0
એક ખુબ પ્રખ્યાત ચિત્રકાર હતો. એને પોતાની કળા પર ખુબ જ ગર્વ હતો. એણે એક દિવસ ખુબજ સુંદર અને અદભુત ચિત્ર બનાવ્યુ. એણે એ ચિત્ર પોતાના નગરની વચ્ચોવચ મુક્યુ અને સાથે સાથે એક લખાણ પણ મુક્યુ, લખાણમાં લખ્યુ કે "આ ચિત્રમાં જેને પણ જરા અમથી પણ ભુલ લાગે એ જગ્યાએ નિશાન કરી દેવુ."


સાંજે જ્યારે એ પોતાનું ચિત્ર જોવા આવ્યો તો તેણે પોતાના ચિત્રને નિશાનોથી ભરેલી જોઇ. આ જોઇ એનું હ્રદય ભરાઇ આવ્યું પોતાની કલાનું આવુ
અપમાન એ સહન ના કરી શક્યો તેથી એણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.
આત્મહત્યા કરવા જતા રસ્તામાં તેને એક મિત્ર મળ્યો. મિત્રએ પુછ્યુ, "એ દોસ્ત, કેમ આટલો દુઃખી છો ? જે પણ હોય મને જણાવ મારથી બનતી કોશીશ કરીશ" આ સાંભળ્યા પછી ચિત્રકારે પોતાની આપવિતી સંભળાવી. આ સાંભળી તેના મિત્રએ કહ્યુ, "બસ ... ! આમ આટલી નાની અમથી વાતમાં આત્મહત્યા ના કરાય. જો સાંભળ, હવે હું કહુ એમ કરજે. તેને કિધુ કે હવે બીજુ સુંદર પણ સહેજ ભુ
લોથી ભરેલું ચિત્ર બનાવ અને તેની સાથે લખાણમાં મેં કહ્યુ એમ લખજે" પછી ચિત્રકારે વિચાર્યુ ચાલને તેના વિચાર પ્રમાણે કરી જોઉં
બિજા દિવસે એ ચિત્રકારે એક સુંદર પણ સહેજ ભુલ ભરેલ ચિત્ર બનાવ્યુ અને સાથે એક લખાણ પણ મુક્યું. લખાણમાં તેના દોસ્તના કહ્યા પ્રમાણે લખ્યુ કે "જેને પણ આ ચિત્રમાં ભુલ દેખાય તો તેને તરત જ જાતે સુધારી લેવી"
પછી ચિત્રકારે સાંજે જઇને જોયુ તો .. આશ્ચર્ય...!! આખુ ચિત્ર એમ ને એમ જ. કોઇજ નિશાન ના મળ્યુ જેવી મુકી હતી તેવીને તેવી જ હતી...!!!
Moral (સારાંષ) :-
લોકોની ભુલો કાઢવી ખુબ આસાન છે પણ એને સુધારવી ખુબજ અઘરી છે. જેની ભુલ તમે સુધારી શક્તા ના હોય એ ભુલ કદી કાઢવી જ નઇ

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top