) મિશ્રાહારીઓ વનસ્પતિઓ અને તેમનાં ઉત્પાદનો તેમજ અન્ય પ્રાણીઓ અને તેમનાં ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. દા. ત.,વંદો,મનુષ્ય.
(3) કેટલાક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. પરોપજીવી પોષણ - પદ્ધતિ ઘણા સજીવો દ્વારા દર્શાવાય છે. દા.ત., અમરવેલ,ઊધઈ,જૂ,જળો, પટ્ટીકૃમિ.

પ્રશ્ન-13 ટૂંકનોંધ લખો: મનુષ્ય માં પોષણ અથવા મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે ?


જૈવિક ક્રિયાઓ

ઉત્તર : 
આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ,આ ખોરાક પાચનમાર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે.

મુખમાં પાચન :

મુખમાં દાંત વડે ખોરાક ચવાતાં નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે.લાળગ્રંથિમાંથી સ્ત્રવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે.લાળરસીય એમાયલેઝ (ટાયલિન) ઉત્સુચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન/પાચન કરે છે.
સ્ટાર્ચ -----------------------માલ્ટોઝ ( શર્કરા )

ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે.

તરંગવતું સંકોચન (પરિસંકોચન) :

પાચનમાર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. આ તરંગવત્ સંકોચન પાચનમાર્ગના દરેક ભાગમાં નિયત રીતે થાય છે. આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચનનળીમાં પસાર થાય છે. તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે.મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે જાય છે.

જઠરમાં પાચન :

જઠરની દીવાલમાં જઠરગ્રંથિઓ આવેલી છે.તે હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCI),પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે.આ મિશ્રણને જઠરરસ કહે છે.જઠરની સ્નાયુમય દીવાલ ખોરાકને જઠરરસ સાથે મિશ્ર કરે છે.હાઇડ્રોક્લોરિક ઍસિડ ઍસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સીન ઉત્સેચક પ્રક્રિયામાં મદદ કરે છે.
સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ,જઠરના આંતરિક અસ્તરને ઍસિડ અને પેપ્સીનની અસર સામે રક્ષણ આપે છે.જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુપેશી (નિજઠર વાલ્વ) દ્વારા નિયંત્રિત થાય છે. નાના આંતરડામાં પાચન : નાનું આંતરડું પાચનમાર્ગનું સૌથી લાંબામાં લાંબું અને ખૂબ જ ગૂંચળામય અંગ છે.તે કાર્બોદિત,પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે.

જઠરમાંથી ઍસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે.નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે.

(1) કાર્ય :

જઠરમાંથી આવતા ઍસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે.તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે.પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે.તેને તેલોદીકરણ (Emulsification) કહે છે.આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે.

(2) સ્વાદુરસનું કાર્ય :

સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે.સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાયલેઝ અને તલોદીકૃત ચરબીના પાચન માટે લાયપેઝ ઉત્સેચકો હોય છે.

(૩) આંત્રરસનું કાર્યઃ

નાના આંતરડાની દીવાલમાં આવેલી આત્રીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. આંત્રરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો ઍસિડમાં,જટિલ કાર્બોદિતનું ગ્લૂકોઝમાં અને ચરબીનું ફેટી ઍસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર પાચન કરે છે.

પ્રશ્ન-14 તફાવત આપો: જારક શ્વસન અને અજારક શ્વસન

જવાબ

જારક શ્વસન

1. આ ક્રિયામાં ઓક્સિજન નો ઉપયોગ થાય છે.
2.આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે.
3. આ ક્રિયામાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે.
4. આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસ માં થાય છે જ્યારે બાકીનો તબક્કો કણાભસૂત્ર માં થાય છે

અજારક શ્વસન

1,આ ક્રિયામાં ઓક્સિજન નો ઉપયોગ થતો નથી
2. આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે.
3.આ ક્રિયામાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે.
4. આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે.

પ્રશ્ન-15 સ્થળચર પ્રાણીઓમાં શ્વસનવાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ જણાવો. 

ઉત્તર : 
સ્થળચર પ્રાણીઓ વાતાવરણના ઑક્સિજનનો ઉપયોગ કરે છે.આ ઑક્સિજન જુદાં જુદાં પ્રાણીઓમાં ભિન્ન અંગો વડે શોષણ પામે છે.
સ્થળચર પ્રાણીઓમાં શ્વસનવાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ :
-> બધાં અંગોમાં એવી રચના હોય જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી ઑક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે.
-> ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય .
-> આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય.
-> વાતવિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય.
-> ઑક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની એક ક્રિયાવિધિ થાય.

પ્રશ્ન-16 મનુષ્યનું શ્વસનતંત્ર સમજાવો.


જારક શ્વસન અને અજારક શ્વસન

ઉતર: 

મનુષ્યના શ્વસનતંત્રમાં સંકળાયેલાં અંગો :

(1) નસકોરાં અને નાસિકા માર્ગ : 

નસકોરાં દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે.આ માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ,અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે.આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મસ્તર પણ મદદરૂપ છે.

(2) ગળામાં રહેલાં અંગો : 

કંઠનળી,સ્વરયંત્ર અને શ્વાસનળી (વાયુનળી) હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહામાં ફેફસાં સુધી લંબાયેલી છે.ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થિની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રુંધાઈ જતો નથી

(3) ફેફસાં : 

ઉરસીય ગુહામાં એક જોડ ફેફસાં આવેલાં છે.ફેફસાંમાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠોમાં પરિણમે છે.વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠીની સપાટી દ્વારા વાતવિનિમય થાય છે.

પ્રશ્ન-17 ટૂંકનોંધ લખો: 
મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસ

ઉત્તર : 
જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ,ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદરપટલ ચપટો બને છે. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે.
-> આ કારણે,વાતાવરણમાંથી હવા ફેફસાંમાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જાય છે. વાયુકોષ્ઠો વાતવિનિમય માટેની સપાટી પૂરી પાડે છે. શરીરમાંથી કાર્બન ડાયૉક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત કરે છે અને વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાઓના રુધિરમાં ઑક્સિજન ગ્રહણ થાય છે.
-> હવે,ઉરોદરપટલ ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે. આ કારણે ફેફસાંમાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે.શ્વાસોચ્છવાસ સમયે,જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસાં કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. તેથી ઑક્સિજનના શોષણ અને કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે.

પ્રશ્ન-18 ટૂંકનોંધ લખો: 
ફેફસાંના વાયુકોષ્ઠો

ઉતર: 
ફેફસાંમાં અત્યંત નાની શ્વાસવાહીકાઓ ફુગ્ગા જેવી રચનાઓમાં અંત પામે છે. તેને વાયુકોષ્ઠો કહે છે.

->વાયુકોષ્ઠો શ્વસનવાયુઓ ની આપ – લે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે.
-> જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે,તો તે લગભગ 80 મીટર વિસ્તારને ઢાંકે છે. આમ,વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે.
->વાયુકોષ્ઠોની દીવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી છે.

પ્રશ્ન-19 લસિકા એટલે શું? 
તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે? 
તેનાં કાર્યો જણાવો.

ઉત્તર : 
લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે.કેશિકાઓની દીવાલમાં આવેલાં છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ,પ્રોટીન અને રુધિરકોષો પેશીકોષોના અવકાશમાં આવે છે.આ રીતે લસિકા નિર્માણ પામે છે.લસિકા રુધિરના રુધિરરસ જેવું જ હોય છે,પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે.
બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકાવાહિનીઓમાં થાય છે. અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે.

કાર્યો : 

(1) નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે.

(2) બાહ્યકોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે.

પ્રશ્ન- 20 ઉત્સર્જન એટલે શું ? 

વિવિધ પ્રાણીઓ ઉત્સર્જન માટે કેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે?

ઉત્તર : 
પ્રાણીશરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે.પ્રાણીશરીરમાં વિવિધ ચયાપચય ક્રિયાઓમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે.તેનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે.વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ જોવા મળે છે.
->મોટા ભાગનાં એકકોષી પ્રાણીઓ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો શરીર સપાટીથી પ્રસરણ દ્વારા પાણીમાં ત્યાગ કરે છે.
->જટિલ બહુકોષી પ્રાણીઓ ઉત્સર્જન – કાર્ય માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે.

પ્રશ્ન-21 મનુષ્ય નું ઉત્સર્જન તંત્ર સમજાવો.

ઉતર: 
મનુષ્યના ઉત્સર્જન તંત્ર માં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મુત્રાશય અને મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે.

(1) મૂત્રપિંડ : 

એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની કશરૂકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે.મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણ દ્વારા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે.

(2) મૂત્રવાહિની : 

મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે.

(3) મૂત્રાશય : 

તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે.તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે.

(4) મૂત્રમાર્ગ : 

મૂત્રાશયથી શરીરની બહાર ખૂલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે. તે દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે.

પ્રશ્ન-22 મૂત્રપિંડનલિકા (Nephron) ની રચના સમજાવો.


જૈવિક ક્રિયાઓ

ઉત્તર : 
મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડનલિકા છે.પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડનલિકાઓ હોય છે.તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે.

-> મૂત્રપિંડનલિકા લાંબી ગૂંચળામય રચના છે.તેના અગ્રભાગે કપ આકારની બાઉમૅનની કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહણનલિકામાં થાય છે.બાઉમૅનની કોથળીમાં પાતળી દીવાલવાળી રુધિરકેશિકાઓનું ઝૂમખું ગોઠવાયેલું હોય છે. તેને રુધિરકેશિકાગુચ્છ કહે છે.

પ્રશ્ન-23 મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે?


મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે

ઉત્તર : 
મૂત્રનિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે.

-> મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા,યુરિક ઍસિડ વગેરેને દૂર કરે છે.ગાળણ એકમો મૂત્રપિંડનલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે.બાઉમૅનની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે.પ્રારંભિક ગાળણમાં ગ્લુંકોઝ,એમિનો ઍસિડ,ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે.
-> જેમ જેમ ગાળણ મૂત્રપિંડનલિકામાં વહન પામે છે,તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃશોષણ પામે છે.પાણીના પુન :શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલો છે.આ રીતે , મૂત્ર ઉત્પન્ન થાય છે.
[સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં દરરોજ 180 લિટર પ્રારંભિક ગાળણ ઉત્પન્ન થાય છે. આમ છતાં, ઉત્સર્જિત મૂત્રનું કદ 1 કે 2 લિટર/ દિવસ હોય છે. 
બાકીના ગાળણનું મૂત્રપિંડનલિકાઓમાં પુન : શોષણ થાય છે.]

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો