Breaking News

ઘેલા સોમનાથ નામ કેમ પડ્યું જાણો મહાદેવની ઐતિહાસિક અને અમર શહીદીની ગૌરવ ગાથા

✍️અતીતમાં એક ડોકિયું

🌿ઘેલા સોમનાથ

🌿ઘેલા સોમનાથ મહાદેવની ઐતિહાસિક અને અમર શહીદીની ગૌરવ ગાથા ૭ દિવસ સુધી માથા વગર લડ્યો હતો ઘેલો વાણિયો

સૌરાષ્ટ્રની પાંચાળ પંથકનાં રાજકોટ જીલ્લાનાં જસદણથી 20 કિ.મી. દુર ઘેલો નદીનાં કિનારે બિરાજમાન શ્રીઘેલાસોમનાથ મહાદેવ યાત્રાધામના અનોખા શિવલિંગની કથા આજે અમે તમને જણાવશું. કેવી રીતે શિવલિંગના રક્ષણ કરતા ઘેલો વાણિયો માર્યો ગયો તેની યાદમાં નામ પડયું સોમનાથમાંથી ઘેલાસોમનાથ. આવો અમે તમને જણાવીએ આ મંદિરનો આશરે 15મી સદી 1457ની આસપાસનો ઇતિહાસ છે.

વેરાવળ પ્રભાસપાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હુમલો કર્યો હતો.પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જે શિવભક્તિમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપનાં ભુગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતાં. આમ મીનળદેવીને ભોળાનાથમાં અપાર શ્ર્ધ્ધા હતી.

ઇ.સ.1457ની વાત છે. જ્યારે સોમનાથ મહાદેવ પર આક્રમણ થયું ત્યારે સોમનાથ દાદાએ સપનામાં આવી ને કહ્યું હતું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મહમદ જાફરની આણ વરતાતી હતી તેણે ભુગભર્ગમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતા આક્રમણ કર્યુ, પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગયેલ અને તેને મીનળદેવીને તેનાં પિતાશ્રીનાં મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવીને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મીનળદેવી શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળેલા. આમ સોમનાથ દાદાની પાલખી દુર દુર નીકળી ગયેલ ત્યારે સુલ્તાનને ખરબ પડી કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું નથી. તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા.આમ શિવજીની પાલખી સોમનાથની આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલિંગની સ્થાપનાં થઇ. સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.

આ યુધ્ધ દરમ્યાન ઘેલા વાણીયાનું મસ્તક કપાય જવા છતાં સાત દિવસ સુધી લડ્યા બાદ મર્યો હતો. સોમનાથ દાદાના શિવલિંગનાં રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુધ્ધ મહમદ જાફર સૈન્યએ બધાં જ શિવભક્તોને ખતમ કરવાની આરે હતા. ત્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારનાં ઘા મારીને શિવલિંગ ખંડીત કરી નાંખુ તેવું વિચાર્યું પરંતુ શિવલિંગ પર તલવારનો ઘા મારતાની સાથે સોમનાથ દાદાના શિવલિંગ માંથી ભમરા નીકળ્યા હતા. તેણે મહમંદ જાફર અને તેના સૈન્ય ને ખતમ કરી નાંખ્યું હતું. સોમનાથ દાદાનાં શિવલિંગને બચાવવા ઘેલો વાણિયાનું મસતક ઘડથી અલગ હોવા છતા જાફરનાં સૈન્ય સામે લડયા હતા. તેથી મંદિરનું નામ ઘેલાસોમનાથ રાખવામાં આવ્યું. તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું. આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા. આમ આ જગ્યા અતિ પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલ છે.

ઘેલાસોમનાથ મહાદેવનાં મંદિર સામે ડુંગર પર શ્રીમીનળદેવી બિરાજમાન છે. અહીંની એક લોક વાયકા મુજબ ઘેલાસોમનાથ દાદાની આરતી ચાલીતી હોય છે. ત્યારે પૂજારીએ મીનળદેવીની પણ આરતી ઉતારવી પડે છે. જો મીનળદેવનાં મંદિર તરફ જો આરતીનું ધુપેલ્યુ ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું. સાથે જ જો તમે ઘેલાસોમનાથ મહાદેવનાં દર્શન કરો અને મીનળદેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધુરી ગણાય છે.

ઘેલાસોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે જો તમારે મંદિર ના ગર્ભગૃહ માં જવું હોય તો ફરજીયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જ જળા અભિષેક કરવો હોય તો મંદિરનાં ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે. જેનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. સાથે જ પ્રાસદ માટે પણ કોઇ પણ પ્રાકરનો ચાર્જ લેવામાં આવતો નથી.

જો તમારે ઘેલાસોમનાથ દાદાનાં દર્શને જવું હોય તો રાજકોટથી 80 કિલોમીટરનો રસ્તો છે અને જો તમે સુરત વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રોજકોટ નથી જવાનું, બગોદરાથી ધંધુકા અને પાળીયાદ થઇ ને વિંછીયા થી તમે ઘેલા સોમનાથ જઇ શકો છો.

શત શત નમન શુરવીરો ઘેલા ને 
🪴જય મહાકાલ
🌱જય ભવાની

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો