Breaking News

પત્ર વાચતાં આંખો ભીની થશે છૂટાછેડા થયેલ પત્નીએ એક વર્ષ પછી પતિને એક પત્ર લખ્યો

પત્ર વાચતાં આંખો ભીની થશે છૂટાછેડા થયેલ પત્નીએ એક વર્ષ પછી પતિને એક પત્ર લખ્યો

પત્ર વાચતાં આંખો ભીની થશે છૂટાછેડા થયેલ પત્નીએ એક વર્ષ પછી પતિને એક પત્ર લખ્યો


છૂટાછેડા થયા પછી પત્નીએ એક વર્ષ પછી પતિને એક પત્ર માં શું એવું તો લખ્યું કે વાંચનારની આખો પણ ભીની થઈ જાય વાંચો આખો ટુંકો પત્ર  
નિશાના છૂટાછેડા ને આજે એક વર્ષ પૂર્ણ થયું હતું ત્યારે તેની લગ્ન જીવન ની યાદો વાગોળતા તેને તેના પૂર્વ પતિ ની સાથે વાત કરવાની ઈચ્છા થઈ આવી. પણ તેની હિંમત ચાલી નહીં, અને એક પત્ર તેના પૂર્વ પતિ ને લખવાનું નક્કી કર્યું, અને લખવાનું ચાલુ કર્યું અને લખ્યું…
આપણો સ્વભાવ જ એવો થઇ ગયો હતો, કે કોઈ પણ વાતમાં વાંધો હોય કે ન હોય પરંતુ આપણે એ વાંધો શોધી લેતા હોઈએ છીએ અને માત્ર આટલું જ નહીં આપણા કારણે ઘરનું વાતાવરણ પણ તંગ બની જતું. 

વાત આપણી કરું તો ઘર ના સભ્યો અને વડીલો કે જે મને તેની દીકરી ગણતા હતા, તે પણ ફફડી ઉઠતા.પરંતુ આ બધું વિચારી ને હવે શું ફાયદો,થવાનું હતું તે તો થઈ ગયું ? શરૂઆતમાં તો હું તને ખૂબ જ ધિક્કારતી, ખુબ જ નફરત કરતી પણ સમય વહેતો રહે છે, તેમ માણસ ના વિચાર પણ બદલતા રહે છેઅને માણસ પણ બદલતો રહે છે. અને આજે હું મારા હૃદય માં રહેલી નફરત અને ધિક્કાર ને ભૂલી ને બદલાયેલી લાગણી સાથે આ પત્ર લખું છું.

અને કાયમ ને માટે એક શ્રેષ્ઠ જીવન સાથી તારીખે તમને યાદ કરતી રહીશ, કારણ કે જિંદગીમાં સારા દિવસો ની સાથે ખરાબ દિવસો પણ આવે છે. અને સારા દિવસો યાદ રાખી, અને જીવન ને બગીચા જેવું સુંદર બનાવવું એ પણ આપણા હાથ માં હતું. 

આજે આપણા છૂટાછેડા ને એક વર્ષ પૂરું થયું છે, પરંતુ આપણા લગ્ન જીવનના સાત વર્ષ માં છેલ્લું એક વર્ષ બાદ કરતા પહેલા ના છ વર્ષ આપણે જિંદગી ને ખુબ જ માણી છે, પરિવાર ના બધા સભ્યો નો સ્વભાવ પ્રેમ અને લાગણી ભર્યું વર્તન અને મારુ સન્માન એવું રહેતું. જાણે સ્વર્ગ માં રહેતા હોય તેવું સુખ ભગવાને આપણને આપ્યું હતું.

જે મને કદી પણ ભુલાશે નહિ અને હવે ની જિંદગી માં મને એવા દિવસો ભોગવવા મળશે પણ નહિ. છેલ્લા એક વર્ષ માં કોણ જાણે શુ થયું કે આપણી જિંદગી માં રોજે રોજ કાંઈ ને કાંઈ વાત ને લઇ ને આપણા સંબંધો વણસી ગયા. અને અંતે ના થવાનું થયું. અને આપણે બંને એક વર્ષ પહેલા છૂટા પડ્યા.
અને આપણી જિંદગી ને હર્યાભર્યા બગીચા માંથી ભેંકાર રણ જેવી બનાવી દીધી હતી. હવે વિચાર આવે છે કે છ વર્ષ સુખ ના યાદ રાખવા કે એક વર્ષ દુઃખ નું ? પહેલા છ વર્ષ નું સુખ માણતા માણતા આપણે ક્યારે એકબીજા ની વાતો માંથી વાંધા કાઢતા થઇ ગયા એ મને હજુ સુધી સમજાતું નથી.
પણ નાની નાની વાતોમાંથી આપણે એકબીજાની લાગણી સમજ્યા નહિ અને એકબીજા થી દૂર થતા ગયા અને અંતે છૂટાછેડા ના રૂપે પરિણામ આવ્યું. ક્યારેક ક્યારેક હું આપણા જીવનની સુખો ની યાદો ના ફોટા લઇ ને બેસું છું.

ત્યારે આપણા મસ્તી કરતા ફોટા હરવા ફરવા ના સ્થળો એ પાડેલા મસ્તીખોર અને રોમેન્ટિક ફોટા, એકબીજા ના પ્રેમ અને લાગણી માં મશગુલ થયેલા ફોટા, આ બધા ફોટા માં નજર કરતા કરતા હું પણ એ સુખ ની પળ માં ખોવાઈ જાવ છું. પણ જયારે ફોટા ને પાછા રાખી દઉં છું.

ત્યારે એમ થાય છે કે કેવા માણસો છીએ આપણે આટલું બધું સુખ ભૂલી અને નાના દુઃખ માં છૂટાછેડા કરી નાખ્યા. અને નાની નાની ખરાબ વાતો ને આપણા હૃદય માં સંગ્રહ કરી રાખીયે છીએ, અને જેને હૃદય માં રાખવાનું છે, એ સુખ ને આપણે ફોટા માં રાખી દઈએ છીએ.
પણ એ હવે આપણી બંને ની લેણાદેણી ઉપર આધારિત છે, હું જેમ ખરાબ દિવસો ભૂલી ગઈ છું. તેમ તું પણ ભૂલી જઈશ એવી આશા રાખું છું, અને જીવન માં કરેલી ભૂલો માંથી શીખ લઇ ને આપણે હવે બંને ના નવા જીવન માં મળતી ખુશી સાથે શાંતિ થી જીવી શકીયે.
કારણ કે આપણા ભૂતકાળ થી મોટો શિક્ષક દુનિયા માંથી મળી શકશે નહિ, આપણા જીવન માં આપણે જ સમજી વિચારી ને દરેક પગલું ભરવાનું છે, આપણા છૂટાછેડા થયા કારણ કે આપણને નિભાવતા આવડ્યું નહિ, જેમ નદી માં નહાવા પડેલ વ્યક્તિ ડૂબી જાય છે. એટલા માટે કે તેને તરત નથી આવડતું, એમ જ કોઈ પણ પરિસ્થિતિ સમસ્યા ત્યારે જ બને છે, જયારે આપણને તેની સામે લડતા નથી આવડતું.
જો આ વાત તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો