Breaking News

Human Digestive System | મનુષ્યનું પાચનતંત્ર 04 ગુણમાં

Human Digestive System | મનુષ્યનું પાચનતંત્ર 04 ગુણમાં ને લગતા નીચેનાં મુજબના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે

Human Digestive System
Q-1 મનુષ્યના પાચનતંત્રની(Human Digestive System)રચના સમજાવો.(અલગઅંગ(જઠર, નાના આંતરડામાં)માં થતી પાચન ક્રિયા પણ પૂછાઈ શકે) (આકૃતિ દોર્યાં સિવાય 05 ગુણમાં માર્ચ 2008 પૂછાયેલ )
Q-2 મનુષ્યના પાચનતંત્રની (Human Digestive System)સ્વચ્છ આકૃતિ દોરી નામનિર્દેશન કરો. પાચનઅંગો વિશે ટૂંકમાં માહિતી આપો. (04 ગુણમાં માર્ચ 2014 પૂછાયેલ)
Q-3 મનુષ્યના પાચનતંત્રની (Human Digestive System)સ્વચ્છ આકૃતિ દોરી નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવો. (04 ગુણમાં માર્ચ 2021 પૂછાયેલ)
Q-4  મનુષ્યના પાચનતંત્રમાં છૂટા પડતા કોઈપણ પાંચ ઉત્સેચકના નામ અને સ્થાન જણાવી તેમનાં કાર્યો સમજાવો.(04 ગુણમાં માર્ચ 2019 પૂછાયેલ)
Q-5 મનુષ્યના પાચનતંત્રમાં ઉત્પન્ન થતા કોઈ પણ પાંચ ઉત્સેચકોના નામ, ઉદ્દભવસ્થાન અને કાર્ય જણાવો. (03 ગુણમાં માર્ચ 2018 પૂછાયેલ)
Q-6 મનુષ્યના પાચનતંત્રના કોઈ પણ ચાર અવયવના નામ લખો. 
Human Digestive System |



💡4- ગુણના પ્રશ્નો માટે રોજ માહિતી મેળવવા માટે નીચેના ગ્રુપમાં જોડાઈ શકો  
🌐Whatsapp ગ્રુપ લીંક ક્લિક કરી જોડાઈ શકો  

નીચે વિડિયો પણ આપેલ છે 
જેના દ્વારા આપ આકૃતિ પણ દોરતા શીખી શકો 
મનુષ્યના પાચનતંત્રની રચના સમજાવો. અથવા મનુષ્યનાં પાચનઅંગોની માહિતી આપો.
મનુષ્યનું પાચનતંત્ર પાચનનળી અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે.

Human Digestive System
મનુષ્યનાં પાચનઅંગોમાં મુખ, 
કંઠનળી, 
અન્નનળી, 
જઠર, 
નાનું આંતરડું, 
મોટું આંતરડું અને 
મળાશય આવેલાં છે.
પાચનનળી સાથે સંકળાયેલી સહાયક પાચક ગ્રંથિઓમાં 
લાળગ્રંથિઓ, 
યકૃત અને 
સ્વાદુપિંડનો સમાવેશ થાય છે.
પાચનનળીનાં અંગો :
મુખ : પાચનનળીની શરૂઆત મુખથી થાય છે. તે ખોરાકગ્રહણ માટેનું વિશિષ્ટ અંગ છે. મુખમાં દાંત, જીભ અને લાળગ્રંથિઓ આવેલી છે.
 
આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ,આ ખોરાક પાચનમાર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે.

મુખમાં પાચન :

Human Digestive System | મનુષ્યનું પાચનતંત્ર

મુખમાં દાંત વડે ખોરાક ચવાતાં નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે.લાળગ્રંથિમાંથી સ્ત્રવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે.લાળરસીય એમાયલેઝ (ટાયલિન) ઉત્સુચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન/પાચન કરે છે.
સ્ટાર્ચ -----------------------માલ્ટોઝ ( શર્કરા )

ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે.

તરંગવતું સંકોચન (પરિસંકોચન) :

પાચનમાર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. આ તરંગવત્ સંકોચન પાચનમાર્ગના દરેક ભાગમાં નિયત રીતે થાય છે. આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચનનળીમાં પસાર થાય છે. તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે.મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે જાય છે.
તરંગવતું સંકોચન (પરિસંકોચન) :

જઠરમાં પાચન :

જઠરની દીવાલમાં જઠરગ્રંથિઓ આવેલી છે.તે હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCI),પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે.આ મિશ્રણને જઠરરસ કહે છે.જઠરની સ્નાયુમય દીવાલ ખોરાકને જઠરરસ સાથે મિશ્ર કરે છે.હાઇડ્રોક્લોરિક ઍસિડ ઍસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સીન ઉત્સેચક પ્રક્રિયામાં મદદ કરે છે.
સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ,જઠરના આંતરિક અસ્તરને ઍસિડ અને પેપ્સીનની અસર સામે રક્ષણ આપે છે.જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુપેશી (નિજઠર વાલ્વ) દ્વારા નિયંત્રિત થાય છે. નાના આંતરડામાં પાચન : નાનું આંતરડું પાચનમાર્ગનું સૌથી લાંબામાં લાંબું અને ખૂબ જ ગૂંચળામય અંગ છે.તે કાર્બોદિત,પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે.
જઠરમાંથી ઍસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે.નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે.
Human Digestive System | મનુષ્યનું પાચનતંત્ર

(1) કાર્ય :

જઠરમાંથી આવતા ઍસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે.તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે.પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે.તેને તેલોદીકરણ (Emulsification) કહે છે.આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે.

Human Digestive System | મનુષ્યનું પાચનતંત્ર

(2) સ્વાદુરસનું કાર્ય :

સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે.સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાયલેઝ અને તલોદીકૃત ચરબીના પાચન માટે લાયપેઝ ઉત્સેચકો હોય છે.

(૩) આંત્રરસનું કાર્યઃ

નાના આંતરડાની દીવાલમાં આવેલી આત્રીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. આંત્રરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો ઍસિડમાં,જટિલ કાર્બોદિતનું ગ્લૂકોઝમાં અને ચરબીનું ફેટી ઍસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર પાચન કરે છે.
Human Digestive System | મનુષ્યનું પાચનતંત્ર
નીચે વિડિયો આપેલ છે 

આકૃતિ દોરવાં માટે નીચેનો વિડીયો જોવો 


વિડીયો-2 PART-1


વિડિયો -3 APRT-2

આદરણીય ઓઝા સાહેબ નો આભાર બાળકો માટે બનાવેલ વિડીયો માટે 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો