RBI એ રૂ2000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કેમ કરી જાણો છો?

Baldevpari
0

RBI એ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત શા માટે કરી જાણો છો

RBI એ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત શા માટે કરી જાણો છો ?
RBI ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. RBIએ 2016 ના નોટબંધી પછી જારી કરાયેલ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જો કે હાલ બજારમાં હાલની 2000ની નોટો ચલણમાં રહેશે.
બેંકમાં નોટો બદલવા માટે શું સુવિધા રાખવામાં આવશે ?
આરબીઆઈની પત્ર અનુસાર, બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે એક અલગથી વિશેષ બારીની વ્યવસ્થા કરેલી હશે. જ્યાં કોઈપણ 2000ની નોટ સરળતાથી બદલી કરી શકે .
RBIએ જણાવ્યું છે કે જનતા કોઈપણ બેન્કની બ્રાન્ચમાં જઈને 2000ની નોટ બેન્ક અકાઉન્ટ અથવા તો તેમને અન્ય નોટ સાથે બદલાવી શકશે.
અંદાજે કેટલી નોટો ચલણમાં હશે.?
એક અંદાજ મુજબ હાલમાં 3 લાખ 61 હજાર કરોડ 2000ની નોટ ચલણમાં છે. હવે જોવાનું રહેશે કે કેટલી નોટો બેંકમાં પાછી આવે છે.
કયારે 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી?

ઉલ્લેખનીય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાનની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આ નોટોના સ્થાને રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો ચલણમાટે બહાર પાડી હતી.હકીકતમાં RBI સરકાર સાથે વાતચીત કર્યા બાદ નોટોના છાપકામ અંગે નિર્ણય લે છે. એપ્રિલ 2019 બાદથી કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની એક પણ નોટ છાપી નથી. જો કે 2000 રૂપિયાની નોટ હજુ પણ સંપૂર્ણ રીતે કાયદેસર છે.

RBI એ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત શા માટે કરી જાણો છો ?

શું ઘણા સમય પહેલા જ છાપવાની બંધ કરી દેવાઈ હતી રૂ. 2000ની નોટ?

સાત વર્ષ પહેલા, 8 નવેમ્બર 2016ના રોજ, ભાજપ સરકારે અચાનક રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો બંધ કરી દીધી હતી. સરકારનું માનવું હતું કે નોટ બંધ થવાથી કાળું નાણું અને આતંકવાદી ફંડિંગ બંધ થશે. જૂની નોટોના બદલામાં 500 અને 2000 રૂપિયાની નવી નોટો લાવવામાં આવી હતી. 2 જેટલા સમયથી ચર્ચાના સમાચાર આવી રહ્યા હતા કે 2000ની નોટ છાપવામાં આવી રહી નથી.પરંતુ ગયા વર્ષે જ નવેમ્બરમાં એક RTI દ્વારા માહિતી મળી હતી કે, RBIએ બે વર્ષથી વધુ સમયથી રૂ. 2,000ની નોટો છાપી નથી. ઈકોનોમિક ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટ પ્રિન્ટિંગે RTIના જવાબમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2016-17માં 2 હજાર રૂપિયાની 354 કરોડ રૂપિયાની નોટો છાપવામાં આવી હતી. ત્યાર બાદ તેનું પ્રિન્ટિંગ ઝડપથી ઓછું થતું ગયું હતું. આગલા વર્ષે માત્ર 11 કરોડ રૂપિયા અને પછીના વર્ષે એટલે કે 2018-19માં માત્ર 4.5 કરોડ રૂપિયાની નોટો જ છપાઈ હતી. આ પછી 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું.

RBI એ , બેંકોને શું કહ્યું જાણો ?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. આ નોટ હાલ વ્યવહારમાં ચલણમાં રહેશે. RBI એ બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની બેંક નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. વર્ષ 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ લાવવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી.

કેટલા સમય સુધી 2 હજારની ચલણી નોટ સ્વિકારશે બેન્કો ?

હવે 2 હજાર રુપિયાની નવી ચલણી નોટ નહી છપાય. 30 સપ્ટેમ્બર સુધી RBI 2 હજારની ચલણી નોટ સ્વિકારશે. આરબીઆઈ હવે 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહી પાડે. હાલ બજારમાં જે 2 હાજરની નોટ છે તે માન્ય રહેશે. 30 સપ્ટેમ્બર સુધી બેન્કમાં 2 હજાર રુપિયાની નોટ બદલી શકાશે. એક સાથે 20 હજાર રુપિયા બેંકમાં જમા કરાવી શકાશે.

એક વખતમાં કેટલી નોટ બદલી શકાશે?

RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે. આ અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી છે જેથી નોટ બદલવામાં કોઈ મુશ્કેલી ન આવે.
RBI એ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત શા માટે કરી જાણો છો ?

હવે સવાલ-જવાબમાં RBIના આ આદેશનો અર્થ સમજો...

1. RBIએ કયો નિર્ણય લીધો ?

રિઝર્વ બેંક 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય રહેશે નહીં. આરબીઆઈએ કહ્યું કે 2018-19માં તેમનો ઉદ્દેશ પૂરો થયા બાદ તેનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.

2. નોટ બદલવા માટે શું કરવું પડશે, તેની સંપૂર્ણ પ્રક્રિયા શું હશે?

આ નોટો બેંકમાં જઈને બદલી શકાય છે. આ માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

3.બેન્કો શું સુવિધા આપશે ?

બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે એક અલગથી વિશેષ બારીની વ્યવસ્થા કરેલી હશે. જ્યાં કોઈપણ 2000ની નોટ સરળતાથી બદલી કરી શકે .

4. 30 સપ્ટેમ્બર પછી શું થશે?

તારીખ પણ લંબાઈ શકે છે, પરંતુ છેલ્લી તારીખની રાહ જોશો નહીં. જો સરકાર તેને અમાન્ય કરી દેશે તો તમારી પાસે રાખેલી 2000ની નોટોની કોઈ કિંમત રહેશે નહીં.

5.આ નિર્ણય માટે કઈ પોલિસી લાગુ પડી ?

‘ક્લીન નોટ પોલિસી’ અંતર્ગત રિઝર્વ બેંકે આ અગત્યનો નિર્ણય લીધો છે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડવામા આવી હતી.

6-શું છે ‘ક્લીન નોટ પોલિસી’?

ક્લીન નોટ પોલિસીમાં લોકોને ચલણી નોટો પર કંઈપણ ન લખવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે આમ કરવાથી તેમનો દેખાવ બગડે છે અને તેમનું જીવન પણ ઘટે છે. લોકોને વ્યવહારમાં સારી ગુણવત્તાવાળી બેંક નોટો (કાગળનું ચલણ) મળવી જોઈએ તે હેતુને હાંસલ કરવા માટે ક્લીન નોટ પોલિસી લાગુ કરવામાં આવી છે.

7. 2 હજારની નોટ બંધ થવાથી લોકો પર કેવી અસર થશે?

જેની પાસે 2 હજારની નોટ છે તેણે બેંકમાં જઈને તેને બદલી આપવી પડશે. 2016માં નોટબંધી દરમિયાન 500 અને 1000ની નોટો બંધ કરવામાં આવી હતી. તેને બદલવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો, પરંતુ લાંબી કતારો લાગવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે આ વખતે પણ જોવા મળી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)