પાલક માતા પિતા સહાય યોજના જાણો સંપૂર્ણ માહિતી
અગત્યના મુદાઓ
યોજનાનું નામ | પાલક માતા પિતા યોજના |
યોજનાઓ વૉટ્સઅપ ગ્રુપ લિન્ક | અહી કરો ક્લિક |
યોજનાનો ઉદ્દેશ્ય | ગુજરાતના અનાથ બાળકોને દર મહિને આર્થિક સહાય આપવી |
લાભાર્થીઓ | નિરાધાર તથા અનાથ બાળકો |
સહાય કેટલી મળે | દર મહિને 3000 રૂપિયા |
અમલ કરનાર કચેરી | નિયામક સુરક્ષા કચેરી |
વિભાગનું નામ | Social Justice and empowerment department |
અધિકૃત વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
ઓનલાઈન માટેની વેબસાઈટ | Palak Mata Yojana Direct Link |
ઉપરાંત રાજ્યમાં નિરાધાર, અનાથ, તરછોડાયેલા, કુટુંબ વિનાના અથવા કોઈપણ પ્રકારનીતકલીફમાં મૂકાયેલા બાળકો રક્ષણ માટે સરકાર દ્વારા ઘણી બધી ‘સરકારી યોજનાઓ’ ચાલે છે. જ્યારે બાળકના માતા-પિતા મૃત્યુ પામેલ હોય , બાળકના અધિકારોનું હનન થાય, શારીરિક અથવા માનસિક અત્યાચાર કે અન્ય કોઈપણ રીતે શોષણ થતું હોય ત્યારે બાળક ચિલ્ડ્રન હોમમાં રહી શકે છે. જ્યાં તે બાળક ચિલ્ડ્રન હોમમાં રહીને મફત શિક્ષણ મેળવી શકે છે.
⚽પાલક માતા પિતા સહાય યોજના ના જાણવા જેવા મુદાઓ અને સવાલો
- પાલક માતા-પિતા યોજના માટેની પાત્રતા
- પાલક માતા-પિતા યોજનામાં કેટલી સહાય મળે?
- પાલક માતા-પિતા યોજના માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે
- યોજનાનું અમલીકરણ કેવી રીતે થાય
- પાલક માતા-પિતા યોજના માટે અરજી ક્યાં કરવી?
- પાલક માતા-પિતા યોજના માટેની pdf
- પાલક માતા-પિતા યોજના મદદ માટે ના ફોન નંબર
- પાલક માતા-પિતા યોજના ની Online પ્રક્રિયા કેમ કરવી
- પાલક માતા-પિતા યોજનાના પ્રશ્નો અને જવાબો
- Online Registration - ઈ સમાજ કલ્યાણ
- માનવ ગરિમા યોજના | Online Form
- મુખ્યમંત્રી બાળ સેવા યોજના
⚽પાત્રતાના ધોરણો અને પાલક માતા-પિતા યોજનામાં કેટલી સહાય મળે?
- જે બાળકના માતા અને પિતા બન્ને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોયતેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટેચુકવવામાં આવેછે. આ સહાય DBT થી ચુકવવામાં આવે છે.
- જે બાળકોના માતા-પિતા હયાત નથી અથવા પિતા મૃત્યું પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
- પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૨૭,૦૦૦/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
- પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
- દર વર્ષે અભ્યાસ ચાલું હોવાનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું રહે છે.
- આ યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય પાલક માતા પિતા દ્વારા બાળક ના ભારણ પોષણ, શિક્ષણ અને બાળક બીજા બાળકોની જેમ જીવન વ્યતીત કરી શકે તે માટે ખર્ચ કરવામાં આવશે.
- યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય પાલક માતા પિતા અને બાળક ના સંયુક્ત બેન્ક ખાતામાં ચૂકવવામાં આવશે.
- જો કોઈ કારણસર કોઈ એક માસ ની સહાય લાભાર્થીના બેન્ક ખાતામાં જમા નહીં થઈ હોય તો આગળ ના મહિને બે મહિના ની ભેગી સહાય ચૂકવી દેવામાં આવશે.
- આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય મહિના ના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં ચૂકવી દેવામાં આવશે.
- પ્રતિ વર્ષ ની શરૂઆત માં બાળક અભ્યાસ કરે છે તેવું સ્કૂલ નું બોનોફાઇડ પ્રમાણપત્ર અને માર્કશીટ સમાજ કલ્યાણ વિભાગ માં જમા કરાવવાની રહેશે, લાભાર્થી દ્વારા જો આમ નહીં કરવાંમાં આવે તો સહાય રોકી દેવામાં આવશે.
⚽રજુ કરવાના ડોક્યુમેન્ટ
જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના માટે નિયમો અને ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. Palak Mata Pita Yojana Gujarat Document નીચે મુજબ નક્કી થયેલા છે- બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
- બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
- જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.
- પુન:લગ્ન કરેલાનો પુરાવો
- આવકના દાખલાની નકલ
- (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
- બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
- બાળકના આધારકાર્ડની નકલ
- પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
- પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક
⚽અમલીકરણ
- રાજ્ય કક્ષાએથી નિયામક,સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત કરવામાં આવે છે.
- તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓન લાઇન અરજી (https://esamajkalyan.gujarat.gov.in) ના પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
- દરેક જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુ કરેલ અરજીઓની સમીક્ષા કરી સરકારશ્રીના નિયમોનુસાર પાત્રતા ધરાવતાં પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે.
- પાલક માતાપિતાની યોજનાની વધુ વિગત જોવા માટે અહિયા ક્લિક કરો.
- પાલક માતા-પિતાની યોજનાનું અરજીપત્રક
⚽નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજના અનાથ બાળકો માટે ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા અનાથ બાળકોને દર મહિને એમના ખાતામાં સીધી સહાય આપવામાં આવે છે. આ યોજનાની ઓનલાઇન અરજી e samaj kalyan portal કરવાની હોય છે. પાલક માતા-પિતા યોજનાની
⚽ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
✒️ સૌપ્રથમ Google Search ખોલવું. તેમાં e Samaj Kakyan Portal ટાઈપ કરવાનું રહેશે.✒️ જેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
✒️ હવે esamaj kalyan નું Home Page ખુલશે.
✒️ ત્યારબાદ Home Page પર “Director Social Defense” પર ક્લિક કરવાનું રહેશે.
✒️ ઈ-સમાજ કલ્યાણ પર જો user ન બનાવેલ હોય તો “Please Register Here!” ક્લિક કરવાનું રહેશે.
✒️ ત્યારબાદ citizen login બન્યા બાદ User Id, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.
✒️ લોગીન કર્યા બાદ એમાં “નિયામક સમાજ સુરક્ષા” ટેબલમાં આપેલા “Palak Mata-Pita Yojana” પર ક્લિક કરો.
✒️ જેમાં વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગાં ભાઈ બહેનની માહિતી વગેરે ભરવાની રહેશે.
✒️ ત્યારબાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
✒️ ત્યારબાદ એકરાર ફોર્મ ભરીને અરજીને સેવ અને confirm કરવાની રહેશે.
⚽Register Your Self In Official Website
- હોમ પેજ પર “New User?
- Please Register Here!” વિકલ્પ પર ક્લિક કરો.
- User Registration Details ફોર્મ માં માંગેલી જાણકારી ભરી દો અને કેપચા સોલ્વ કર્યા બાદ Register બટન પર ક્લિક કરી ને ખુદ ને Register કરી લો.
- Register થઈ ગયા બાદ User ID અને Password તમારા દ્વારા નાખલે મોબાઈલ નંબર પર SMS ના માધ્યમ થી મોકલી દેવામાં આવશે|
- હોમપેજ પર જઈને મોબાઈલ માં sms ના માધ્યમ થી મોકલવામાં આવેલ User ID અને Password દ્વારા સાઇટ પર login કરો.
- માંગવામાં આવેલી જરૂરી તમામ જાણકારી ભરી દો.
- Update બટન ક્લિક કરી ને profile અપડેટ કરી દો.
- Apply For The Schemeપ્રોફાઇલ અપડેટ કર્યા બાદ હોમપેજ પર તમારી સામે ઘણીબધી યોજનાઓ ના નામ દેખાશે.
- તે યોજનાઓ પૈકી “પાલક માતા પિતા યોજના” પર ક્લિક કરો.
- Submite Your ApplicationPalak Mata Pita Yojana ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી એક નવું પેજ ખૂલસે જેમાં માંગેલી તમામ જરૂરી જાણકારી ભરી દો.
- જરૂરી તમામ દસ્તાવેજો ઉપલોડ કરી દો.
- Save Application પર ક્લિક કરો.
- આવેદન ની પ્રિન્ટ કાઢી લો.
- આવેદન ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ.
⚽આવેદન કર્યા બાદ સહાય મંજૂર કે ના મંજૂર પ્રક્રિયા
અરજદાર દ્વારા પાલક માતા પિતા યોજના અંતર્ગત તમામ દસ્તાવેજો સાથે આવેદન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને આવેદન Submite કરી દીધેલ છે તો સમાજ કલ્યાણ વિભાગ ના પાલક માતા પિતા યોજના ના જવાબદાર અધિકારી દ્વારા તમારા કરેલ આવેદન ને આધારે તપસ માટે આવશે, તેમના દ્વારા તમારા પાડોશીઑ સાથે પંચનામુ કરવામાં આવશે અને યોગ્ય જણાયે આવેદન ની સ્વીકૃત કે અસ્વીકૃત કરવામાં આવશે. આવેદન ને સ્વીકૃત કરવામાં આવશે તો થોડા જ દિવસોમાં તમારા એડ્રેસ પર પોસ્ટના માધ્યમ થી સહાય મંજૂર થયેલી છે તેવો હુકમ આપવામાં આવશે અને તે માસ થી સહાય શરૂ થયેલી માનવમાં આવશે.
HelpLine Number
- Gujarat State Child Protection Society Block Number 19, 3rd Floor,
- Dr. Jivraj Mehta Bhavan, Sector 10,
- Gandhinagar, Gujarat.
- Phone: 079 – 232 42521/23
- Fax: 079 – 232 42522
સવાલ અને જવાબ
- પ્રશ્ન-01 પાલક માતા-પિતા યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે?
- નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારાએ આ યોજના ચલાવવામાં આવે છે.
- પ્રશ્ન-02 પાલક માતા-પિતા યોજના કોના માટેની યોજના છે ?
- ગુજરાત રાજ્યમા નિરાધાર, અનાથ કે જે બાળકના માતા પિતા ન હોઇ તેવા બાળકો માટેની છે.
- પ્રશ્ન-03 Palak Mata-Pita Yojana માટે જિલ્લા કક્ષાએ કઈ કચેરી સંપર્ક કરવાનો હોય છે?
- પાલક માતા-પિતા યોજના માટે જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવાનો રહેશે.
- પ્રશ્ન-04 અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?
- અનાથ થયેલા બાળકોની સાર-સંભાળ માટે બાળકોના ખાતામાં દર મહિને 3000 ની સહાય આપવામાં આવે છે
- પ્રશ્ન-05 પાલક પિતા-માતા યોજનાનો લાભ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?
- આ યોજનાનો લાભ લેવા માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની હોય છે
THANKS TO COMMENT