Breaking News

રસપ્રદ વાત જાણો અગિયારસ નામ કેવી રીતે પડયું ભીમ અગિયારસ ?

રસપ્રદ વાત જાણો અગિયારસ નામ કેવી રીતે પડયું ભીમ અગિયારસ ?

ભીમ અગિયારસ નામ કેમ ? માહિતી ખજાનો 

માહિતીજાણકારી
અગિયારસનું નામ ભીમ અગિયારસ
તિથી ભીમ અગિયારસ
વાર બુધવાર 
મહિનો જેઠ સુદ 
તારીખ 31/05/23
WHATSAPP LINKCLICK HERE

=========================

હિન્દુ ધર્મ માં ભીમ અગિયારસ વિષે અવનવું 

હિન્દૂ ધર્મમાં સુદ એકાદશીનું વિશેષ મહત્વ જાણીએ : આ દિવસે સમગ્ર લોકો ઊંચા ભાવે પણ લોકો કેરીન ખરીદી કરશે અને આ દિવસ ધામધૂમથી ઉજવાશે  બહેન દીકરીઓને ભીમ અગિયારસનો તહેવાર ઉજવવા માવતરે તેડાવવાનો એક અનોખો રિવાજ વર્ષો થી મનાવે છે.નવ પરણિત દીકરીઓને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પિયરે તેડાવવાનો આપણે ત્યાં વર્ષોથી પરંપરા રહી છે.ગ્રામ્ય પંથકમાં ભીમ અગિયારસની પારંપરિક ઉજવણી ગામડા ગામોમાં ભીમ અગિયારસનું સવિશેષ મહત્વ હોય છે ગામડાના લોકો ભીમ અગિયારસના દિવસને તહેવારની જેમ ઉજવે છે વર્ષોની જૂની પરંપરા મુજબ ગામડાઓમાં ભીમ અગિયારસ આવતાની સાથે નવપરીણીત દિકરીઓને પિયર તેડાવવામાં આવે છે કેરીના રસ અને પૂરીના જમણનું મોટાપાયે આયોજન કરાય છે. ઉપરાંત ગામડાની બહેન દિકરીઓ સાથે મળીને ગામના ચોકમાં હુડો રાસ રમે છે ઉપરાંત ભીમ અગિયારમાં ગ્રામ્ય પંથકોમાં જુગાર પણ રમતા હોય છે. ખાસ કરીને ગામડા ગામોમાં ભીમ અગિયારસના દિવસે બ્રાહ્મણોની સીધુ આપવાનો રીવાજ હોય છે. 
રસપ્રદ વાત જાણો અગિયારસ નામ કેવી રીતે પડયું ભીમ અગિયારસ ?

ભીમ અગિયારસ એટલે નિર્જળા એકાદશી  કે અજવાળી અગિયારસ 

જેઠ સુદ અગિયારસ એટલે અંજવાળી અગિયારસ કે નિર્જળા એકાદશી તેમજ ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. આજે તા. 31 ને બુધવારે ભીમ અગિયારસ છે. 

અગિયારસની નામ ભીમ અગિયારસ કેમ ?

જેઠ સુદ અગિયારસ ના દિવસે ભીમે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હોવાથી આ એકાદશીને ભીમ અગિયારસ કહેવાય છે. આ વ્રત માં શું શું કરવું પડે આ પણ જાણીએ જયેષ્ઠ શુકલ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી નામથી ઓળખાય છે. વેદવ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનું મહત્વ બતાવ્યું એ સમયે ભીમે કહ્યું કે વર્ષની તમામ એકાદશીએ હું ઉપવાસ નહીં કરી શકુ. મારા પેટમાં બૃક નામનો અગ્નિ છે, તેથી હું ભુખ્યો નહીં રહી શકું. ત્યારે વેદવ્યાસજીએ માત્ર, જ્યેષ્ઠ શુકલ એકાદશીએ નિર્જળા વ્રત કરવા જણાવ્યું. ભીમે જયેષ્ઠ શુકલ એકાદશીએ નિર્જળા ઉપવાસ કર્યો, તેથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે.

અગિયારસે  નિર્જળા એકાદશી કઠોર વ્રતમાં શું કરવાનું હોય 

  • હિન્દૂ પંચાંગ અનુસાર બારેમાસની એકદશીમાં જેઠ સુદની એકાદશીનું સવિશેષ મહત્વ રહેલું છે.નિર્જળા એકાદશી કઠોર હોવા છતાં આજના સમયમાં પણ ઘણા લોકો આ વ્રત કરે છે.
  • નિર્જલા એકાદશીનું વ્રત પાણીનું એક ટીપું પણ પીધા વિના કરવું જોઈએ. 
  • વ્રત એટલે સામે ચાલીને તકલીફ ઉપાડવાની માનસિક તૈયારી 
  • જેમાં શું તકલીફ પડશે એની પહેલેથી જ જાણકારી હોય. 
  • આ વ્રત અધરું અને પવિત્ર છે. તેમજ આ ઉપવાસ ઉનાળાની ઋતુમાં પડતો હોવાથી ખોરાકનો સંપૂર્ણ ત્યાગ કરવો એ સરળ કાર્ય નથી. 
  • નિર્જલા એકાદશી વ્રત 24 કલાક ચાલે છે, 
  • એકાદશી તિથિના સૂર્યોદયથી શરૂ કરીને દ્વાદશી તિથિના સૂર્યોદય સુધી. 
  • કોઈપણ પ્રકારની બિમારીઓ ધરાવતા લોકો અથવા દવાઓ હેઠળ હોય 
  • તેવા લોકોને નિર્જલા એકાદશીના ઉપવાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આવા ભક્તો માટે, આંશિક ઉપવાસ મંજૂર છે, 
  • જેઠ મહિનાની અંજવાળી અગિયારસે ભગવાન વિષ્ણુની પૂજા કરી 
  • આમ્ર ફળ ધરવાનું પૌરાણીક મહત્વ છે. 
  • આ વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ થાય છે 
  • અને વ્રત કરનાર સુખ સમૃદ્ધિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ કરે છે.
  • પાંડવોમાં ભીમસેને આ વ્રત કર્યું હતું 
  • જેના પુણ્ય પ્રભાવે હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું હતું.

અગિયારસના દિવસે કેરી ખાવા નું મહત્વ 

  • ભીમ અગિયારસના દિવસે કેરી ખાવાનું અનેરું મહત્વ હોય છે. 
  • સમાજનો દરેક વર્ગ આ દિવસે કેરી અચૂક ખાય છે. 
  • બજારોમાં પણ કેરીનો ખરીદીની પ્રમાણ વધે છે.
  • કેરીના ઉંચા ભાવ હોવા છતાં લોકો આનંદ સાથે કેરીની ખરીદી કરે છે. 
  • ઘેર ઘેર લોકો રસ પુરીના જમણનું આયોજન કરે છે.
  • આપણે ત્યાં વર્ષોથી ભીમ અગિયારસના દિવસે કેરી ખાવાનું વિશેષ મહત્વ છે. 

અગિયારસ પછી જૈન લોકો કેરી  ખાતા નથી શા માટે ?

  • હિન્દૂ ધર્મના તમામ સંપ્રદાયોમાં અંજવાળી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. જૈન લોકો ભીમ અગિયારસ પછીના દિવસોમાં કેરી ખાતા નથી. 

  • જેઠ સુદ અગિયારસ બાદ આદ્રા નક્ષત્ર બેસી જતુ હોવાથી 
  • જૈન સમાજ સહિત ઘણા લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી.
  • આદ્રા નક્ષત્રમાં ફળોમાં જીવાતો પડતી હોવાથી 
  • આરોગ્યની દ્રષ્ટિએ કેરી ખાવી હાનિકારક સાબિત થતી હોય છે 
  • આથી લોકો ભીમ અગિયારસના દિવસે મન ભરીને કેરી ખાઇ લેતા હોય છે.
  • આર્થિક રીતે નાનો માણસ પણ કેરીના મોઘા ભાવ હોવા છતાં ભીમ અગિયારસના દિવસે પરિવાર સાથે ચોક્કસ કેરી ખાય છે.

પંચમહાલ જિલ્લાના  ટુવા ગામે ભીમના પગલાનું  પૂજન કરવાનો માહાત્મ્ય 

  • પંચમહાલ જિલ્લાના ટુવા ગામે ભીમના પગલાનું પૂજન કરવાનો માહાત્મ્ય છે

  • પૌરાણિક કથા મુજબ સરભંગ ઋષિની આજ્ઞાથી 
  • ભીમે નિર્જળા એકાદશીનું અધરું વ્રત કર્યું હતું. 
  • ઋષિ આશ્રમમાં પાંડવો નિયમિત રોજ ભગવાન શિવનું પૂજન અર્ચન કરતા હતા. 
  • ઉપરાંત ટુવા ગામે ભીમે હિડીમબા રાક્ષસી સાથે લગ્ન કર્યા હતા. 
  • તે મંડવો અને ભીમના પગલાં પ્રતિકરૂપે જેવા મળે છે.
  • હેડ-બાવન તરીકે જાણીતા 
  • પંચમહાલ જિલ્લાના ટુવા ગામે 
  • આજે પણ લોકો ભીમના પગલાંને શ્રદ્ધાથી પૂજે છે. 

ભીમચોરીના ગરમ -ઠંડા પાણીના કુંડમાં સ્નાનની માન્યતા જાણો 

  • ભીમ અગિયારસના દિવસે 
  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજન અર્ચન વિધિ કરવા ઉમટી પડે છે. 
  • ભીમચોરીના ગરમ -ઠંડા પાણીના કુંડમાં 
  • નિર્જળા એકાદશીના દિવસે સ્નાન કરવાનું મહત્વ છે. 
  • જે સ્નાન થી ચામડીના રોગ દૂર થાય 
  • તેવી માન્યતા હોવાથી આજુબાજુ અને અન્ય ગામોથી 
  • લોકો આવી શ્રદ્ધાથી સ્નાન કરે છે.

પર્યાવરણ ને પણ મહત્વ હતું આપણી પરંપરામાં આંબા વાવવાની પ્રથા

પરંપરા મુજબ પહેલાના સમયમાં કાઠિયાવાડના ઘણા ગામોમાં દીકરીના નામે આંબો વાવવાની પ્રથા કે રિવાજ હતો. ખેડૂત પોતાના પરિવારમાં દીકરીના જન્મને વધાવવા આનંદ-ઉલ્લાસથી દીકરીના નામનો આંબો વાવતા દીકરી પરણીને સાસરે જાય ત્યાં સુધીમાં આંબો કેરી આપતો થઇ જાય એટલે મોસમ આવતાની સાથે જ દીકરીનો ભાઇ-બહેનના સાસરે કેરી આપવા જતો આમ એ સમયે આંબો પારિવારિક સંબંધો સુદ્રઢ બનાવવાનું માઘ્યમ હતો.

ભીમ અગિયારસ ને દિવસે જુગાર પણ ખુબ જ રમાતો.

આના વિષે કઈ જાણવા મળતું નથી પણ ભીમ અગિયારસ ને દિવસે જુગાર પણ ખુબ જ રમાતો. આ દિવસે માણસ માત્રની અંદર રહેલો શકુનિ જાગૃત થતો. વડીલો પણ પરબ છે એટલે ભલે રમે એમ કહેતા. છોકરા ઓ અલગ અલગ તરકીબોથી જેવીકે આંબલીયા અથવા બાકસની પટ્ટીથી, કાચની ઠેરી વગેરે થી જુગાર રમતા. મોટેરાઓ રૂપિયો કે બે રૂપિયાનો જુગાર રમતા. ગામને ચોરે કે પાદરમાં અલગ અલગ જગ્યાએ રમવા વાળાના પડ જામતા. અમુક રસિયાઓ તો આખી રાત વાડીયે રમતા પણ પણ આ બધું ભીમ અગિયારસ પુરતું જ બાકી તો સહુ ખેતીના કામમાં વળગી જતા.

ભીમ અગિયારસ આગામી 2030 સુધી કયા દિવશે આવશે એની માહિતી 

વર્ષ તારીખ અને વાર 
2023Wednesday, 31st of May
2024Tuesday, 18th of June
2025Friday, 6th of June
2026Thursday, 25th of June
2027Monday, 14th of June
2028Saturday, 3rd of June
2029Friday, 22nd of June
2030Wednesday, 12th of June

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો