Breaking News

જન ગણ મન ના શબ્દોનો અર્થ જાણો



જાણો શું છે જન ગણ મન ના 

શબ્દો નો અર્થ

ગુજરાતીમાં

જનગણમન-અધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ઼ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલજલધિતરંગ
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,
ગાહે તવ જયગાથા।
જનગણમંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે॥

દેવનાગરી લિપિમાં

जनगणमन अधिनायक जय हे, भारतभाग्यविधाता।
पंजाब सिन्धु गुजरात मराठा, द्राविड़ उत्कल बंग।
विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंग।
तव शुभ नामे जागे, तव शुभ आशिष मागे।
गाहे तव जयगाथा।
जनगणमंगलदायक जय हे, भारतभाग्यविधाता।
जय हे, जय हे, जय हे, जय जय जय जय हे॥

મુળ બંગાળી લિપિમાં

জনগণমন-অধিনায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!
পঞ্জাব সিন্ধু গুজরাট মরাঠা দ্রাবিড় উৎকল বঙ্গ
বিন্ধ্য হিমাচল যমুনা গঙ্গা উচ্ছলজলধিতরঙ্গ
তব শুভ নামে জাগে, তব শুভ আশিষ মাগে,
গাহে তব জয়গাথা।
জনগণমঙ্গলদায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!
জয় হে, জয় হে, জয় হে, জয় জয় জয় জয় হে॥

અહી પ્રથમ 
શબ્દ છે ત્યારબાદ  
અંગ્રેજી અર્થ ,અને અંતે 
ગુજરાતી પર્યાયવાચી
🟢જન= People= લોકો

🟢ગણ= Group= સમૂહ

🟢મન= Mind = મગજ

🟢અધિનાયક= Leader= નેતા

🟢જય હે= Victory= જીત

🟢ભારત= India= ભારત

🟢ભાગ્ય= Destiny= નસીબ, કિસ્મત

🟢વિધાતા= Disposer= ઉપરવાળો

🟢પંજાબ= Punjab= પંજાબ

🟢સિંધુ= Sindhu = સિંધુ

🟢ગુજરાત= Gujarat= ગુજરાત

🟢મરાઠા= Maratha= મરાઠા (મહારાષ્ટ્ર)

🟢દ્રાવિડ= South= દક્ષિણ

🟢ઉત્કલ= Orissa= ઓરિસ્સા

🟢બંગા= Bengal= બંગાળ

🟢વિંધ્ય= Vindhyas= વિન્ધયાચલ

🟢હિમાચલ= Himalay= હિમાલય

🟢યમુના= Yamuna = યમુના

🟢ગંગા= Ganges = ગંગા

🟢ઉચ્છલય= Moving= ગતિમાન

🟢જલધિ= Ocean = સમુદ્ર

🟢તરંગા= Waves = લહેરો( દરિયાના મોજાં)

🟢તવ= Your = તમારું

🟢શુભ = Auspicious = મંગળ

🟢નામે = name = નામ

🟢જાગે = Awaken = જાગો

🟢તવ = Your = તમારું

🟢શુભ = Auspicious = મંગળ

🟢આશીષ= Blessings = આર્શિવાદ

🟢માંગે= Ask = પૂછો

🟢ગાહે= Gaahe = ગાઓ

🟢તવ= Your = તમારી

🟢જય = Victory = જીત

🟢ગાથા = Song = ગીત

🟢જન= People = લોકો

🟢ગણ = Group = સમૂહ

🟢મંગલ = Fortune = ભાગ્ય

🟢દાયક = Giver = દાતા

🟢જય હે = Victory Be = જીત

🟢ભારત= India = હિંદુસ્તાન

🟢ભાગ્ય= Destiny = કિસ્મત

🟢વિધાતા = Dispenser= ઉપરવાળો

🟢જય હે, જય હે, જય હે, જય જય જય જય હે.

= Victory, Victory, Victory, Victory Forever 

======================

રાષ્ટ્રગાન ‘જન ગણ મન’

વિષે જાણો 
======================

👁️રાષ્ટ્રગાન ના લેખક કોણ છે ?

– રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ના લેખક રવિન્દ્રનાથ ટાગોર છે.
– ‘જન ગણ મન’ મૂળ બંગાળી ભાષામાં લખાયેલ છે.
– ‘ભારત ભાગ્ય વિધાતા’ ગીતમાંથી ‘જન ગણ મન’ ની રચના કરવામાં આવી છે.
– ‘જન ગણ મન’માં પાંચ શ્લોક છે. આ શ્લોકોમાં ભારતીય સંસ્કૃતિ, અને સ્વતંત્રતા સંગ્રામ સભ્યતા વર્ણવવામાં આવી છે.
– ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજીત કોલકાતા સત્રના બીજા દિવસે 27 ડિસેમ્બર, 1911 ના રોજ પ્રથમ વખત રવિન્દ્રનાથ ટાગોરે હિન્દી અને બંગાળી બંને ભાષામાં ગાયું હતું.

👁️સત્તાવાર રીતે માન્યતા ક્યારે આપાય ?

– 24 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ સભા દ્વારા રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ના પ્રથમ શ્લોકને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી.
– જર્મનીના હેમ્બર્ગમાં 11 સપ્ટેમ્બર, 1942 ના રોજ, રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ પ્રથમ વખત વિશ્વ મંચ પર રજૂ થયું.

👁️ક્યારે થયો રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ નો 
અંગ્રેજીમાં અનુવાદ કર્યો

– 28 ફેબ્રુઆરી, 1919 ના રોજ, રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને તેને મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા નામ આપ્યું. જ્યારે, તેનું હિન્દી-ઉર્દૂ રૂપાંતર તત્કાલીન ભારતીય રાષ્ટ્રીય સેનાના કેપ્ટન આબિદ અલી દ્વારા કરવામાં આવ્યું હતું.

👁️કેટલી સેકન્ડમાં ગાવું જોઈએ.?

– ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રગીત માત્ર 52 સેકન્ડમાં ગાવું જોઈએ.

👁️સંક્ષિપ્ત સંસ્કરણ કેટલી સેકંડની અંદર ગાવું? 

-જ્યારે, સંક્ષિપ્ત સંસ્કરણ 20 સેકંડની અંદર ગાવું જોઈએ.
– ટૂંકા સંસ્કરણમાં રાષ્ટ્રગીતની પ્રથમ અને છેલ્લી પંક્તિઓ ગવાય છે.

👁️જન ગણ મનના 

અલગ અલગ અવાજ માં સાંભળો 
35  થી વધુ અવાજમાં 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો