2️⃣ભગતસિંહ
વધુ શહીદોની વિરવાણી માટે
આવો, જાણીએ ભગત સિંહના અનમોલ વિચાર
✒️'ક્રાંતિ માનવ જાતિનો એક અવિભાજ્ય અધિકાર છે.
✒️સ્વતંત્રતા બધાનો એક અવિનાશી જન્મ અધિકાર છે.'
✒️'એ મને મારી શકે છે પરંતુ તે મારા વિચારોને નહિ મારી શકે.
✒️તે મારા શરીરને કચડી શકે છે પરંતુ તે મારી આત્માને કચડી નહિ શકે.'
✒️'મારો ધર્મ મારા દેશની સેવા કરવાનો છે.'
✒️'જીવતા રહેવાની ઈચ્છા મારી પણ છે પરંતુ હું કેદમાં રહીને જીવન જીવવા નથી માંગતો.'
✒️'હું એવો પાગલ છુ કે જેલમાં આઝાદ છુ.'
✒️'કોઈ પણ ક્રાંતિ શબ્દની તેના શાબ્દિક અર્થમાં વ્યાખ્યા ન કરવી જોઈએ. આનો ઉપયોગ કે દુરુપયોગ કરનારાના હિતો મુજબ આ શબ્દના અલગ-અલગ અર્થ અને મહત્વને જવાબદાર ગણવામાં આવે છે. શોષણની સ્થાપિત એજન્સીઓ માટે આ લોહીની ભાવનાને જોડે છે, ક્રાંતિકારીઓ માટે આ એક પવિત્ર વાક્યાંશ છે.'
ભગતસિંહના નારા
✒️'હું મહત્વાકાંક્ષા અને આશા અને જીવનના આકર્ષણથી ભરેલો છુ પરંતુ જરુરતના સમયે હું બધુ ત્યાગ કરી શકુ છુ.'
✒️'બૉમ્બ અને પિસ્તોલથી ક્રાંતિ નથી થતી. ક્રાંતિની તલવાર વિચારોના પત્થર પર તેજ થાય છે.'
✒️'લોકોને સ્થાપિત વસ્તુઓની આદત પડી જાય છે માટે પરિવર્તનના વિચારથી કાંપે છે. આ સુસ્તીની ભાવનાને ક્રાંતિકારી ભાવના દ્વારા સ્થાપિત કરવાની જરુર છે.
✒️'મરીને પણ મારા દિલમાંથી વતનની ઉલફત નહિ નીકળે, મારી માટીમાંથી પણ વતનની જ સુવાસ આવશે.'
THANKS TO COMMENT