વહાલી દીકરી સહાય યોજના દીકરીના જન્મ થી લઈને તેના લગ્ન સુઘી

Baldevpari
0

વહાલી દીકરી સહાય યોજના દીકરીના જન્મ થી લઈને તેના લગ્ન સુઘી

વહાલી દીકરી સહાય યોજના


બેટી બચાવો બેટી ભણાવો વહાલી દીકરી સહાય યોજનાનો હેતુ છે દીકરી ભણે અને પગભર થાય અને આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ છોડીના દે તેમજ યોજનાને વેગ આપવાનો, મહિલા જન્મદરમાં વધારો કરવાનો, બાળ લગ્ન અટકાવવાનો અને નારી-સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. જેમાં ખાસ કરીને દિકરીઓ પર થતાં અત્યાસાર,બળાત્કાર અટકાવવાનો છે.

જયારે દિકરીનો જન્મ થાય છે ત્યારે તેના માતા – પિતા તેને પારકી થાપણ માને છે પરંતુ એ દિકરી જયારે ઊંચ શિક્ષણ પ્રાપ્ત કરી અથવા સફળતા મેળવે જેવી કે IAS અથવા IPS જેવી ડિગ્રી પ્રાપ્ત કરે છે ત્યારે તે જ દિકરી બધાને વાલી અને પોતીકી લાગે છે. પરંતુ સમસ્યાને પહોંચી વળવા માટે હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાઓ બેટી ભણાવો યોજના શરૂ કરવામાં આવેલ છે.


વહાલી દીકરી સહાય યોજના

માહિતીજાણકારી
યોજના વહાલી દીકરી યોજના
હેતુ દીકરીઓનો જન્મદર વધે અને આગળ અભ્યાસ કરે 
લાભાર્થીનો પ્રકાર,પાત્રતાસમગ્ર સમુદાય
મળવાપાત્ર રકમ એક લાખને દસ હઝાર રૂપિયા,
માન્ય વેબસાઈટ https://wcd.gujarat.gov.in/
માહિતી વેબસાઈટ અહી ક્લિક કરો  
WHATSAPP LINKCLICK HERE

=========================

વહાલી દીકરી સહાય યોજનામાં શું લાભ મળશે?

  1. • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.4000/-ની સહાય.
  2. • દીકરી ધોરણ-9 માં આવે ત્યારે રૂ.6000/-ની સહાય.
  3. • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.1,00,000/- ની આર્થિક સહાય.
  4. • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

વહાલી દીકરી સહાય યોજના

હપ્તો ક્યારે આપે 
પ્રથમ હપ્તો જયારે પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/-  મળવાપાત્ર થશે.
બીજો હપ્તો દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
છેલ્લો હપ્તો દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય
યોજનાવહાલી દીકરી સહાય યોજના
WHATSAPP LINKCLICK HERE

=========================

વહાલી દીકરી સહાય યોજનામાં માટે પાત્રતા 

  1. • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  2. • (દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
  3. • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  4. • અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  5. • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

વહાલી દીકરી સહાય યોજનામાં લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

• દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
• દીકરીના માતા-પિતાના આધાર કાર્ડ
• દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
• દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
• દીકરી નો જન્મ દાખલો
• દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
• દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
• વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

હાલી દીકરી સહાય યોજના માટે કોનો સંપર્ક કરવો 

યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

હાલી દીકરી સહાય યોજના નુ ફોર્મ ડાઉનલોડ કરો 

યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક
અહી ક્લિક કરો --> ડાઉનલોડ

 વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે 

એપ્લિકેશન ફોર્મ વિનામૂલ્યે મળશે
1. ગ્રામસ્તરે ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે
2. તાલુકા કક્ષાએ “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી (ICDS)” ની કચેરી ખાતેથી આ યોજના ફોર્મ વિનામૂલ્યે મળશે.
3. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.

હાલી દીકરી સહાય યોજના માટે પૂછાતા પ્રશ્નો અને જવાબ 

Q-વ્હાલી દીકરી યોજના ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી છે?
A-મહિલા અને બાળ વિભાગ,દ્વારા વ્હાલી દીકરી યોજના બહાર પાડવામાં આવેલ છે.
Q-વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે સોગંદનામું રજૂ કરવું પડશે?
A-ના, નવી જોગવાઈ મુજબમાં વ્હાલી દીકરી યોજનામાં સોગંદનામુ રજૂ કરવાનું રહેશે નહીં. હવે એ કેન્સલ થયું છે ,પરંતુ અનુસુચિ મુજબ જાહેર કરેલા સ્વ-ઘોષણા(Self-Declaration) રજૂ કરવાનું રહેશે.
Q-વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની સમય મર્યાદા કેટલી છે?
A-લાભાર્થી દીકરીના જન્મ પછી 1 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
Q-વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?
A-એક વર્ષ બાદ અરજી કરનાર લાભાર્થી પાત્રતા ધરાવશે નહીં.

નોંધ -: વ્હાલી દિકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવક 2.00 લાખ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)